શું 19 વર્ષની આતૂરતાનો આવશે અંત…પાકિસ્તાનની ગરીબી દૂર કરશે આ 6 મુસ્લિમ દેશ?
પાકિસ્તાન ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરી શકે છે. જે છેલ્લા 19 વર્ષથી પેન્ડિંગ છે. કાર્યકારી વાણિજ્ય પ્રધાન ગૌહર ઇજાઝની આગેવાની હેઠળના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે શનિવારે રિયાધમાં GCCના મુખ્ય વાટાઘાટકાર સાથે અંતિમ રાઉન્ડની ચર્ચા કરી હતી.

ગરીબ પાકિસ્તાન તેની ગરીબી ખતમ કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. પાકિસ્તાનમાં હાલમાં વચગાળાની સરકાર છે. પરંતુ તે મહત્વપૂર્ણ સોદા કરવામાં પણ વ્યસ્ત છે. પાકિસ્તાન સરકાર હવે મુસ્લિમ દેશો સાથે ડીલ કરવામાં વ્યસ્ત છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાન ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરી શકે છે. જે છેલ્લા 19 વર્ષથી પેન્ડિંગ છે. કાર્યકારી વાણિજ્ય પ્રધાન ગૌહર ઇજાઝની આગેવાની હેઠળના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે શનિવારે રિયાધમાં GCCના મુખ્ય વાટાઘાટકાર સાથે અંતિમ રાઉન્ડની ચર્ચા કરી હતી.
આ બેઠકનો ઉદ્દેશ્ય FTAના રોકાણ સેગમેન્ટને અંતિમ સ્વરૂપ આપવાનો હતો. એકવાર આના પર સહમતિ થઈ જાય પછી તેને GCC મંત્રીઓ સમક્ષ મૂકવામાં આવશે. GCCમાં સાઉદી અરેબિયા, કુવૈત, UAE, કતાર, બહેરીન અને ઓમાનનો સમાવેશ થાય છે. GCC સચિવાલયને છ સભ્ય દેશો વતી કરાર પર હસ્તાક્ષર કરવાનો અધિકાર છે. જો મંજૂર થાય છે, તો તે 15 વર્ષમાં GCC દ્વારા હસ્તાક્ષર કરાયેલ પ્રથમ વેપાર અને રોકાણ કરાર હશે.
2004થી કોઈ સમજૂતી થઈ નથી
મીડિયા સાથે વાત કરતાં ગૌહર ઇજાઝે જણાવ્યું હતું કે, આજે અમે રિયાધમાં GCC ટીમ સાથે FTAના રોકાણના પ્રકરણને અંતિમ સ્વરૂપ આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ આઠ મહિનાનો સમયગાળો ઉમેરીને ક્રમિક અભિગમ બનાવવામાં સફળ રહ્યા છે. આર્બિટ્રેશન માટે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જતા પહેલા બંને રોકાણકારો પરસ્પર વાટાઘાટો દ્વારા વિવાદોનો ઉકેલ લાવશે. પાકિસ્તાન સપ્ટેમ્બરમાં જીસીસી પર હસ્તાક્ષર કરવા સંમત થયું હતું. જો કે, સાઉદીએ કરારમાં રોકાણ પ્રકરણ ઉમેરવાની કોશિશ કરી હોવાને કારણે આ કરાર સ્થગિત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો ભૂટાનમાં ભારત સમર્થિત પીડીપી પાર્ટીની જીત, જાણો શા માટે ખાસ છે ચૂંટણી ?
આ પ્રકરણનો પ્રાથમિક ઉદ્દેશ્ય ખાસ કરીને રોકાણ-સંબંધિત વિવાદોના પતાવટ માટે સલામતી કલમનો સમાવેશ કરવાનો હતો. 2004થી પાકિસ્તાન GCC સાથે FTAની શક્યતાઓ શોધી રહ્યું છે. જો કે, અત્યાર સુધી માત્ર થોડા જ રાઉન્ડની વાતચીત થઈ છે. લાંબા સમય બાદ 2021માં ફરી એકવાર આ અંગે વાતચીત શરૂ થઈ છે. જો આ સમજૂતી થઈ જશે તો પાકિસ્તાન કોઈપણ ટેક્સ વગર પોતાનો સામાન આ દેશોમાં મોકલી શકશે. પરંતુ પ્રશ્ન એ છે કે આ કરારથી કોને ફાયદો થશે. કારણ કે GCC દેશો પાકિસ્તાનને મોટા પ્રમાણમાં તેલ વેચે છે. શક્ય છે કે તેઓને આનો લાભ મળે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો