Pakistan : શું શાહબાઝ સરકાર પડી જશે ? ઈમરાન ખાનના આ પગલાથી પાકિસ્તાનમાં રાજકીય ખળભળાટ

|

Mar 21, 2024 | 10:07 PM

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વડા અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પાકિસ્તાનમાં સરકારના પતનને લઈને ઘણા કોન્ફિડન્ટ દેખાઈ રહ્યા છે. આ સિવાય તેમણે જેલમાંથી છૂટવાની વાત પણ કરી છે. તાજેતરમાં જ ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાનની વર્તમાન સરકાર ચાર-પાંચ મહિનાથી વધુ સત્તામાં નહીં રહે.

Pakistan : શું શાહબાઝ સરકાર પડી જશે ? ઈમરાન ખાનના આ પગલાથી પાકિસ્તાનમાં રાજકીય ખળભળાટ
Imran Khan

Follow us on

પાકિસ્તાનમાં આ મહિને નવી સરકારની રચના થઈ છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ (M)ના શાહબાઝ શરીફે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. સરકાર બન્યાને એક મહિનો પણ નથી થયો, પરંતુ માર્કેટમાં એવો માહોલ ઉભાો થયો છે કે સરકાર ટૂંક સમયમાં પડી શકે છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વડા અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પાકિસ્તાનમાં સરકારના પતનને લઈને ઘણા કોન્ફિડન્ટ દેખાઈ રહ્યા છે. આ સિવાય તેમણે જેલમાંથી છૂટવાની વાત પણ કરી છે.

તાજેતરમાં જ ઈમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાનની વર્તમાન સરકાર ચાર-પાંચ મહિનાથી વધુ સત્તામાં નહીં રહે. તેમણે એમ પણ કહ્યું હતું કે વર્તમાન સરકારના પતન પછી તેઓ ટૂંક સમયમાં અદિયાલા જેલમાંથી બહાર આવશે. અદિયાલા જેલમાં 190 મિલિયન યુરોના ભ્રષ્ટાચાર કેસની સુનાવણી બાદ પત્રકારો સાથે વાત કરતા ખાને દાવો કર્યો હતો કે તેમના કેસમાં નિર્ણય થઈ ચૂક્યો છે. તેમજ આ કાર્યવાહીને માત્ર ઔપચારિકતા તરીકે વર્ણવવામાં આવી હતી.

ઈમરાન ખાને શું કહ્યું ?

ઈમરાન ખાને કહ્યું કે તેમની સામે પેન્ડિંગ કેસ સંપૂર્ણપણે પાયાવિહોણો છે. તેમજ તેમની સામેના ભ્રષ્ટાચારના કેસ પર તેમણે કહ્યું કે સરકારી તિજોરીને કોઈ નુકશાન થયું નથી. તેમણે કહ્યું કે વર્તમાન સરકાર પાકિસ્તાનની સ્થિતિને ખરાબ કરશે. આ સરકાર પર ખેદ વ્યક્ત કરતા તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે દેશમાં આતંકવાદ વધશે.

રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!

પાકિસ્તાનની કથળતી સ્થિતિ

બીજી તરફ પાકિસ્તાનમાં આર્થિક સંકટ કેટલું ગંભીર છે તે સૌ જાણે છે. દેશની અર્થવ્યવસ્થા તેના સૌથી નીચા સ્તરે છે. પાકિસ્તાન પર એટલું દેવું છે કે દેશ તેને ચૂકવવા માટે IMF પાસેથી વધુ લોન લઈ રહ્યો છે. દેશની મોટી વસ્તી પણ ભૂખમરાથી પીડાઈ રહી છે. આવી સ્થિતિમાં દેશને પાટા પર લાવવાનો શાહબાઝ સરકાર માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.

દરેકના મનમાં એક પ્રશ્ન રહે છે કે શાહબાઝ પહેલેથી જ દેવામાં ડૂબેલા પાકિસ્તાનને પાટા પર કેવી રીતે લાવશે. ઈમરાન ખાને દાવો કર્યો છે કે શહેબાઝ શરીફને ટૂંક સમયમાં વિશ્વાસ મતનો સામનો કરવો પડી શકે છે.

Next Article