AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GANDHINAGAR : કોરોના સંદર્ભે મુખ્ય સચિવની સમીક્ષા બેઠક, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અને ધન્વંતરિ- સંજીવની રથના મોનિટરિંગની સૂચના અપાઇ

રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ અને તેના સંક્રમણને અટકાવવા માટે જે પગલાં લેવાઇ રહ્યાં છે તેની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યની હોસ્પિટલોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બેડની સંખ્યા, ઓક્સિજનની સુવિધા, વેન્ટિલેટર, માસ્ક, PPE (પર્સનલ પ્રોટેક્ટ ઇક્વિપમેન્ટ) , સેનિટાઈઝર્સ અને આવશ્યક દવાઓના પૂરતી માત્રામાં જથ્થા સંદર્ભે સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

GANDHINAGAR : કોરોના સંદર્ભે મુખ્ય સચિવની સમીક્ષા બેઠક, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અને ધન્વંતરિ- સંજીવની રથના મોનિટરિંગની સૂચના અપાઇ
કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 4:30 PM
Share

કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે રાજ્યના મહાનગરો અને જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્ય સચિવ પંકજ કુમારની સમીક્ષા બેઠક યોજાઇ. જેમાં દરેક જિલ્લા કલેકટર અને મ્યુનિસીપલ કમિશનરની કોરોના નિયંત્રણ માટેની વ્યૂહરચના જાણીને મુખ્ય સચિવએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જરૂરી માર્ગદર્શન આપ્યું. કોરોના ટેસ્ટિંગ- કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારવા, કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સહિત ધન્વંતરિ રથ શરૂ કરવા વિશેષ ભાર મુકવામાં આવ્યો.

માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી કન્ટેન્ટમેન્ટ કવોરંટાઇન ભંગ ન થાય તેની ખાસ તકેદારી રાખવા દિવસભર પોલીસ વિઝીટ ઉપરાંત દરરોજ એક સિનિયર અધિકારીને પણ આ સ્થળે વિઝીટ લેવા આદેશ અપાયો. તો રસીકરણને વિશેષ અગત્યતા આપીને બંને ડોઝની ૧૦૦ ટકા રસીકરણ કામગીરી પૂર્ણ કરવા સૂચના અપાઇ.

રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં કોવિડ અંગે રાજ્યની તમામ મહાનગરપાલિકાના કમિશનરઓ અને જિલ્લાના કલેકટરઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી કોરોનાને નિયંત્રણમાં લેવા માટે કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન, વેક્સીનેશન, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કામગીરી ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. રાજ્યના દરેક જિલ્લા કલેકટર અને મ્યુનિસીપલ કમિશનરની કોરોના નિયંત્રણ માટેની વ્યૂહરચના જાણીને મુખ્ય સચિવએ કોવિડ પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી તેને કાબૂમાં લેવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મુખ્ય સચિવએ મહાનગરોમાં કલેકટરો અને મ્યુનિસિપલ કમિશનરોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ઉપર વિશેષ ભાર મૂકી તે સ્થળોની વિઝીટ અંગે સૂચના આપી હતી. માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી કોઈપણ વ્યક્તિ કન્ટેન્ટમેન્ટ કવોરંટાઇન ભંગ ન કરે તેની ખાસ તકેદારી રાખવા અને દિવસભર સતત પોલીસ વિઝીટ કરાવવા સૂચના આપ્યાની સાથોસાથ દરરોજ એક સિનિયર અધિકારીને પણ આ સ્થળે વિઝીટ લેવા આદેશ આપવામાં આવ્યા છે. તે ઉપરાંત ધન્વંતરિ રથ અને સંજીવની રથ શરૂ કરી રોજબરોજ મોનિટરિંગ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. એટલું જ નહિ, દરેક જિલ્લાઓમાં રસીકરણની કામગીરી અંગે વિગતો મેળવીને મુખ્ય સચિવએ વધુને વધુ રસીકરણ કેમ્પનું આયોજન કરી બંને ડોઝની ૧૦૦ ટકા રસીકરણ કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસ અને તેના સંક્રમણને અટકાવવા માટે જે પગલાં લેવાઇ રહ્યાં છે તેની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યની હોસ્પિટલોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બેડની સંખ્યા, ઓક્સિજનની સુવિધા, વેન્ટિલેટર, માસ્ક, PPE (પર્સનલ પ્રોટેક્ટ ઇક્વિપમેન્ટ) , સેનિટાઈઝર્સ અને આવશ્યક દવાઓના પૂરતી માત્રામાં જથ્થા સંદર્ભે સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, સચિવ લોચન સહેરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">