ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પોલીસ દ્વારા ભારતીય નાગરિકની ગોળી મારીને હત્યા કરાઇ

સિડનીના મીડિયા અહેવાલો અનુસાર, પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે રહેમતુલ્લા અહેમદે મંગળવારે સિડનીના ઓબર્ન ટ્રેન સ્ટેશન પર 28 વર્ષીય સફાઈ કામદાર પર કથિત રીતે હુમલો કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પોલીસ દ્વારા ભારતીય નાગરિકની ગોળી મારીને હત્યા કરાઇ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2023 | 8:51 AM

ઓસ્ટ્રેલિયન પોલીસે મંગળવારે સિડનીમાં રેલવે સ્ટેશન પર ક્લીનરને છરી મારીને કાયદા અમલીકરણ અધિકારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કરનાર 32 વર્ષીય ભારતીય નાગરિકને ઠાર માર્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. સિડનીમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે મૃતકની ઓળખ તમિલનાડુના રહેવાસી મોહમ્મદ રહેમતુલ્લા સૈયદ અહેમદ તરીકે કરી છે.આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

સિડનીના મીડિયા અહેવાલો અનુસાર, પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે રહેમતુલ્લા અહેમદે મંગળવારે સિડનીના ઓબર્ન ટ્રેન સ્ટેશન પર 28 વર્ષીય સફાઈ કામદાર પર કથિત રીતે હુમલો કર્યો હતો. સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે અહેમદે પોલીસ સ્ટેશનમાંથી બહાર આવી રહેલા બે પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

માનસિક સ્વાસ્થ્ય સમસ્યા

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

તેમાં કહેવામાં આવ્યું છે કે એક પોલીસ અધિકારીએ ત્રણ ગોળી ચલાવી હતી, જેમાંથી બે અહેમદની છાતીમાં વાગી હતી. અહેવાલો અનુસાર, અહેમદને તબીબી કર્મચારીઓ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે અહેમદને કોઈ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ છે કે કેમ.

(ઇનપુટ-ભાષાંતર)

g clip-path="url(#clip0_868_265)">