AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમીરોને મફતની સેવા આપવાનું બંધ કરો ! ટેક્સ વધારો, પાકિસ્તાનને IMFની સલાહ

IMF પાકિસ્તાનને તેના ટેક્સ વધારવાની વારંવાર સલાહ આપી રહ્યું છે. અમીરોને અપાતી સબસિડી બંધ કરવી જોઈએ. આ સલાહ આપતા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ કહ્યું કે જો પાકિસ્તાન એક દેશ તરીકે કામ કરવા ઈચ્છે છે તો તે કરવું જરૂરી છે.

અમીરોને મફતની સેવા આપવાનું બંધ કરો ! ટેક્સ વધારો, પાકિસ્તાનને IMFની સલાહ
અમીરોને મફતની સેવા આપવાનું બંધ કરો!Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 3:01 PM
Share

એવું લાગે છે કે IMF પણ પાકિસ્તાનની દુર્દશા પર દયા અનુભવે છે. એટલા માટે તેઓ વારંવાર આ દેશને ગરીબીમાંથી બહાર આવવાનું સૂચન કરી રહ્યા છે. જો કે, હજુ પણ તે પૈસા આપવા માટે તૈયાર નથી. પાકિસ્તાન પર પહેલાથી જ એટલુ દેવું બાકી છે, અને આ રીતે કોણ ફરીથી પૈસા આપવા તૈયાર થશે. IMF ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ સરકારને કેટલાક પગલા લેવા કહ્યું છે.

આ પણ વાચો: પંજાબમાં BSFની મોટી કાર્યવાહી, 21 દિવસોમાં 5 પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા

તેમણે કહ્યું છે કે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે વધુ કમાણી કરનારા લોકો ટેક્સ ચૂકવે. તેમણે કહ્યું કે, અમીરો માટે ટેક્સ વધારવો. માત્ર ગરીબોને જ સબસિડી મળે છે. આ સલાહ આપતા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ કહ્યું કે જો પાકિસ્તાન એક દેશ તરીકે કામ કરવા ઈચ્છે છે તો તે કરવું જરૂરી છે.

પાકિસ્તાને કડક પગલાં લેવા પડશે-IMF

IMF ચીફ ક્રિસ્ટાલિના જ્યોર્જીએવાએ શુક્રવારે જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદની બાજુમાં ડોઇશ વેલે સાથેની એક મુલાકાતમાં આ વાત કહી. તેમણે કહ્યું કે પાકિસ્તાને આવી ખતરનાક પરિસ્થિતિને ટાળવા માટે કડક પગલાં લેવાની જરૂર છે, જ્યાં તેને દેવાનું પુનર્ગઠન કરવાની જરૂર છે.

IMF ગરીબોને બચાવવા માંગે છે

ડૉન અનુસાર, તેમણે કહ્યું કે, IMF પાકિસ્તાનના ગરીબ લોકોને બચાવવા માંગે છે, પરંતુ અમીરોને સબસિડીનો લાભ મળવો જોઈએ નહીં. સબસિડી ગરીબોને આપવી જોઈએ. તેમણે કહ્યું કે, અમે જે માંગણીઓ કરી રહ્યા છીએ તે પાકિસ્તાનને એક દેશ તરીકે કાર્ય કરવા સક્ષમ બનાવવા માટે જરૂરી છે. તેણે આવી ખતરનાક પરિસ્થિતિમાં જવાથી બચવુ જોઈએ અને જ્યાં દેવાનું પુનર્ગઠન કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે જે લોકો જાહેર અથવા ખાનગી ક્ષેત્રમાં સારી કમાણી કરી રહ્યા છે, તેઓએ અર્થતંત્રમાં યોગદાન આપવું જોઈએ.

પાકિસ્તાનના લોકો પ્રત્યે મારી સંવેદના

મારું દિલ પાકિસ્તાનના લોકો માટે છે. દેશની એક તૃતીયાંશ વસ્તીને અસર કરતા પૂરથી તેઓ તબાહ થઈ ગયા છે. અમે બે બાબતો પર ભાર મુકીએ છીએ. સૌપ્રથમ, કરની આવક વધારવી, કારણ કે જેઓ સાર્વજનિક અથવા ખાનગી ક્ષેત્રોમાં સારી કમાણી કરી રહ્યા છે, તેઓએ અર્થતંત્રમાં યોગદાન આપવું જરૂરી છે. નંબર બે, સબસિડી ફક્ત એવા લોકોને જ આપવી જોઈએ, જેમને ખરેખર તેની જરૂર છે. એવું ન થવું જોઈએ કે સબસિડીનો લાભ ધનિકોને મળે.

આજે સરકાર બજેટ પાસ કરશે

200 મિલિયનથી વધુની વસ્તીમાંથી લગભગ 3.5 મિલિયન જ રિટર્ન ફાઇલ કરનારા છે. સરકાર IMF દ્વારા સૂચવવામાં આવેલા પગલાનો અમલ કરી રહી છે. મિનિ-બજેટ સરકાર દ્વારા અપેક્ષિત હતું, જેમાં 170 અબજ રૂપિયાનો વધારાનો ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો. સોમવારે નેશનલ એસેમ્બલી દ્વારા પસાર કરવામાં આવશે. IMF પ્રોગ્રામ હેઠળ, સરકારે પાવર સેક્ટર સબસિડી ખતમ કરી અને ખેડૂત પેકેજ સમાપ્ત કર્યું છે.

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">