ઉત્તર કોરિયામાં લોકોના હસવા અને દારૂ પીવા પર લાગ્યો પ્રતિબંધ! કિમ જોંગ ઇલની પુણ્યતિથિ પર રાષ્ટ્રનો 11 દિવસનો શોક

ઉત્તર કોરિયામાં (North Korea) લોકો પર 11 દિવસ માટે હસવા અને દારૂ પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે આ વર્ષે ભૂતપૂર્વ નેતા કિમ જોંગ ઇલના મૃત્યુની દસમી વર્ષગાંઠ છે.

ઉત્તર કોરિયામાં લોકોના હસવા અને દારૂ પીવા પર લાગ્યો પ્રતિબંધ! કિમ જોંગ ઇલની પુણ્યતિથિ પર રાષ્ટ્રનો 11 દિવસનો શોક
North Korea
TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Dec 17, 2021 | 4:52 PM

ઉત્તર કોરિયામાં (North Korea) લોકો પર 11 દિવસ માટે હસવા અને દારૂ પીવા પર પ્રતિબંધ (Laughing ban in North Korea) મૂકવામાં આવ્યો છે, કારણ કે આ વર્ષે ભૂતપૂર્વ નેતા કિમ જોંગ ઇલના મૃત્યુની દસમી વર્ષગાંઠ છે. સરકારી અધિકારીઓએ જાહેર જનતાને આદેશ આપ્યો છે કે, જ્યારે ઉત્તર કોરિયા તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યું છે ત્યારે આનંદની પ્રવૃત્તિઓમાં સામેલ ન થાય. કિમ જોંગ ઇલ 1994 થી 2011 માં તેમના મૃત્યુ સુધી ઉત્તર કોરિયા પર શાસન કર્યું. આ પછી તેમના ત્રીજા અને સૌથી નાના પુત્ર અને વર્તમાન નેતા કિમ જોંગ ઉને (Kim Jong Un) સત્તા સંભાળી.

તે જ સમયે, હવે તેમના મૃત્યુના દસ વર્ષ પછી, ઉત્તર કોરિયાના લોકોને 11-દિવસીય શોક અવધિનું પાલન કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. તેમને હસવાની અને દારૂ પીવાની છૂટ નથી. ઉત્તર-પૂર્વીય સરહદી શહેર સિનુજુમાં ઉત્તર કોરિયાના એક સ્ત્રોતે રેડિયો ફ્રી એશિયા (RFA) ને જણાવ્યું હતું કે શોકના સમયગાળા દરમિયાન, આપણે દારૂ પીવો જોઈએ નહીં, હસવું જોઈએ નહીં અને મનોરંજન પ્રવૃત્તિઓમાં જોડાવું જોઈએ નહીં. સૂત્રોએ જણાવ્યું કે, ઉત્તર કોરિયાના લોકોને 17 ડિસેમ્બરે કિમ જોંગ ઇલના મૃત્યુની વર્ષગાંઠના રોજ કરિયાણાની ખરીદી કરવા જવાની મંજૂરી નથી.

લોકોને તેમના પરિવારના સભ્યોના મૃત્યુ પર પણ રડવાની મંજૂરી નથી

સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રથમ શોકના સમયગાળા દરમિયાન દારૂ પીતા કે નશો કરતા પકડાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સાથે ગુનેગારો જેવું વર્તન કરવામાં આવ્યું હતું. તેમને ક્યાંક લઈ જવામાં આવ્યા અને પછી તેઓ ક્યારેય દુનિયાની સામે આવી શક્યા નહીં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો તમારા પરિવારનો કોઈ સભ્ય શોકના સમયગાળા દરમિયાન મૃત્યુ પામે છે, તો પણ તમને મોટેથી રડવાની મંજૂરી નથી. તે સમાપ્ત થયા પછી, શરીરને લઈ જવામાં આવશે. શોકના સમયગાળા દરમિયાન જેમનો જન્મદિવસ હોય તેમને તેની ઉજવણી કરવાની પણ મંજૂરી આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, ઉત્તર કોરિયા તેના વિચિત્ર નિયમો માટે જાણીતું છે.

આ વખતે 11 દિવસ સુધી શોકનો સમયગાળો રહેશે

કિમ જોંગ ઇલનું 17 ડિસેમ્બર 2011ના રોજ 69 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેમના મૃત્યુ પહેલા, કિમે ઉત્તર કોરિયા પર 17 વર્ષ સુધી ક્રૂર અને દમનકારી રીતે શાસન કર્યું. કિમ જોંગ ઇલ માટે દર વર્ષે શોકનો સમયગાળો સામાન્ય રીતે 10 દિવસનો હોય છે. પરંતુ આ વર્ષે તેમના મૃત્યુની દસમી વર્ષગાંઠને યાદ કરવા માટે 11 દિવસ સુધી શોક મનાવવામાં આવશે. દક્ષિણ પશ્ચિમ પ્રાંત સાઉથ હ્વાંગેના રહેવાસીએ જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓને એવા લોકો પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે જેઓ શોકના સમયગાળા દરમિયાન યોગ્ય રીતે શોક નથી પાળી કરી રહ્યા.

આ પણ વાંચો: UPSC Success Story: તૈયારી દરમિયાન તમારી નબળાઈ દૂર કરવી જરૂરી છે, જાણો IAS કનિષ્ક પાસેથી સફળતાનો મંત્ર

આ પણ વાંચો: Good News: દરેક કોલેજ-યુનિવર્સિટીમાં મહિલા સ્ટુડન્ટ્સને મળશે મેટરનિટી લીવ, હાજરીમાં મળશે છૂટ, જુઓ UGCની સૂચના

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati