AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈમરાન ખાને OICમાં કાશ્મીરનો આલાપ્યો રાગ, કહ્યુ અમારું કોઈ સાંભળતુ નથી

ઈમરાન ખાને કહ્યું કે અમારી વસ્તી 150 કરોડ છે પરંતુ અમારો અવાજ કોઈ સાંભળતું નથી. અમે ફક્ત કાશ્મીર અને પેલેસ્ટાઈનના સામાન્ય લોકો અને માનવ અધિકારોની વાત કરી રહ્યા છીએ. પરંતુ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નિયમો તે લોકોની તરફેણમાં છે.

ઈમરાન ખાને OICમાં કાશ્મીરનો આલાપ્યો રાગ, કહ્યુ અમારું કોઈ સાંભળતુ નથી
Imran Khan, Prime Minister of Pakistan (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 7:09 PM
Share

પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) ફરી એકવાર ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન કાશ્મીરનો (Kashmir) રાગ આલાપ્યો છે. ઈમરાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાઈ રહેલી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની બેઠકમાં ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે આ દરમિયાન ચીનમાં ઉઇગર મુસ્લિમો પર થતા અત્યાચાર પર ઈમરાનખાનની બોલતી બંધ થઈ ગઈ હતી. જો કે હાલ પાકિસ્તાનમાં રાજકીય સંકટમાં ઘેરાયેલા ઈમરાન ખાને પોતાની હતાશા ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની બેઠકમાં કાઢતા કહ્યુ કે, કાશ્મીર મુદ્દે અમારી વાત કોઈ સાંભળતુ નથી.

સાઉદી અરેબિયાએ પણ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની (OIC) બેઠકમાં કાશ્મીરને લઈને નિવેદન આપ્યું હતું. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાને કહ્યું કે તેમનો દેશ કાશ્મીરના લોકોની સાથે છે. તેમણે કહ્યું કે અમે કાશ્મીર વિવાદના ન્યાયપૂર્ણ ઉકેલ સુધી પહોંચવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસને સમર્થન આપીએ છીએ.

ઈમરાને કહ્યું, કોઈ અમારુ સાંભળતું નથી

ઈમરાન ખાને કહ્યું છે કે અમારી વસ્તી 150 કરોડ છે પરંતુ અમારો અવાજ કોઈ સાંભળતું નથી. અમે ફક્ત કાશ્મીર અને પેલેસ્ટાઈનના સામાન્ય લોકો અને માનવ અધિકારોની વાત કરી રહ્યા છીએ. પરંતુ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નિયમો તે લોકોની તરફેણમાં છે. સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાઓ તેમના અધિકારોના સમર્થનમાં છે. આ સંસ્થાઓ લોકમત માંગે છે જેથી ત્યાંના લોકો પોતાનું ભવિષ્ય જાતે પસંદ કરી શકે, પરંતુ આ અધિકારો હજુ સુધી તેમને આપવામાં આવ્યા નથી.

‘મૂળભૂત મુદ્દાઓ પર સાથે આવવાની જરૂર’

ઈમરાન ખાને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની બેઠકમાં વધુમાં કહ્યું છે કે અધિકાર આપવાને બદલે તેમના અધિકારો છીનવાઈ રહ્યા છે. ભારતે 5 ઓગસ્ટ 2019 ના રોજ ગેરકાયદેસર રીતે કાશ્મીરીઓના વિશેષ અધિકારોને નાબૂદ કર્યા. પરંતુ આ મુદ્દે કંઈ થયું નહીં કારણ કે તેઓ કોઈ દબાણ અનુભવતા ન હતા. ભારતને લાગે છે કે તેઓ કોઈપણ ઠરાવ પસાર કરીને આગળ વધી શકે છે.

આપણામાં અંદોરઅંદર જ વિખવાદ : ઈમરાન ખાન

ઈમરાન ખાને પેલેસ્ટાઈન અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે અમે આ મુદ્દાઓ પર નિષ્ફળ રહ્યા છીએ. મને એ કહેતા દુ:ખ થાય છે કે અમે તેમના માટે કંઈ કરી શક્યા નથી. વિશ્વના શક્તિશાળી દેશો આપણને ગંભીરતાથી લેતા નથી. આપણે અંદરોઅંદર જ વિખરાયેલા છીએ અને તેઓ આ વાત સારી રીતે જાણે છે.

આ પણ વાંચોઃ

Gulf Investment Summit : કલમ 370 દુર થયા બાદ, જમ્મુ-કાશ્મીરમાં 27 હજાર કરોડનુ રોકાણ, 7 લાખ લોકોને મળશે રોજગાર

આ પણ વાંચોઃ

પંજાબમાં 35,000 હંગામી કર્મચારીઓને કાયમી કરાશે, ગ્રુપ C અને D ના કર્મચારીઓ માટે CM ભગવંત માનની મોટી જાહેરાત

Follow Us
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
g clip-path="url(#clip0_868_265)">