બે મહિના પહેલા જ ભણવા સિડની ગયેલી ગુજરાતની દીકરીનું અકસ્માતમાં મૃત્યુ, જાણો સમગ્ર વિગત

વિદેશની ધરા પર ગુજરાતની રીયા તેના મિત્રો સાથે સીડનીથી વોલોન્ગોંગ જઈ રહી હતી. કમનસીબે, કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને વાહન વિલ્ટન ખાતે ઊંધું વળ્યું.

બે મહિના પહેલા જ ભણવા સિડની ગયેલી ગુજરાતની દીકરીનું અકસ્માતમાં મૃત્યુ, જાણો સમગ્ર વિગત
Riya Patel ( Indian student)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2023 | 10:25 AM

ગુજરાતની દીકરીનું વિદેશની ધરતી પર અકસ્માતને કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની ઘટનામાં ભોગ બનનાર રીયા પટેલ બે મહિના પહેલા જ ગુજરાતથી સિડનીમાં ઉચ્ચ અભ્યાસ માટે ગઈ હતી. ભારતીય-ઓસ્ટ્રેલિયન કમિટીએ મૃતક રિયા પટેલના મૃતદેહને ઓસ્ટ્રેલિયાખી ભારત મોકલવા માટે 34,000 થી વધુ ડોલર એકત્ર કર્યા છે, આ દીકરી સીડનીના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. રીયાના પિતરાઈ ભાઈ શૈલેષ પટેલ કે જેઓ ન્યૂ સાઉથ વેલ્સ (NSW)માં  રહે છે. જેમના દ્વારા ફંડ એકત્ર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મિત્રો સાથે સિડનીથી વોલોન્ગોંગ જઈ રહી હતી રીયા

20 વર્ષની ઉંમરની રીયા બે મહિના પહેલા જ ગુજરાતથી સીડનીમાં અભ્યાસ કરવા આવી હતી. મહત્વનુ છે કે, 16 એપ્રિલે બપોર દરમ્યાન રીયા તેના મિત્રો સાથે સીડનીથી વોલોન્ગોંગ જઈ રહી હતી. કમનસીબે, કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને વાહન વિલ્ટન ખાતે પિકટન રોડ નજીક હ્યુમ મોટરવે પર ઊંધું વળ્યું.

ઘટના બાદ સમગ્ર રસ્તાને કોર્ડન કરાયા

પોલીસ અને NSW એમ્બ્યુલન્સ પેરામેડિક્સના હજાર પ્રયત્નો છતાં, રીયા બચી શકી નહીં. ઘટના બાદ સમગ્ર રસ્તાને કોર્ડન કરી દેવામાં આવ્યું હતું. દક્ષિણ તરફના તમામ ટ્રાફિકને નરેલન આરડી કેમ્પબેલટાઉન ખાતે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને તેના બદલે એપીન આરડી અથવા કેમડેન બાયપાસ, ઓલ્ડ હ્યુમ હાઇવે અને રિમેમ્બરન્સ ડ્રાઇવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રીયાના માતા-પિતા અને મિત્રો આઘાતમાં

શૈલેષનું કહેવું છે કે આ અકસ્માતમાં ડ્રાઈવર અને અન્ય મુસાફરોને ગંભીર ઈજા થઈ હતી જ્યારે રીયાનું આ અકસ્માતમાં મોત થયું હતું. તેમણે કહ્યું “અચાનક આઘાતજનક સમાચાર સાંભળીને ભારતમાં રીયાના માતા-પિતા અને મિત્રોને આઘાત લાગ્યો હતો. માતા-પિતાની વિનંતી મુજબ ગુજરાતી અને ભારતીય સમુદાયના પ્રતિનિધિ અને મિત્રો સાથે રીયાના મૃતદેહને ભારત પરત મોકલવા માટે હાલ કામગીરી કરવામાં આવી રહી છે. શૈલેષે કહ્યું કે આ ફંડ રેઈઝ કરી તેમના દ્વારા રીયાના પરિવારને તેની સ્ટુડન્ટ લોન અને અન્ય પરચુરણ ખર્ચાઓને કવર કરવા માટે પણ મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

ડ્રાઇવરને સારવાર માટે લિવરપૂલ હોસ્પિટલ ખસેડાયો

આ ગંભીર અકસ્માતની જાણ થતાં પોલીસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. જ્યારે તેઓ પહોંચ્યા, ત્યારે તે સ્પષ્ટ હતું કે એક કાર બીજી કાર સાથે અથડાવાનું ટાળવા માટે ડ્રાઈવર દ્વારા પ્ર્યાશ કરવામાં આવ્યા હતા જે દરમ્યાન આ ઘટના ઘટી હતી. ડ્રાઇવરને સારવાર માટે લિવરપૂલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને જરૂરી તમામ તપાસ ક્રવવામાં આવ્યા હતા. આ બાબતે નરેલન પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો કેસ નોંધવામાં આવ્યો છે અને NSW પોલીસ અકસ્માતની ઘટના અંગે તપાસ કરી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">