AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Army vs Government : પાકિસ્તાનમાં ખાવાના મુદ્દે સેનાનો સરકાર સામે બળવો, સેનાએ સરકારને આપી ધમકી

પાકિસ્તાનની ગરીબીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લોકો સમજ્યા પણ તેના જવાનો પાસે પણ ખાવા માટે પણ અનાજ નથી. પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓએ કહ્યું છે કે આર્મી મેસમાં મોટા પ્રમાણમાં કાપ મુકવામાં આવ્યો છે. સેના પોતાના સૈનિકોને બે સમયનું ભોજન આપી શકે તેવી સ્થિતિમાં નથી, જો વધુ કાપ મૂકવામાં આવશે તો ઓપરેશન બંધ કરવું પડશે.

Army vs Government : પાકિસ્તાનમાં ખાવાના મુદ્દે સેનાનો સરકાર સામે બળવો, સેનાએ સરકારને આપી ધમકી
પાકિસ્તાનની સેનાએ સરકાર સામે બાયો ચઢાવીImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2023 | 3:41 PM
Share

પાકિસ્તાનમાં વધતી મોંઘવારી અને ગરીબીની અસર સેના પર પણ દેખાવા લાગી છે. પાકિસ્તાન એટલું ગરીબ થઈ ગયું છે કે તેની પાસે સેનાને ખવડાવવા માટે ખાવાનું પણ નથી. પાકિસ્તાની સેનાના અધિકારીઓએ કહ્યું છે કે, પહેલાથી સેનાના ખાવા પર ઘણો ઘટાડો થયો છે, હવે સૈનિકોને પૂરતુ જમવા માટે પણ નથી મળી રહ્યું છે.

ખાદ્ય પુરવઠો અને લોજિસ્ટિક્સ બંધ થઈ જશે તો કંઈક વિચારવું પડશે ? શું સેનાની કામગીરી બંધ કરી દેવી જોઈએ. અફઘાનિસ્તાન સરહદ પર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા વધતા હુમલાઓ વચ્ચે પાકિસ્તાન આર્મી અને તેના અર્ધલશ્કરી દળો દેશભરમાં વિવિધ કામગીરીમાં સરહદો પર ડ્યુટી પર છે.

આ પણ વાચો: હવે તો તાલિબાનો પણ પાકિસ્તાનની મજા લઇ રહ્યા છે, અનાજની હજારો ટ્રકો સરહદ પર રોકી દેવાઇ

ટોચના સૈન્ય કમાન્ડર – QMG, CLS અને DG MOએ આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાથે ખાદ્ય પુરવઠાના મુદ્દાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમને દેશની સુરક્ષાની સ્થિતિ અને ચાલી રહેલી સૈન્ય કાર્યવાહી વિશે માહિતી આપી હતી. QMGએ ચીફ ઓફ લોજિસ્ટિક્સ સ્ટાફ (CLS) અને ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DG MO) સાથે ખાદ્ય પુરવઠા અને લોજિસ્ટિક્સના મુદ્દાઓ પર ચર્ચા કરી છે.

અપુરતા જથ્થાના કારણે બે વખત પણ ખાવા મળતુ નથી

એક ટોચના સૈન્ય સૂત્રએ જણાવ્યું હતું કે, વધતી જતી મોંઘવારી અને વિશેષ ભંડોળમાં કાપ વચ્ચે સેના સૈનિકોને બે વખત યોગ્ય રીતે ખવડાવી શકતી નથી. ડીજી મિલિટરી ઓપરેશન્સે કહ્યું કે, સૈનિકોને વધુ ખોરાક અને વિશેષ ભંડોળની જરૂર છે. લશ્કર લોજિસ્ટિક્સ અને સપ્લાયમાં વધુ કાપ મૂકવાની સ્થિતિમાં નથી જેથી કામગીરીને અટકાવી શકે છે.

તમામ માંગણીઓ તાત્કાલિક ધોરણે આર્મી માટે પૂરી કરવામાં આવે

આર્મી ચીફ મુનીરે QMG, CLS અને DG MO ને એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે કે રક્ષા મંત્રાલય તરફથી ખાદ્ય પુરવઠો અને ભંડોળ સહિતની તમામ માંગણીઓ તાત્કાલિક ધોરણે આર્મી માટે પૂરી કરવામાં આવે. બજેટ 2022-23 મુજબ, સંરક્ષણ ખર્ચ માટે 1.52 ટ્રિલિયન રૂપિયા (લગભગ $7.5 બિલિયન) ફાળવવામાં આવ્યા છે, જે કુલ વર્તમાન ખર્ચના 17.5% છે, અને પાછલા નાણાકીય વર્ષ કરતાં 11.16% વધુ છે. પાકિસ્તાની સેના વાર્ષિક સરેરાશ 13,400 ડોલર પ્રતિ સૈનિક ખર્ચ કરે છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">