નેપાળમાં ભારતીયોની સૌથી મોટી આઝાદી છીનવી લેવામાં આવી, 200,500 અને 2000 નોટ નેપાળમાં બંધ કર્યા પછી ભારતને બીજો ‘નેપાળી આંચકો’
નેપાળ સરકાર ભારત સામે ટક્કર લેવામાં જરા પણ પાછળ પડી રહ્યું નથી. હવે નેપાળ સરકારે નવો કાયદો બનાવ્યો છે જેમાં ત્યાંની ઈન્ડસ્ટ્રીમાં કામ કરનાર ભારતીયઓએ વર્ક પરમિટ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. નેપાળનું ડિપાર્ટમેન્ટ ઓફ લેબર એન્ડ ઓક્યૂપેશનલ સેફ્ટી તરફથી બુધવારે દેશના તમામ મજદૂર સંઘને આદેશ આપી દીધો છે. આ સાથે જ નેપાળમાં કામ કરી […]

નેપાળ સરકાર ભારત સામે ટક્કર લેવામાં જરા પણ પાછળ પડી રહ્યું નથી. હવે નેપાળ સરકારે નવો કાયદો બનાવ્યો છે જેમાં ત્યાંની ઈન્ડસ્ટ્રીમાં કામ કરનાર ભારતીયઓએ વર્ક પરમિટ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
નેપાળનું ડિપાર્ટમેન્ટ ઓફ લેબર એન્ડ ઓક્યૂપેશનલ સેફ્ટી તરફથી બુધવારે દેશના તમામ મજદૂર સંઘને આદેશ આપી દીધો છે. આ સાથે જ નેપાળમાં કામ કરી રહેલાં અલગ-અલગ વિભાગમાં કેટલાં ભારતીય મજૂરો કામ કરી રહ્યા છે તેની પણ જાણકારી એકત્ર કરશે.
હાલમાં નેપાળમાં કેટલાં ભારતીય મજૂરો કામ કરી રહ્યા છે તેના અંગે પણ ત્યાંની સરકાર કામ કરી રહી છે. તેમજ તેમની પાસે નેપાળમાં કામ કરવા માટેની વર્ક પરમિટ છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે.
આ પણ વાંચો : કુંભમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જોવા મળ્યા નવા ‘ધોતી અવતારમાં’, જુઓ Pics
જો કે રસપ્રદ વાત એ છેકે, ભારત અને નેપાળ વચ્ચે ખાસ કરાર થયા છે, જેમાં કામ કરવા માટે ભારતીયોએ અને નેપાળના લોકોએ ભારતમાં કામ કરવાની પરમિટ લેવાની જરૂરત રહી નથી.
છેલ્લા થોડાં સમયથી નેપાળ પોતાની બોર્ડર સુરક્ષિત કરવા માટેનું કામ કરી રહ્યું છે. જેના માટે નેપાળ રાષ્ટ્રીય બેન્કે સમગ્ર દેશમાં ભારતની નવી નોટો 200,500 અને 2000ની નોટો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ અંગે ભારત સરકારે કોઈ પણ પ્રતિક્રિયા આપી નથી.
[yop_poll id=1221]