આ બાબતમાં ભારત વિશ્વમાં ત્રીજો નંબર, પરંતુ જાણીને તમને ગર્વની જગ્યાએ થશે ચિંતા

એક રીપોર્ટ એક બાબતમાં અનુસાર ભારતનો વિશ્વમાં ત્રીજો નંબર છે. તેમજ દિલ્હીનો તેમાં શહેર તરીકે પહેલો નંબર આવ્યો છે. પરંતુ આ ગર્વની બાબત નથી કેમ કે આ આંકડા છે પ્રદુષણના.

આ બાબતમાં ભારત વિશ્વમાં ત્રીજો નંબર, પરંતુ જાણીને તમને ગર્વની જગ્યાએ થશે ચિંતા
IQAir
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 17, 2021 | 4:12 PM

ભારતનો વિશ્વમાં એક રીપોર્ટમાં ત્રીજો નંબર આવ્યો છે. પરંતુ આ જરા પણ ગર્વ લેવા જેવી બાબત નથી. કેમ કે ભારતનો ત્રીજો ક્રમ પ્રદુષણની ઇન્ડેક્ષમાં આવ્યો છે. જી હા વિશ્વભરમાં વધતા પ્રદૂષણના સ્તરને જાણવા IQAirએ વર્ષ 2020 નો વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ બહાર પાડ્યો છે. જેમાં ભારત ત્રીજા ક્રમે આવ્યો છે. જ્યારે દિલ્હીને વિશ્વના સૌથી પ્રદૂષિત શહેર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યું છે. વર્ષ 2020 માં દક્ષિણ એશિયાના સિત્તેર શહેરો વિશ્વના ચાલીસ સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ છે. આ કારણોસર દક્ષિણ એશિયામાં લગભગ 13 થી 22 ટકા મૃત્યુ હવાના પ્રદૂષણને કારણે થાય છે. લોકોના જીવનને અસર કરવા ઉપરાંત, દક્ષિણ એશિયામાં વાયુ પ્રદૂષણને કારણે જીડીપીના 7.4 ટકાનું નુકશાન થયું છે. તે જ સમયે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સૌથી ખરાબ હવા ગુણવત્તાનો અનુભવ કરે છે.

વાયુ પ્રદૂષણને કારણે મોત

વર્ષ 2019 ની તુલનામાં ભારતમાં 2020 માં પ્રદૂષણમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે દક્ષિણ અને પૂર્વ એશિયન દેશોને સૌથી પ્રદૂષિત સ્થળો માનવામાં આવે છે. દર વર્ષે, વાયુ પ્રદૂષણને કારણે 70 લાખથી વધુ મૃત્યુ થાય છે. આ મોતમાં 600,000 થી વધુ બાળકો શામેલ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

2020 માં હવા પ્રદૂષણમાં સુધારો

વર્ષ 2020 માં કોરોના વાયરસને કારણે લોકડાઉન થયું હતું અને આ કારણે ઘણા શહેરોમાં પ્રદૂષણનું સ્તર ઘટેલું જોવા મળ્યું હતું. જ્યારે ચાર દેશોમાં પ્રદૂષણ સંપૂર્ણ રીતે નાબૂદ હતું. આ અહેવાલ વિશ્વવ્યાપી જમીનના સ્તરે હવાના પ્રદૂષણને માપવા માટેના સૌથી મોટા ડેટાબેઝ દ્વારા આપવામાં આવ્યો હતો. વર્ષ 2020 ના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટમાં 106 દેશોના આંકડા શામેલ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">