AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ukraine Russia War : રશિયાના હુમલા પછીના ભયાનક દ્રશ્યનો વીડિયો વાયરલ

યુક્રેનના ખાર્કિવમાં થયેલો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો પડઘો 15 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વીડિયો સામે આવ્યા બાદ લોકોનું કહેવું છે કે 21મી સદીમાં આ બધું થઈ રહ્યું છે તે ખૂબ જ આશ્ચર્યની વાત છે.

Ukraine Russia War : રશિયાના હુમલા પછીના ભયાનક દ્રશ્યનો વીડિયો વાયરલ
Horrific video of bombing surfaces amid Ukraine Russia War
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 1:10 PM
Share

રશિયા અને યુક્રેન વચ્ચેનું વિધ્વંસક યુદ્ધ (Ukraine Russia War) સતત સાતમા દિવસે પણ ચાલુ છે. રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવ પછી બીજા સૌથી મોટા શહેર ખાર્કિવ (Kharkiv) પર પણ હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. રહેણાંક વિસ્તારોમાં પણ બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે. દરમિયાન, ખાર્કિવથી રશિયન હુમલાનો (Massive explosion) એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને જોઈને કોઈનું પણ હ્રદય કંપી ઉઠશે.

કહેવામાં આવી રહ્યું છે કે રશિયાએ ખાર્કિવ પાસે એક એરબેઝને નષ્ટ કરી દીધું. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો પડઘો 15 કિલોમીટર દૂર સુધીના લોકોએ સાંભળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે 21મી સદીમાં આ બધું થઈ રહ્યું છે તે ખૂબ જ આશ્ચર્યની વાત છે.

14 સેકન્ડની આ વીડિયો ક્લિપ ટ્વિટર પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ વીડિયો એક ઉંચી બિલ્ડિંગમાંથી શૂટ કરવામાં આવ્યો છે. વીડિયો ક્લિપમાં તમે જોઈ શક્શો કે અંધારી રાત હતી અને વાતાવરણ બોમ્બના અવાજથી ગુંજી ઉઠ્યુ હતુ. આ દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખું આકાશ ચમકી ઉઠ્યુ. તમે જોઈ શકો છો કે હુમલા પછી કેવી રીતે આગનો બલૂન મશરૂમની જેમ આગળ વધે છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, 15 કિમી દૂર બેઠેલા લોકોને પણ આ હુમલાનો ખતરો લાગ્યો હતો.

આ વીડિયો @itswpceo નામના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. થોડા કલાકો પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને 24 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને સતત રીટ્વીટ કરી રહ્યા છે.

આ વીડિયો જોયા બાદ ઘણા લોકોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે રશિયાએ વેક્યૂમ બોમ્બનો ઉપયોગ કર્યો છે,  આ સિવાય ઘણા યુઝર્સ નિર્દોષ લોકો પર હુમલો કરવા બદલ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ઉગ્ર શબ્દોમાં વખોડી કરી રહ્યા છે.

આ પણ વાંચો –

Suez Canal માંથી પસાર થવા માલવાહક જહાજોએ વધુ કિંમત ચૂકવવી પડશે, ટ્રાન્ઝિટ ચાર્જમાં 10 ટકાનો વધારો કરાયો

આ પણ વાંચો –

Russia-Ukraine War Live: રશિયા વિરૂદ્ધ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં યુક્રેન, પગલાં લેવાની માંગ, આવતા સપ્તાહે થશે સુનાવણી

આ પણ વાંચો –

Russia and Ukraine War: આજે રાત્રે 8.30 વાગ્યે UN મહાસભામાં મતદાન થશે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 193 દેશો સામેલ થશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">