Firing in US: અમેરીકાના ડેનવરમાં ગોળીબાર, કુલ ચાર લોકોના થયા મોત

|

Dec 28, 2021 | 5:05 PM

અમેરીકાના ડેનવરમાં ગોળીબારની ઘટના સામે આવી છે. બંદૂકધારીની ગોળી વાગવાથી આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. આ સિવાય એક અધિકારી ઘાયલ થયો છે, જેની સારવાર ચાલી રહી છે.

Firing in US: અમેરીકાના ડેનવરમાં ગોળીબાર, કુલ ચાર લોકોના થયા મોત
અમેરીકામાં ફાયરિંગની ઘટના

Follow us on

અમેરીકા (America)ના ડેનવરમાં (Denver, USA) એક બંદૂકધારીએ ગોળીમારી ચાર (Firing in Denver) લોકોની હત્યા કરી અને એક અધિકારીને ઘાયલ કર્યો છે. પોલીસે સોમવારે આ જાણકારી આપી છે. સમાચાર અનુસાર લેકવુડ પોલીસે જણાવ્યું કે સોમવારે અધિકારીઓ અને શંકાસ્પદ વચ્ચે થયેલા ફાયરિંગમાં હુમલાખોરનું પણ મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે ઘાયલ અધિકારીની હાલત સ્થિર છે. ડેનવર પોલીસ ડિપાર્ટમેન્ટના ચીફ પોલ પાઈઝેને જણાવ્યું હતું કે હુમલાખોરને ગોળી વાગી હતી.

 

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અમેરીકામાં ગોળીબારના સમાચાર સામે આવ્યા છે. આ પહેલા પણ દેશના અનેક વિસ્તારોમાં ગોળીબારના કારણે મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા છે. રિપોર્ટ અનુસાર કોરોના મહામારીની શરૂઆતમાં અમેરિકામાં પણ બંદૂકના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. 2020 અમેરીકા માટે અત્યાર સુધીનું સૌથી હિંસક વર્ષ રહ્યું છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

આ પહેલા ટેક્સાસની એક સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબારમાં અનેક લોકો ઘાયલ થયા હતા. આ ગોળીબાર આર્લિંગ્ટનની ટિમ્બરવ્યુ હાઈસ્કૂલમાં થયો હતો. પોલીસ સૂત્રોને ટાંકીને સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ઓછામાં ઓછા ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

ગન કલ્ચર છે જવાબદાર

અમેરીકન નાગરીકો પાસે જેટલી બંદૂકો છે તેટલી દુનિયાના કોઈ પણ દેશના નાગરીકો પાસે નથી. એ કહેવું ખોટું નહીં હોય કે અમેરીકા દુનિયાનો સૌથી મોટો બંદૂકબાજ દેશ છે. અમેરીકામાં 64 ટકા લોકો બંદૂકને કારણે મૃત્યુ પામે છે. એક રિપોર્ટ પ્રમાણે અમેરીકામાં દર વર્ષે લગભગ 13 હજાર લોકોનો જીવ બંદૂકને કારણે જાય છે. અમેરીકાના નેવાદાના બંધારણ મુજબ દરેક નાગરીકને પોતાની સુરક્ષા અને બચાવ માટે બંદૂક રાખવાનો અધિકાર છે. 21 વર્ષથી વધુ ઉંમરના લોકો ખૂબ જ સરળતાથી બંદૂક ખરીદી શકે છે.

 

 

આ પણ વાંચો –GANDHINAGAR : કોરોના સંદર્ભે મહાનગરો અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્ય સચિવની સમીક્ષા બેઠક, વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી જરૂરી માર્ગદર્શન અપાયું

આ પણ વાંચો –Omicron Crisis : દિલ્હીમાં યલો એલર્ટ ! સ્કુલ કોલેજ, મલ્ટીપ્લેક્સ-બેન્ક્વેટ હોલ, જીમ બંધ, જાણો શું રહેશે ખુલ્લું ?

આ પણ વાંચો –Maharashtra: શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ થયા કોરોના સંક્રમિત, સંપર્કમાં આવેલા તમામ લોકોને સાવચેત રહેવા કરી અપીલ

Next Article