AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron: પાકિસ્તાનમાં મળ્યો કોરોનાના નવા વેરિએન્ટ ઓમીક્રોનનો પ્રથમ કેસ, જીનોમ સિક્વન્સિંગ દ્વારા થઈ પુષ્ટિ

નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટરે એક ટ્વીટ કરી કહ્યું 'ઈસ્લામાબાદના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ' આ વાતની પુષ્ટી કરવામાં સક્ષમ છે કે કરાચીથી તાજેતરમાં જ શંકાસ્પદ સેમ્પલ વાસ્તવમાં Sars-cov2નું ઓમીક્રોન વેરિએન્ટ છે.

Omicron: પાકિસ્તાનમાં મળ્યો કોરોનાના નવા વેરિએન્ટ ઓમીક્રોનનો પ્રથમ કેસ, જીનોમ સિક્વન્સિંગ દ્વારા થઈ પુષ્ટિ
પ્રતિકાત્મક ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 5:53 PM
Share

પાકિસ્તાન (Pakistan)માં પણ કોરોનાના નવા વેરિએન્ટ ઓમીક્રોને (Omicron) એન્ટ્રી કરી લીધી છે. કરાચીમાં એક દર્દી ઓમીક્રોનથી સંક્રમિત મળ્યો છે. આગા ખાન યુનિવર્સિટી હોસ્પિટલે સોમવારે જણાવ્યું કે જીનોમ સિક્વન્સિંગના માધ્યમથી એક દર્દીમાં નવા કોરોના વાઈરસના વેરિએન્ટની જાણ થઈ છે. આ જાણકારી સ્થાનિક મીડિયા દ્વારા સામે આવી છે.

ત્યારબાદ નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટરે એક ટ્વીટ કરી કહ્યું ‘ઈસ્લામાબાદના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ’ આ વાતની પુષ્ટી કરવામાં સક્ષમ છે કે કરાચીથી તાજેતરમાં જ શંકાસ્પદ સેમ્પલ વાસ્તવમાં Sars-cov2નું ઓમીક્રોન વેરિએન્ટ છે. આ પ્રથમ કેસની પુષ્ટી થઈ છે પણ કેસની ઓળખ કરવા માટે સેમ્પલ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

અગાઉ, પાકિસ્તાનમાં પ્રાંતીય સિંધ આરોગ્ય વિભાગ અને આગા ખાન યુનિવર્સિટી હોસ્પિટલના અધિકારીઓએ કરાચીમાં COVID-19ના ઓમિક્રોન પ્રકારનો ‘અત્યંત શંકાસ્પદ’ કેસ શોધવાની જાહેરાત કરી હતી. સિંધ પ્રાંતની સ્વાસ્થ્ય મંત્રી ડૉ. અજરા ફઝલ પુચુહોએ કહ્યું હતું કે દર્દીની ઉંમર 57 વર્ષ છે પણ સ્થાનિક સમાચાર ચેનલોએ જણાવ્યું કે સારવાર માટે એક ખાનગી હોસ્પિટલ ગયેલી મહિલાની ઉંમર લગભગ 65 વર્ષ છે.

મહિલાએ નથી લગાવડાવી કોરોના વેક્સિન

સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે દર્દીમાં સંક્રમણના કોઈ લક્ષણ નથી અને તેને ઘરમાં અલગ રહેવા માટે કહેવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે ઓમીક્રોન ખુબ જ ચેપી છે પણ દક્ષિણ આફ્રિકાથી આવી રહેલા હાલના સમાચારોમાં કોઈ મોત કે ગંભીર રૂપથી બિમાર થવાની જાણકારી નથી. દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આ મહિલાએ કોરોનાની રસી લીધી નથી. આ કેસ એ સમયે સામે આવ્યો છે કે જ્યારે દુનિયાભરમાં મોટી સંખ્યામાં ઓમીક્રોનના કેસ સામે આવી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને આશા છે કે આ સંખ્યા વધતી રહેશે.

હાલમાં જ જિનેવામાં WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસે ઓમિક્રોનના વધતા કેસ વિશે જણાવ્યું કે અન્ય પ્રકારોની તુલનામાં વૃદ્ધિનો ચોક્કસ દર નક્કી કરવો મુશ્કેલ છે. દક્ષિણ આફ્રિકાના કેટલાક ડેટા ઓમિક્રોન સાથે ફરીથી ચેપ લાગવાનું જોખમ સૂચવે છે તેમ છતાં, હજુ પણ વધુ ડેટાની જરૂર છે. નિષ્ણાંતોનું માનવું છે કે ડેલ્ટાની તુલનામાં વેરિએન્ટ પણ હળવા રોગનું કારણ બની શકે છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ જવાબ મળ્યો નથી.

આ પણ વાંચો: દક્ષિણ આફ્રિકામાં Omicronનો પ્રકોપ! રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા પણ થયા સંક્રમિત, 24 કલાકમાં નોંધાયા કોરોનાના 37000થી વધુ કેસ

આ પણ વાંચો: Iran: ઈરાન ટૂંક સમયમાં સ્પેસ મિશન શરૂ કરશે, નિષ્ણાતો અને સેટેલાઇટ ફોટા દ્વારા મળ્યા સંકેત

Follow Us
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
g clip-path="url(#clip0_868_265)">