AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi France visit: અમેરિકાથી બે ડગલાં આગળ ફ્રાન્સ, PM મોદીના પેરિસ પ્રવાસ પહેલા આપી આ મોટી ઓફર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 જુલાઈએ ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચશે. બીજા દિવસે એટલે કે 14 જુલાઈના રોજ બેસ્ટિલ ડેની ઉજવણીમાં હાજરી આપશે. બેસ્ટિલ પરેડમાં ભારતનું રાફેલ ફાઈટર એરક્રાફ્ટ પણ ભાગ લઈ રહ્યું છે.

PM Modi France visit: અમેરિકાથી બે ડગલાં આગળ ફ્રાન્સ, PM મોદીના પેરિસ પ્રવાસ પહેલા આપી આ મોટી ઓફર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 1:13 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેરિસની બે દિવસીય મુલાકાત પહેલા ફ્રાન્સે ભારતને મોટી ઓફર કરી છે. ફ્રાન્સે યુએસ અને ભારત વચ્ચે GE-414 એન્જીન ડીલ કરતાં ઘણા પગલાં આગળ ઓફર કર્યા છે. ફ્રાંસ સરકારે ભારતને સંયુક્ત રીતે આવા એન્જિનની ડિઝાઇન, વિકાસ, પરીક્ષણ અને પ્રમાણિત કરવાની દરખાસ્ત કરી છે. ફ્રાન્સની તરફથી આ પ્રસ્તાવને ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જો આ સોદો ડીલ થઈ જશે, તો તે ભારતના ટ્વીન એન્જિન ફાઈટર જેટ્સ તેમજ એરક્રાફ્ટ કેરિયર્સથી સંચાલિત ફાઈટર જેટ્સને મદદ કરશે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

હિંદુસ્તાન ટાઈમ્સે તેના સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ફ્રાન્સ દ્વારા પ્રસ્તાવિત 100 ટકા ટેક્નોલોજી ટ્રાન્સફર યુએસ ઈન્ટરનેશનલ ટ્રેડ ઈન આર્મ્સ રેગ્યુલેશન (ITAR)થી મુક્ત છે અને પ્રસ્તાવિત 110 કિલો ન્યૂટન એન્જિન સંપૂર્ણપણે મેડ ઈન ઈન્ડિયા હશે, એટલે કે માત્ર ભારતમાં જ એન્જિનનું ઉત્પાદન કરવામાં આવશે. DRDOના વડા ડૉ. સમીર વી કામતે તાજેતરમાં પૂરા થયેલા પેરિસ એર શો દરમિયાન સફરન એન્જિન ફેક્ટરી અને સંશોધન અને વિકાસ કેન્દ્રની ખાસ મુલાકાત લીધી હતી.

રિપોર્ટ અનુસાર ફ્રાંસના પ્રસ્તાવને લઈને બંને દેશોના રક્ષા મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે ચર્ચા ચાલી રહી છે. જણાવી દઈએ કે પીએમ મોદી 13 જુલાઈએ બપોરે બે દિવસની મુલાકાતે પેરિસ પહોંચશે. પીએમ મોદી 13 જુલાઈએ જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરે તેવી શક્યતા છે. બીજા દિવસે એટલે કે 14 જુલાઈએ પીએમ મોદી બેસ્ટિલ ડેની ઉજવણીમાં હાજરી આપશે. ભારતીય વાયુસેનાના રાફેલ ફાઈટર એરક્રાફ્ટ પણ બેસ્ટિલ ડે ફ્લાય-પાસ્ટમાં ભાગ લેશે.

અમેરિકનની GE એરોસ્પેસ સાથે કરાર

તમને જણાવી દઈએ કે પીએમ મોદી તાજેતરમાં અમેરિકાના પ્રવાસે ગયા હતા. જ્યાં સંરક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે ભારત અને અમેરિકા વચ્ચે ઘણા કરાર થયા હતા. આમાં સૌથી મહત્વનો કરાર ભારતમાં અમેરિકાની GE એરોસ્પેસ કંપનીનો એન્જિન પ્લાન્ટ સ્થાપવાનો હતો. આ કરાર બાદ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ફાઈટર જેટ્સના એન્જિન હવે ભારતમાં જ બનશે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ આમાં GEને મદદ કરશે. GE અને HALની મદદથી બનેલા જેટ્સ એન્જિનનો ઉપયોગ ભારતના સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ તેજસ-MK-IIમાં કરવામાં આવશે.

આ પણ વાંચો : France Protest: ફ્રાન્સમાં હિંસામાં 200 પોલીસકર્મીઓ ઘાયલ, 1300ની ધરપકડ, સેંકડો ઘરોને આગ લગાવી

આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે ફ્રાન્સના પ્રસ્તાવ પર ભારતનું વલણ શું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફ્રેન્ચ ડીલ અમેરિકાની તુલનામાં ભારત માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે, સરકારે અત્યાર સુધી ફ્રાન્સના પ્રસ્તાવ પર મૌન સેવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ફ્રાન્સના પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">