નરેશ પટેલ કોંગ્રેસ હાઈકમાન્ડને મળીને રાજકોટ આવવા રવાના, મે મહિનામાં રાજકારણમાં જોડવાની શક્યતા

નરેશ પટેલ કોંગ્રેસ હાઈકમાન્ડને મળીને રાજકોટ આવવા રવાના, મે મહિનામાં રાજકારણમાં જોડવાની શક્યતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 11:35 AM

ચર્ચા એવી છે કે નરેશ પટેલની ઈચ્છા અને ડિમાન્ડનો કોંગ્રેસ હાઈકમાન્ડે આદર રાખ્યો છે. નરેશ પટેલ પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં લાવવા ઈચ્છી રહ્યા હતા અને સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરની એન્ટ્રી માટે લીલીઝંડી આપી દીધી હોવાની પણ ચર્ચા છે.

નરેશ પટેલ (Naresh Patel ) રાજકારણ (politics) માં એન્ટ્રી ક્યારે કરશે તેને લઈને છેલ્લા એક મહિનાથી અટકળો ચાલી રહી છે. સસ્પેન્સ એ વાતનું પણ છે કે આખરે નરેશ પટેલ કયા પક્ષનો સાથ આપશે. દિલ્હીમાં કોંગ્રેસ (Congress) હાઈકમાન્ડ સાથે નરેશ પટેલની મુલાકાત બાદ ચર્ચાઓ તેજ થઈ છે કે ટૂંક સમયમાં નરેશ પટેલ હાથને સાથ આપશે. આ સાથે એવી પણ અટકળો શરૂ થઈ છે કે નરેશ પટેલ મે મહિનાની શરૂઆતમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ગઈકાલે નરેશ પટેલ દિલ્લી હતા અને ત્યાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાતે મુલાકાત થઈ છે.

કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મુલાકાત બાદ નરેશ પટેલ રાજકોટ પરત ફરી રહ્યા છે. ચર્ચા એવી છે કે નરેશ પટેલની ઈચ્છા અને ડિમાન્ડનો કોંગ્રેસ હાઈકમાન્ડે આદર રાખ્યો છે. નરેશ પટેલ પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં લાવવા ઈચ્છી રહ્યા હતા અને સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોરની એન્ટ્રી માટે લીલીઝંડી આપી દીધી હોવાની પણ ચર્ચા છે.

નરેશ પટેલે માત્ર કોંગ્રેસ સાથે મુલાકાત કરી હોય તેવું નથી, પણ છેલ્લા એકાદ મહિનામાં નરેશ પટેલ ભાજપ, આમ આદમી પાર્ટી અને વિવિધ સમાજના આગેવાનો સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. ઓગસ્ટ 2021થી શરૂ થયેલો મુલાકાતનો સિલસિલો હજુ પણ યથાવત્ છે.

આ પણ વાંચોઃ Vadodara: વિશ્વામિત્રીના કાંઠે ચાલીતી દારૂની ભઠ્ઠીઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, 10 હજાર લિટર વોશ અને 52 પીપળા દેશી દારૂનો જથ્થો પકડાયો

આ પણ વાંચોઃ South Gujarat: માવઠાથી દ.ગુજરાતમાં કેરી સહિતના 65 ટકા બાગાયતી પાકને 500 કરોડનું નુકશાન, કેરીના ભાવો વધે તેવી સંભાવના

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">