AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ તો સેન્ય છે કે વેપારી પેઢી, વિવિધ વસ્તુઓ વેચવા માટે 50 કંપનીઓ ચલાવે છે પાકિસ્તાન આર્મી

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. આ આતંકી હુમલા પછી ભારતીય સરકારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનું નક્કી કર્યું છે. જો કે, એવામાં એક સવાલ એ છે કે પાકિસ્તાની સેના પાસે કેટલા પૈસા અને જમીન છે?

આ તો સેન્ય છે કે વેપારી પેઢી, વિવિધ વસ્તુઓ વેચવા માટે 50 કંપનીઓ ચલાવે છે પાકિસ્તાન આર્મી
| Updated on: Apr 30, 2025 | 4:59 PM
Share

પાકિસ્તાનમાં સેનાને સૌથી મોટું ભૂમિ માફિયા માનવામાં આવે છે અને દેશનો બિઝનેસ પણ સેના દ્વારા નિયંત્રિત થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન આર્મી લગભગ 50 કંપનીઓ ચલાવી રહી છે. આ માટે પાકિસ્તાની સેનાએ 5 ટ્રસ્ટ બનાવી છે. આમાં આર્મી વેલ્ફેર ટ્રસ્ટ, ફૌજી ફાઉન્ડેશન, શાહીન ફાઉન્ડેશન, બહરિયા ફાઉન્ડેશન અને ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીઝનો સમાવેશ થાય છે.

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. આ આતંકી હુમલા પછી ભારતીય સરકારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનું નક્કી કર્યું છે. જો કે, એવામાં એક સવાલ એ છે કે પાકિસ્તાની સેના પાસે કેટલા પૈસા અને જમીન છે ?

સેના લગભગ 50 કંપનીઓ ચલાવી રહી છે

પાકિસ્તાનમાં સેનાને સૌથી મોટું ભૂમિ માફિયા માનવામાં આવે છે અને દેશનો વ્યવસાય પણ સેના દ્વારા નિયંત્રિત થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન આર્મી લગભગ 50 કંપનીઓ ચલાવી રહી છે. પાકિસ્તાની સેનાએ 5 ટ્રસ્ટ બનાવી છે. જેમાં આર્મી વેલ્ફેર ટ્રસ્ટ, ફૌજી ફાઉન્ડેશન, શાહીન ફાઉન્ડેશન, બહરિયા ફાઉન્ડેશન અને ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીઝનો સમાવેશ થાય છે.

સેનાનો બિઝનેસ $40 બિલિયનનો

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાની સેના પેટ્રોલ પંપ, ઇન્ડસ્ટ્રિયલ પાર્ક, બેંકો, બેકરીઓ, શાળા-કોલેજો, વીમા, ખાતર, હોઝિયરી કંપનીઓ, ડેરી ફાર્મ અને સિમેન્ટ પ્લાન્ટ પણ ચલાવે છે. કહેવાય છે કે, બિઝનેસમાંથી મળતો નફો નિવૃત્ત સૈનિકોમાં વહેંચવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની સેનાનો વ્યવસાય લગભગ 40 અબજ ડોલરનો છે જે તેમના કુલ અર્થતંત્રના 10 ટકા જેટલો છે. આટલું જ નહીં, પાકિસ્તાન આર્મી દેશની સૌથી મોટી રિયલ એસ્ટેટ ડેવલપર પણ છે. દેશભરમાં તેમની પાસે 50થી વધુ હાઉસિંગ પ્રોજેક્ટ્સ છે.

ઇસ્લામાબાદમાં 16 હજાર એકર જમીન છે

સેના પાસે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં લગભગ 16 હજાર એકર અને કરાચીમાં 12 હજાર એકર જમીન છે. જ્યારે પણ દેશમાં કોઈ સૈન્ય અધિકારી નિવૃત્ત થાય છે, ત્યારે તેને ભેટ તરીકે પ્લોટ આપવામાં આવે છે. આ સિવાય દેશના 8 મોટા શહેરોમાં એટલે કે કરાચી, લાહોર, રાવલપિંડી, ઇસ્લામાબાદ, મુલતાન, ગુજરાંવાલા, બહાવલપુર, પેશાવર અને ક્વેટામાં ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીની પણ સ્થાપના કરવામાં આવી છે.

આર્મી વેલ્ફેર ટ્રસ્ટ 16 કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે, જ્યારે ફૌજી ફાઉન્ડેશન 15 કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે. વાયુસેનાનું શાહીન ટ્રસ્ટ 11 કંપનીઓ ચલાવે છે અને બહરિયા ફાઉન્ડેશન એ નિવૃત્ત નૌકાદળ અધિકારીઓનું ટ્રસ્ટ છે.

આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો. 

Follow Us
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
g clip-path="url(#clip0_868_265)">