On this Day: 2002માં આજના દિવસે જ ગોધરા સ્ટેશન પર ટોળાએ સાબરમતી એક્સપ્રેસમાં લગાવી હતી આગ, 59 કાર સેવકો માર્યા ગયા હતા

2009માં આ દિવસે યુએસ પ્રમુખ બરાક ઓબામાએ જાહેરાત કરી હતી કે ઓગસ્ટ 2010 સુધીમાં તમામ લડાયક દળો ઇરાકમાંથી પાછી ખેંચી લેવામાં આવશે અને બાકીના સૈનિકો 2011ના અંત સુધીમાં સ્વદેશ પાછા ફરશે.

On this Day: 2002માં આજના દિવસે જ ગોધરા સ્ટેશન પર ટોળાએ સાબરમતી એક્સપ્રેસમાં લગાવી હતી આગ, 59 કાર સેવકો માર્યા ગયા હતા
ગોધરા કાંડ વખતે સાબરમતી એક્સપ્રેસમાં લગાવાઈ હતી આગ (ફાઇલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 7:31 AM

History of the Day: વર્ષના બીજા મહિનાનો 27મો દિવસ એક દુઃખદ ઘટના સાથે ઈતિહાસના પાનાઓમાં નોંધાયેલ છે (History). 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ઉગ્ર ટોળાએ ગુજરાત (Gujarat)ના ગોધરા (Godhra) સ્ટેશનથી નીકળેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેન (Sabarmati Express)ને આગ (Fire) ચાંપી દીધી હતી. આ ભયાનક આગમાં 59 લોકોના મોત થયા હતા. અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ગોધરા સ્ટેશનથી શરૂ થઈ રહી હતી, ત્યારે કોઈએ ચેઈન ખેંચીને ટ્રેનને રોકી હતી અને પછી પથ્થરમારો કરીને ટ્રેનના કોચને આગ ચાંપી દીધી હતી.

ટ્રેનમાં સવાર લોકો હિંદુ યાત્રીઓ હતા અને અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા. આ ઘટના બાદ ગુજરાતમાં કોમી હિંસા ફાટી નીકળી હતી અને જાનમાલનું ભારે નુકસાન થયું હતું. સ્થિતિ એટલી બગડી કે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)ને જનતાને શાંતિની અપીલ કરવી પડી.

દેશ અને વિશ્વના ઈતિહાસમાં 27 ફેબ્રુઆરીની તારીખે નોંધાયેલી અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ

  1.  1854: ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ઝાંસી પર કબજો કર્યો.
  2. 1931: દેશના મહાન ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની ચંદ્રશેખર આઝાદે બ્રિટિશ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ધરપકડ ટાળવા માટે અલ્ફ્રેડ પાર્ક, અલ્હાબાદમાં પોતાને ગોળી મારી દીધી.
  3. ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
    સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
    Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
    Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
    આજનું રાશિફળ તારીખ : 19-01-2025
    Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
  4. 1953: ભવિષ્યની પેઢીઓ માટે અંગ્રેજી ભાષાને સરળ બનાવવાના આશયથી યુકેની સંસદમાં ‘સ્પેલિંગ બિલ’ની દરખાસ્ત કરવામાં આવી.
  5. 1991: યુએસ પ્રમુખ જ્યોર્જ બુશે પર્સિયન ગલ્ફ યુદ્ધમાં વિજયની ઘોષણા સાથે યુદ્ધવિરામની ઘોષણા કરી.
  6. 1999: નાઇજીરીયામાં 15 વર્ષમાં પ્રથમ વખત નાગરિક શાસકની પસંદગી માટે મતદાન. લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા ઉમટી પડ્યા હતા.
  7. 2002: ગુજરાતમાં અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસને ગોધરા સ્ટેશન પર ટોળાએ સળગાવી દીધી. 59 કાર સેવકોનું મૃત્યુ.
  8. 2009: યુએસ પ્રમુખ બરાક ઓબામાએ જાહેરાત કરી કે ઓગસ્ટ 2010 સુધીમાં તમામ લડાયક દળોને ઇરાકમાંથી પાછી ખેંચી લેવામાં આવશે અને બાકીના સૈનિકો 2011ના અંત સુધીમાં સ્વદેશ પરત ફરશે.
  9. 2010: ચિલીમાં 8.8ની તીવ્રતાનો તીવ્ર ધરતીકંપ અને સુનામીના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી સર્જાઈ. તેને છેલ્લા 50 વર્ષમાં આ વિસ્તારમાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ ગણાવાયો હતો.

આ પણ વાંચો: અમદાવાદના સાંતેજ વિસ્તારમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો

આ પણ વાંચો: UP Election 2022: આજે પાંચમાં તબક્કા માટે મતદાન, 12 જિલ્લાની 61 બેઠકો માટે મતદારો તૈયાર, વાંચો – VIP બેઠકોની શું છે સ્થિતિ?

g clip-path="url(#clip0_868_265)">