ભારતે પાકિસ્તાનને 2 અલગ અલગ રીતથી યુદ્ધમાં હરાવ્યુ, મીલિટ્રી એક્શન પછી તો હવે યુદ્ધનો વિચાર કરવાના પણ ફાંફા
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી. તેમણે ભારતીય સશસ્ત્ર દળોની પણ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે સેનાએ આતંકવાદીઓનો સફાયો કરી દીધો છે. હું તમને એક સામાન્ય નાગરિકની ભાષામાં કહેવા માંગુ છું કે ભારતે આતંકવાદ સામેના યુદ્ધમાં કેવી રીતે નિર્ણાયક ભૂમિકા ભજવી છે. જેમાં તેમણે પાકિસ્તાન સામે કરવામાં આવેલી મીલિટ્રી અને નોન મિલિટ્રી એટેક વિશે જણાવ્યુ હતુ. જેમાંથી પાકિસ્તાન સામે મિલીટ્રી એટેક નીચે મુજબ છે.

10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ બાદ પહેલી વાર ભારતીય જનતા પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ દરમિયાન ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સંબોધન કર્યું હતું. તેમણે ભારતીય સશસ્ત્ર દળોની પણ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે સેનાએ આતંકવાદીઓનો સફાયો કરી દીધો છે. હું તમને એક સામાન્ય નાગરિકની ભાષામાં કહેવા માંગુ છું કે ભારતે આતંકવાદ સામેના યુદ્ધમાં કેવી રીતે નિર્ણાયક ભૂમિકા ભજવી છે. જેમાં તેમણે પાકિસ્તાન સામે કરવામાં આવેલી મીલિટ્રી અને નોન મિલિટ્રી એટેક વિશે જણાવ્યુ હતુ. જેમાંથી પાકિસ્તાન સામે મિલીટ્રી એટેક નીચે મુજબ છે.
- ઓપરેશન સિંદૂર દ્વારા 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. ફક્ત LOC જ નહીં, પણ અંદર પ્રવેશ કરીને પણ પાકિસ્તાનના આતંકવાદી નેટવર્કનો નાશ કરવામાં આવ્યો. એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે કોઈ નાગરિક જાનહાનિ ન થાય. ઓપરેશન સિંદૂર દ્વારા થયેલા હુમલાઓમાં લશ્કર, હિઝબુલ વગેરેના ઠેકાણાઓનો નાશ થયો છે. 100થી વધુ આતંકવાદીઓને માર્યા છે.
- લગભગ 35 થી 40 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા છે. રવિવારે ઓપરેશન સિંદૂર પર પીસી દરમિયાન ડીજીએમઓ રાજીવ ઘાઈએ આ માહિતી આપી હતી.
- ભારતે પાકિસ્તાનના 11 એરબેઝને તબાહ કરી દીધા છે. જેનાથી તે પાંગળુ બની ગયુ છે. પાકિસ્તાન આ એરબેઝમાંથી જાસૂસી મિશન ચલાવે છે. તે લાંબા અંતરની મિસાઇલો છોડવા માટેનું એરબેઝ છે. ભારતે આ એરબેઝ પર હુમલો કરીને પાકિસ્તાનની લાંબા અંતરની મિસાઇલ ક્ષમતાનો નાશ કર્યો છે. હવે તેમની પાસે યુદ્ધ કરવાની ક્ષમતા જ ખતમ થઇ ગઇ છે.
- આતંકીઓનો ખાત્મો કરીને ભવિષ્યમાં થનારા આતંકી હુમલાઓને ભારતે અહીં જ રોકી દીધા છે. ભારત માટે આ સૌથી મોટી ઉપલબ્ધિ છે.
- આ સ્ટ્રાઇકથી આખી દુનિયાને ભારતે ફરી એ સાબિત કરાવ્યુ છે કે પાકિસ્તાન આંતકીઓની પ્રોડક્શન ફેક્ટરી છે. પાકિસ્તાન આર્મી અને પાકિસ્તાની સરકાર આતંકીને જન્મ આપવાનું કામ કરે છે. દુનિયાભરમાં જે પણ દેશ મુસ્લિમ આતંકવાદથી પરેશાન છે. તેના માટે મુસ્લિમ દેશ પાકિસ્તાન જવાબદાર છે.
ભારતે પાકિસ્તાનના જે ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. તેનો જવાબ દુનિયાને આપવા માટે આજે પણ પાકિસ્તાન પાસે નથી.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.