ગપ્પા મારવા પર આવી ગયો પ્રતિબંધ! ગપ્પા મારતા પકડાતા ફટકારવામાં આવી રહ્યો છે 725 રુપિયાનો દંડ અને કરવી પડે છે ત્રણ કલાક જાહેર રસ્તાની સફાઈ
ગપ્પા મારતા લોકો પર કાર્યવાહી કરવામાં આવે તેવું પહેલીવાર સાંભળ્યું હશે પણ હા આ સાચી વાત છે. ફિલીપાઈન્સ દેશના બિનાલોનાન શહેરમાં ગપ્પાબાજી પર પ્રતિબંધ મુકી દેવાયો છે અને જો આમ કરતાં કોઈ પકડાઈ જાય તો તેને પર દંડની સાથે જાહેરમાં સફાઈ કરવાની સજા આપવામાં આવી રહી છે. ફિલીપાઈન્સ દેશના બિનાલોનાન શહેરમાં ગપ્પા મારવા પર પ્રતિબંધ […]
ગપ્પા મારતા લોકો પર કાર્યવાહી કરવામાં આવે તેવું પહેલીવાર સાંભળ્યું હશે પણ હા આ સાચી વાત છે. ફિલીપાઈન્સ દેશના બિનાલોનાન શહેરમાં ગપ્પાબાજી પર પ્રતિબંધ મુકી દેવાયો છે અને જો આમ કરતાં કોઈ પકડાઈ જાય તો તેને પર દંડની સાથે જાહેરમાં સફાઈ કરવાની સજા આપવામાં આવી રહી છે.
ફિલીપાઈન્સ દેશના બિનાલોનાન શહેરમાં ગપ્પા મારવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે અને આ કાયદો 1મેથી કાર્યરત પણ થઈ ગયો છે. જો જાહેરમાં કોઈ નવરા બેસીને ગપ્પા મારે તો તેની પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગપ્પા મારતા પકડાઈ જતાં 725 રુપિયા દંડની સાથે ત્રણ કલાક જાહેર રસ્તો સાફ કરવો પડે છે.
શા માટે આવો અજીબ પ્રતિબંધ?
આ નિયમને બિનાલોનાન શહેરના મેયદ દ્વારા પારિત કરાયો છે અને કહેવામાં આવ્યું છે કે ગરમીમાં નવરા બેસીને લોકો ગપ્પા મારે છે. લોકો બેસીને એકબીજાના જીવન, અફેયર્સ વિશે વાતો કરે છે અને અંતે તો ઝઘડાઓ જ થાય છે. આવા વાદ-વિવાદ ન થાય અને શહેરમાં શાંતિ જળવાઈ તે માટે આ નિયમ બનાવવામાં આવ્યો. જોકે રાત્રિના 10 વાગ્યા પછી ગપ્પા મારવા પર કોઈ જ પ્રતિબંધ લગાવાયો નથી.
તંત્રએ માત્ર નિયમ જ નથી બનાવ્યો પણ આકરી કાર્યવાહી પણ કરી છે. એક વ્યક્તિ બીજી વખત ગપ્પા મારતા પકડાયો તો તેની પાસે 725ના બદલે 1350 રુપિયાનો દંડ વસૂલાયો છે. મેયરના કહેવા પ્રમાણે આ નિયમ બાદ લોકોના વિવાદ અને મારપીટના કેસોમાં ઘટાડો થયો છે. છેલ્લાં 6 દિવસોમાં ગપ્પા મારનારા ઘણાં લોકોને દંડિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: જે કપડાના લીધે અભિનેત્રી પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે તેની કિંમત જાણીને તમારા હોંશ ઉડી જશે!
કેલિફોર્નિયા યુનિવર્સિટીના એક સંશોધન મુજબ લોકો એક દિવસમાં 52 મિનિટ જેટલાં ગપ્પા મારે છે અને વધારે કમાનાર લોકો વધારે ગપ્પા જ્યારે ઓછું કમાનાર લોકો ઓછા ગપ્પા મારે છે તે પણ સંશોધનમાં જાણવા મળ્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]