પાકિસ્તાન-સિંધના મુખ્યમંત્રીને હોળી દિવાળી વચ્ચેનો ફરક ખબર નથી, દિવાળી પર હોળીની શુભેચ્છા પાઠવવા બદલ થયા ટ્રોલ

પાકિસ્તાન સ્થિત પત્રકાર મુર્તઝા સોલંગીએ હાલમાં ડિલીટ કરાયેલા ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું, 'પાકિસ્તાનમાં સૌથી વધુ હિન્દુઓ સિંધ પ્રાંતમાં છે.આવા ઘણા વિસ્તારો છે જ્યાં હિંદુ બહુમતીમાં છે.

પાકિસ્તાન-સિંધના મુખ્યમંત્રીને હોળી દિવાળી વચ્ચેનો ફરક ખબર નથી, દિવાળી પર હોળીની શુભેચ્છા પાઠવવા બદલ થયા ટ્રોલ
In Pakistan, the Chief Minister of Sindh congratulated Holi on Diwali.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 8:16 AM

શું પાકિસ્તાનમાં સિંધના મુખ્યમંત્રીએ દિવાળી પર નાગરિકોને શુભેચ્છા પાઠવવા હોળીનો સંદેશો પોસ્ટ કર્યો હતો? હા આ બિલકુલ સાચું છે. ચાલો તમને જણાવીએ કે 4 નવેમ્બરના રોજ સમગ્ર ભારતમાં દિવાળી ઉજવવામાં આવી હતી. બીજી તરફ પાકિસ્તાનમાં સિંધના મુખ્યમંત્રીએ બધાને હોળીની શુભેચ્છા પાઠવી હતી.

દિવાળીના અવસર પર, વિશ્વભરના ઘણા નેતાઓ અને રાજકારણીઓએ લોકોને શુભેચ્છા પાઠવવા દિવાળીની પોસ્ટ શેર કરી અને તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી. જો કે, પાકિસ્તાના પ્રાંત સિંધના મુખ્ય પ્રધાનના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કરાયેલ એક ટ્વિટે નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું હતું. તેમની આ પોસ્ટને કારણે તેઓ ટ્રોલ થયા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

દિવાળી પર, મુખ્યમંત્રી મુરાદ અલી શાહના ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી જેમાં લખ્યુ હતુ, ‘હેપ્પી હોળી’ જોકે ટ્વીટ હવે ડિલીટ કરવામાં આવ્યુ છે, પરંતુ નેટીઝન્સે પોસ્ટનો સ્ક્રીનશોટ લીધો અને તેને વાયરલ કર્યો, લોકોએ આ પોસ્ટ પર ઘણી પ્રતિક્રિયાઓ પણ શેર કરી.

પાકિસ્તાન સ્થિત પત્રકાર મુર્તઝા સોલંગીએ હાલમાં ડિલીટ કરાયેલા ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું, ‘પાકિસ્તાનમાં સૌથી વધુ હિન્દુઓ સિંધ પ્રાંતમાં છે.આવા ઘણા વિસ્તારો છે જ્યાં હિંદુ બહુમતીમાં છે. સિંધના સીએમ હાઉસના સ્ટાફને દિવાળી અને હોળી વચ્ચેનો તફાવત ખબર નથી તે ખૂબ જ દુઃખદ છે. ‘ પોસ્ટ ડિલીટ કરવા પર મોર્તઝાએ કહ્યું કે માફી માંગ્યા વગર પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી છે. આ કોઈ નાની ભૂલ નથી પણ મોટી ભૂલ છે. ભૂલો વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે અને સંસ્થા દ્વારા નહીં.

દિવાળીના અવસર પર, યુએસના પ્રેસિડેન્ટ જો બિડેન, યુએસ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, ઇઝરાયેલના વડા પ્રધાન નફતાલી બેનેટ, શ્રીલંકાના વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે અને અન્ય ઘણા નેતાઓએ ભારતીયોને દિવાળીની શુભેચ્છાઓ આપી હતી.

આ પણ વાંચો –

વિજય રૂપાણીનું મહત્વનું નિવેદન, કહ્યું “શરીરને ટકાવી રાખવા ઘણા વેજીટેરીયન ફૂડ છે, નોનવેજની જરૂર નથી”

આ પણ  વાંચો –

Delhi: કોરોના સામે લડવા કેબિનેટે 1,544 કરોડનું બજેટ કર્યું મંજૂર, CMએ કહ્યું ‘ત્રીજી લહેરની તૈયારી’

આ પણ વાંચો – 

IPS Sanjay Kumar : જાણો, સમીર વાનખેડેની જગ્યાએ આર્યન ખાન ડ્રગ કેસની તપાસ કરનાર સંજય કુમાર કોણ છે ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">