હાઈપરસોનિક મિસાઈલ ટેક્નોલોજીમાં પણ ભારત આગળ, અમેરિકન એજન્સીનો દાવો

|

Oct 22, 2021 | 2:27 PM

રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે અમેરિકા, રશિયા અને ચીન જ હાલ આ પ્રકારના અતિઆધુનિક હાઈપરસોનિક હથિયાર પોગ્રામ પર આગળ વધી રહ્યા છે, પરંતુ બીજા અનેક દેશ જેવા કે, ઓસ્ટ્રેલિયા, ભારત, જર્મની અને જાપાન પણ તેમા સામેલ છે.

હાઈપરસોનિક મિસાઈલ ટેક્નોલોજીમાં પણ ભારત આગળ, અમેરિકન એજન્સીનો દાવો
India also has Hypersonic Missile Technology

Follow us on

ભારત દુનિયાના એવા દેશોમાં સામેલ થયું છે, જે હાઈપરસોનિક હથિયાર તૈયાર કરી રહ્યા છે. અમેરિકા (US) ના એક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમેરિકાની સંસ્થાનો રિપોર્ટ એવા સમયમાં સામે આવ્યો છે કે જ્યારે ચીને પરમાણુ ક્ષમતાયુક્ત એક હાઈપરસોનિક મિસાઈલ (Hypersonic Missile) નું પરિક્ષણ કર્યું છે. કહેવામાં આવે છે કે, ચીને વિકસાવેલી મિસાઈલ, તેના નિર્ધારિત લક્ષ્યને સાધતા પહેલા ધરતીનું ચક્કર લગાવ્યુ, આ મિસાઈલે તમામ આધુનિક અવકાશ ક્ષમતાનું પ્રદર્શન કર્યું અને અમેરિકાની ગુપ્તચર એજન્સી પણ હેરાન રહી ગઈ છે.

અમેરિકાના CRS નો નવો રિપોર્ટ આ અઠવાડીયે આવ્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે અમેરિકા, રશિયા અને ચીન જ હાલ એડવાન્સ હાઈપરસોનિક હથિયાર પોગ્રામ પર આગળ વધી રહ્યા છે પરંતુ અનેક બીજા દેશ જેમાં ઓસ્ટ્રેલિયા, ભારત, જર્મની અને જાપાન સામેલ છે. તેઓ પણ હવે હાઈપરસોનિક હથિયાર ટેક્નોલોજીને ડેવલપ કરવા લાગ્યા છે. રિપોર્ટ અનુસાર જ્યાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા સાથે હાથ મિલાવ્યો છે તો આ તરફ ભારત, રશિયા સાથે આ ટેક્નોલોજી પર આગળ વધી રહ્યું છે.

રિપોર્ટમાં બ્રહ્મોસ મિસાઈલનો ઉલ્લેખ

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સીઆરએસ (CRS)ના રિપોર્ટમાં બ્રહ્મોસ મિસાઈલનો ઉલ્લેખ છે. જેમા ભારત, રશિયા સાથે બ્રહ્મોસ II ના ડેવલપમેન્ટ પર આગળ વધી રહ્યું છે. આ મિસાઈલ મૈક 7 ની સ્પીડ ધરાવતી હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે. જોકે, શરૂઆતમાં ભારતે બ્રહ્મોસ II ને વર્ષ 2017 માં તૈનાત કરવાનું મન બનાવ્યું હતું. પરંતુ અમુક એવા રિપોર્ટસ આવ્યા જેમાં સંકેત મળ્યા કે આ પોગ્રામમાં વિલંબ થઈ રહ્યો છે અને હવે ભારતે વર્ષ 2025 અને 2028 માં આ ઓપરેશન કરવાનું મન બનાવી લીધું છે.

મૈક 13 ની સ્પીડની ક્ષમતા

રિપોર્ટમાં આગળ લખ્યું છે કે, ખાસ વાત એ છે કે, ભારત હવે સંપૂર્ણ રીતે દેશમાં બનેલી ડબલ ક્ષમતાવાળી હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલને હાઈપરસોનિક ટેક્નોલોજી ડેમોનસ્ટ્રેટર વ્હીકલ પ્રોગ્રામ અંતર્ગત વિકસિત કરી રહ્યું છે. જૂન 2019 અને સપ્ટેમ્બર 2020 માં સફળતાપૂર્વક મૈક 6 ની સ્પીડ ધરાવતું સ્ક્રૈમજેટ ટેસ્ટ કર્યું હતું. તેમજ ભારત લગભગ 12 હાઈપરસોનિક વિન્ડ ટનલ્સને સંચાલન કરી રહ્યું છે. ભારત પાસે મૈક 13 થી વધુ સ્પીડને પણ ટેસ્ટ કરવાની ક્ષમતા છે.

આપને જણાવી દઈએ કે, મૈક 13 સ્પીડ એટલે કે 16052.4 કિલોમીટર પ્રતિ કલાકની ક્ષમતાથી હુમલો કરનાર મિસાઈલ ભારત બનાવી શકે છે. સીઆરએસના આ રિપોર્ટને અમેરિકીન કોંગ્રેસના સભ્યો માટે સ્વતંત્ર વિષયોમાં પ્રભુત્વ ધરાવતા નિષ્ણાંતોએ તૈયાર કર્યો છે.

ચીનના મિસાઈલ ટેસ્ટથી ચોંક્યું અમેરિકા

ગત થોડા દિવસોમાં એક સમાચાર આવ્યા હતા જે મુજબ ચીને એક એવી મિસાઈલનું પરિક્ષણ કર્યું છે જેને સમગ્ર વિશ્વને ડરાવી દિધું છે. ચીને પરિક્ષણ કરેલી હાઈપરસોનિક મિસાઈલ પોતાના લક્ષ્યને ભેદતા પહેલા આખી દુનિયાનું ચક્કર લગાવે છે. જોકે બાદમાં ચીને કહ્યું હતું કે, તે એક સ્પેસક્રાફ્ટ હતું મિસાઈલ નહીં.

ચીને આ મિસાઈલ પરિક્ષણથી અમેરિકી ગુપ્તચર એજન્સીને પણ ચોંકાવી દિધું છે. જે ટેક્નોલોજીનું પ્રદર્શન ચીને કર્યું છે તે એક એડવાન્સ સ્પેસ ટેક્નોલોજી છે જે બતાવે છે કે, આ દેશ કેટલો ઝડપી હાઈપરસોનિક હથિયારોની બાબતે આગળ વધી રહ્યો છે. આ હથિયાર અમેરિકા તરફથી ડેવલપ થઈ રહેલા હથિયારોની સરખામણીએ ઘણા એડવાન્સ છે.

 

આ પણ વાંચો : સ્ટાર ટેણિયો ! આ એક વર્ષનુ બાળક મહિને 75000 રૂપિયા કમાય છે, Video જોઈને તમે પણ દંગ રહી જશો

આ પણ વાંચો : બદલે કી આગ ! માસ્ક પહેરવાનું કહેતા આવ્યો ગુસ્સો, 5 કરોડ ઉપાડ્યા અને બેન્ક કર્મચારીઓ પાસે એક એક નોટ ગણાવી

Next Article