બદલે કી આગ ! માસ્ક પહેરવાનું કહેતા આવ્યો ગુસ્સો, 5 કરોડ ઉપાડ્યા અને બેન્ક કર્મચારીઓ પાસે એક એક નોટ ગણાવી

આ બાબતે બેંકનું કહેવું છે કે આ માત્ર માસ્ક પહેરવાની વાતને કારણે થયું છે. તે જ સમયે, વ્યક્તિનું કહેવું છે કે આ ઘટનાનો માસ્ક સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું કે બેંકના કર્મચારીઓનું વલણ ઘણું ખરાબ છે. આ કારણોસર, તેમને પાઠ ભણાવવા માટે, વ્યક્તિએ બધા પૈસા કાઢી લીધા.

બદલે કી આગ ! માસ્ક પહેરવાનું કહેતા આવ્યો ગુસ્સો, 5 કરોડ ઉપાડ્યા અને બેન્ક કર્મચારીઓ પાસે એક એક નોટ ગણાવી
Chinese Millionaire Withdraws Huge Sum And Makes Bank Staff Count It Out

સોશિયલ મીડિયા પર રોજ અજીબો ગરીબ કિસ્સાઓ વાયરલ થતા હોય છે. કેટલાક કિસ્સાઓ સાંભળીને તમે ચોંકી જાવ છો તો કેટલીક ઘટનાઓ તમને હસાવી હસાવીને લોટપોટ કરી દે છે. હાલમાં એક એવો જ કિસ્સો વાયરલ થઇ રહ્યો છે જેના વિશે વાંચીને તમને હસવું આવી જશે.

ચીનમાં એક વ્યક્તિને ફક્ત માસ્ક પહેરવાની વાત પર ટોકવામાં આવ્યો અને તેણે કઇંક એવું કર્યુ જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ખરેખર ચીનનો એક કરોડપતિ કઇંક કામથી બેન્કમાં ગયો. ત્યાં હાજર સિક્યુરીટી ગાર્ડે તેને માસ્ક પહેરવા જણાવ્યુ આ વાતથી તેને એટલો ગુસ્સો આવ્યો કે તેણે પોતાના સેવિંગ્સ એકાઉન્ટમાંથી 5 કરોડ 16 લાખ રૂપિયા ઉપાડ્યા અને બેન્કના કર્મચારીઓને આ બધા જ રૂપિયા હાથેથી ગણીને તેની બ્રિફકેસમાં ભરવા જણાવ્યુ. આ સાંભળતા જ કર્મચારીઓનું મગજ ચકરાઇ ગયું

આ અબજોપતિ વ્યક્તિની ઓળખ સોશિયલ મીડિયા પર સનવિયર (SunWear) તરીકે થઈ હતી. તેણે ગુસ્સામાં તેના બેંક ખાતામાંથી તમામ પૈસા કાઢ્યા અને કર્મચારીઓને તેને હાથથી ગણવા અને બેગમાં ભરવા કહ્યું. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બેંકના સ્ટાફ દ્વારા જ આ પોસ્ટ કરવામાં આવી છે. સનવિયર નામની વ્યક્તિએ તેના ખાતામાંથી 5 કરોડ 16 લાખ રોકડા ઉપાડી લીધા હતા. આ વ્યક્તિનું ખાતું બેંક ઓફ શાંઘાઈમાં (Bank of Shanghai) હતું.

હાથેથી પૈસા ગણીને બેગમાં ભરતા બેન્ક કર્મચારીઓ

 

વ્યક્તિએ માત્ર એટલી રકમ ઉપાડી જ નથી પણ કર્મચારીઓને બધી નોટો હાથથી ગણીને બેગમાં રાખવાનું કહ્યું. આ પછી, બેંકના ઘણા કર્મચારીઓ ફ્લોર પર બેસીને નોટોની ગણતરી કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યુ કે આટલી બધી નોટો ગણવામાં ઘણો સમય લાગશે. પરંતુ વ્યક્તિનું કહેવું છે કે તે દરરોજ બેંકમાં આવશે અને આ બધી નોટો હાથેથી ગણાશે અને બેગમાં ભરાશે પછી જ તે રકમને લઇ જશે.

પૈસા ભરેલી બેગને ગાડીમાં મુકતા બેન્ક કર્મચારીઓ

 

આ બાબતે બેંકનું કહેવું છે કે આ માત્ર માસ્ક પહેરવાની વાતને કારણે થયું છે. તે જ સમયે, વ્યક્તિનું કહેવું છે કે આ ઘટનાનો માસ્ક સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું કે બેંકના કર્મચારીઓનું વલણ ઘણું ખરાબ છે. આ કારણોસર, તેમને પાઠ ભણાવવા માટે, વ્યક્તિએ બધા પૈસા કાઢી લીધા.

આ પણ વાંચો –

Russia Corona Update : રશિયામાં કોરોનાથી હાહાકાર, ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ વધુ ખતરનાખ સબ-વેરિએન્ટ મળી આવ્યોઆ પણ વાંચો –

આ પણ વાંચો –

Aryan Drugs Case : આર્યનની વોટ્સઅપ ચેટથી સ્ટાર કિડઝમાં ફફડાટ, આ સેલિબ્રિટિઝના બાળકોની થઈ શકે છે પુછપરછ

આ પણ વાંચો –

દેશમાં ગુંજી ઉઠી ‘100 કરોડ વેક્સિનેશન એંથમ’, મહાભારતથી પ્રેરણા લઈને આ ગુજરાતીએ લખ્યું છે ગીત

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati