ટ્રમ્પની તાકાતની પરવા કર્યા વિના તેની સામે કેસ કરનાર ગૈવિન ન્યુસમ કોણ છે? શા માટે તેઓ ટ્રમ્પની સામે પડ્યા છે?- વાંચો
Gavin Newsom: વિશ્વના સૌથી મોંઘા એવા અમેરિકાના લોસ એન્જેલસ શહેરમા ભડકેલી હિંસા બાદ ગૈવિન ન્યુસમે ટ્રમ્પની સામે કેસ કર્યો છે. શહેરમાં હિંસા, આગચંપી અને ગોળીબારની ઘટના બાદ ટ્રમ્પે ત્યાં નેશનલ ગાર્ડને તૈનાત કર્યા છે. ટ્રમ્પે કેલિફોર્નિયાના ગવર્નર કે મેયરને વિશ્વાસમાં લીધા વિના આ નિર્ણય કર્યો છે. જે બાદ ગૈવિન ન્યુસમ ટ્રમ્પની સામે પડ્યા છે.

અમેરિકાનું એક મહત્વપૂર્ણ શહેર લોસ એન્જલસ હાલમાં હિંસાનો ભોગ બની રહ્યું છે. ત્યાં આગચંપી, તોડફોડ અને ગોળીબારને કારણે ઘણું નુકસાન થયું છે. જ્યારે કેટલાક લોકોના મોત થયા હોવાની પણ આશંકા છે. હાલ ત્યાંની સ્થિતિ અત્યત તણાવગ્રસ્ત છે. આ ઘટના બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોસ એન્જેલસ શહેરમાં 4 હજારથી વધુ ગાર્ડ તૈનાત કરી દીધા છે. આ નિર્ણય લેતી વખતે રાષ્ટ્રપતિએ કેલિફોર્નિયા રાજ્યના ગવર્નર કે લોસ એન્જલસના મેયરને પણ વિશ્વાસમાં લીધા ન હતા. જેના પરિણામે શહેરની સાથે રાજ્યના અલગ- અલગ વિસ્તારોમાં પણ તણાવ ફેલાઈ ગયયો. ટ્રમ્પના આ એકતરફા નિર્ણયથી ઉશ્કેરાયેલા કેલિફોર્નયાના ગવર્નર ગૈવિન ન્યૂસમે ટ્રમ્પની સામે કેસ દખલ કરી દીધો છે. તેમના આ નિર્ણયથી સમગ્ર અમેરિકા એક રીતે સ્તબ્ધ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે કેસ દાખલ કર્યા બાદ અચાનક ગૈવિન ટ્રેન્ડ કરવા લાગ્યા છે. એવામાં સવાલ એ ઉઠે...