સ્ટાર ટેણિયો ! આ એક વર્ષનુ બાળક મહિને 75000 રૂપિયા કમાય છે, Video જોઈને તમે પણ દંગ રહી જશો

મળતી માહિતી મુજબ, આ બાળકનું નામ બ્રિગ્સ છે અને તે અમેરિકામાં રહે છે. અમેરિકાના અલગ-અલગ સ્થળોની મુસાફરી કરતુ આ બાળક અત્યાર સુધીમાં 45થી વધુ વાર ફ્લાઈટમાં ટ્રાવેલ (Flight Travelling) કરી ચૂક્યુ છે.

સ્ટાર ટેણિયો ! આ એક વર્ષનુ બાળક મહિને 75000 રૂપિયા કમાય છે, Video  જોઈને તમે પણ દંગ રહી જશો
File Photo

Viral Video : કોરોના રોગચાળાને કારણે લોકોએ ઘરમાં બંધ રહેવાની ફરજ પડી હતી, પરંતુ આ આફતને કેટલાક લોકોએ અવસરમાં બદલી નાખી છે. સોશિયલ મીડિયામાં સ્ટાર આ કિડ્ઝના (Star Kids) માતા-પિતાએ પણ કંઈક આવુ જ કર્યુ છે.તેણે આ બાળકનું ઈન્ટરનેટ પર એકાઉન્ટ બનાવ્યુ અને જોતજોતમાં આ બાળક સોશિયલ મીડિયાની દુનિયામાં ખુબ જ લોકપ્રિય થઈ ગયુ.

ટેણિયાના ફોલોઅર્સ જાણીને ચોંકી જશો !

સામાન્ય રીતે ઈન્ટરનેટ પર લોકોને મુસાફરી અને ખોરાકથી લઈને આરોગ્ય અને સુંદરતા સુધી તમામ વીડિયો પસંદ આવતા હોય છે.ત્યારે કોરોના સમયગાળા દરમિયાન આ એક વર્ષના બાળકનું તેના માતા-પિતાએ સોશિયલ મીડિયા (Social Media) પર એકાઉન્ટ બનાવ્યુ, નવાઈની વાત એ છે કે, માત્ર થોડા સમયગાળામાં આ બાળક ઈન્ટરનેટ પર ખુબ જ લોકપ્રિય થઈ ગયુ. એટલુ જ નહિ તેના ફોલોઅર્સમાં પણ ખાસ્સો વધારો જોવા મળ્યો.

શા માટે બાળક ટ્રાવેલિંગ કરે છે ?

આ બાળક ટ્રાવેલિંગ કરીને અધધ…….રૂપિયા કમાય છે 

મળતી માહિતી મુજબ, આ બાળકનું નામ બ્રિગ્સ છે અને તે અમેરિકામાં રહે છે.અમેરિકાના અલગ-અલગ સ્થળોની મુસાફરીલ કરતુ આ બાળક અત્યારસુધીમાં 45થી વધુ વાર ફ્લાઈટમાં ટ્રાવેલ (Flight Travelling) કરી ચૂક્યુ છે.આ બાળકને સોશિયલ મીડિયા પર ખુબ જ પસંદ કરવામાં આવે છે.માત્ર ઈન્સ્ટાગ્રામ પર જ તેના 32000થી વધુ ફોલોઅર્સ છે.તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ બાળક મહિને 75000 રૂપિયા ઈન્ટરનેટના માધ્યમથી કમાય છે.

તમને જણાવી દઈએ કે, શરૂઆતમાં બ્રિગ્સની માતા જેસે પાર્ટ ટાઈમ ટુરિસ્ટ્સ નામનો બ્લોગ શરૂ કર્યો હતો, બાદમાં તેણે મુસાફરી દરમિયાનના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાનુ શરૂ કર્યુ,જેમાં તેને ખુબ જ રિસ્પોન્સ મળ્યો.

 

આ પણ વાંચો: દિવાળીની સફાઇને લઇને સોશિયલ મીડિયામાં આવ્યુ મીમ્સનું પૂર, લોકો બોલ્યા ‘ઉંચા છોકરાઓની સિઝન આવી’

આ પણ વાંચો: વૃદ્ધ વ્યક્તિ સાથે જમીન પર બેસીને વાત કરતા જોવા મળ્યા IAS, લોકોએ કર્યા વખાણ

Click on your DTH Provider to Add TV9 Gujarati