AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Plane Crash: ચીનમાં ક્રેશ થયેલા વિમાનમાં સવાર તમામ 132 લોકોના મોતની પુષ્ટિ, જાણો સમગ્ર વિગત

ચાઈના ડેલીએ સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆના સમાચારને ટાંકીને માહિતી આપી છે કે બીજું બ્લેક બોક્સ મળ્યું નથી. આ બ્લેક બોક્સ શોધવાથી તે દુર્ઘટનાના કારણ વિશે મહત્વપૂર્ણ સંકેત મળી શકે છે.

China Plane Crash: ચીનમાં ક્રેશ થયેલા વિમાનમાં સવાર તમામ 132 લોકોના મોતની પુષ્ટિ, જાણો સમગ્ર વિગત
china plane crash (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 7:20 AM
Share

China Plane Crash: ચીનના(China)  સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના  (Civil Aviation Administration) ડેપ્યુટી ડાયરેક્ટર હુ ઝેનજિયાંગે શનિવારે જણાવ્યુ હતુ કે, આ અઠવાડિયે ક્રેશ થયેલા ચાઈના ઈસ્ટર્ન પ્લેનના  (China Eastern Plane) તમામ 132 મુસાફરો અને ક્રૂના મૃત્યુ થયા છે. રોઈટર્સ અનુસાર હુ એ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યુ હતુ કે શોધ અને બચાવ ટીમે દુર્ઘટના સ્થળેથી 120 પીડિતોના DNA ની ઓળખ કરી હતી. જો કે અહેવાલો અનુસાર પ્લેનનું બીજું બ્લેક બોક્સ હજુ સુધી મળ્યુ નથી.

132 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો

ઉપરાંત ચાઈના ડેલીએ સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆના સમાચારને ટાંકીને માહિતી આપી છે કે બીજું બ્લેક બોક્સ મળ્યુ નથી. આ બ્લેક બોક્સની શોધથી દુર્ઘટનાના કારણ વિશે મહત્વપૂર્ણ સંકેત મળી શકે છે, જેમાં 132 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ‘કોકપિટ વોઈસ રેકોર્ડર’ (CVR) તરીકે પ્રાપ્ત થયેલ પ્રથમ બ્લેક બોક્સનું બેઈજિંગ સ્થિત લેબોરેટરીમાં વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

વિમાન પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયુ હતુ

તમને જણાવી દઈએ કે બીજુ બ્લેક બોક્સ પ્લેનના પાછળના ભાગમાં હતુ અને તેને ‘ફ્લાઈટ ડેટા રેકોર્ડર’ (FDR) તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. FDR એરક્રાફ્ટની ઝડપ, ઊંચાઈ અને દિશા તેમજ પાઈલટ દ્વારા લેવામાં આવેલી ક્રિયાઓ અને મહત્વપૂર્ણ સિસ્ટમોની કામગીરીને આ બોક્સ રેકોર્ડ કરે છે. ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સની ફ્લાઈટ MU5735, જે લગભગ 29,100 ફૂટની ઉંચાઈથી બે મિનિટ અને 15 સેકન્ડમાં 9,075 ફૂટની ઊંચાઈએ પહોંચી ગઈ હતી, બાદમાં તે પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયુ હતુ.

ચાઈના ઈસ્ટર્ન તેના તમામ બોઈંગ 737-800 બંધ કરાયા

ચીનના સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના એરક્રાફ્ટ સેફ્ટી ઓફિસના વડા ઝુ તાઓએ જણાવ્યુ હતુ કે, હાલમાં CVRના ડેટા સ્ટોરેજ યુનિટનો નાશ થયો હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. ચીનના પરિવહન મંત્રાલયે જણાવ્યું કે ચાઈના ઈસ્ટર્ને તેના તમામ બોઈંગ 737-800 બંધ કરી દીધા છે. જેને કારણે સ્થાનિક હવાઈ મુસાફરીમાં વિક્ષેપ સર્જાયો છે, કારણ કે 2020ની શરૂઆતમાં ચીનમાં કોવિડ -19 ફાટી નીકળવાના કારણે તે પહેલાથી જ અટકાવી દેવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો  : પુતિનના ‘કર્મો’ ની સજા ભોગવી રહ્યું છે રશિયાનું 198 વર્ષ જૂનું ઓક વૃક્ષ ! જાણો શું છે સમગ્ર મામલો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">