AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Firing in Serbia: સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં ફાયરિંગ, સગીરે એક ગાર્ડ અને 8 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા

Firing in Serbia: બેલગ્રેડની સ્કૂલમાં ફાયરિંગની આ ઘટનામાં આરોપી સગીરે પહેલા શિક્ષકને નિશાન બનાવ્યો અને પછી બાળકો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો.

Firing in Serbia: સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં ફાયરિંગ, સગીરે એક ગાર્ડ અને 8 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 5:16 PM
Share

Firing in Serbia: સર્બિયાની રાજધાની બેલગ્રેડથી ફાયરિંગની ઘટના સામે આવી છે. અહીં એક 14 વર્ષના સગીર છોકરાએ પ્રાથમિક શાળામાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક સ્કૂલ ગાર્ડ અને આઠ બાળકોના મોત થયા છે. આ સિવાય છ બાળકો અને એક શિક્ષક ઘાયલ થયા છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે બુધવારે આ અંગે માહિતી આપી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે સગીર શૂટરે તેના પિતાની બંદૂકથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પોલીસે જણાવ્યું કે શૂટર એ જ સ્કૂલનો વિદ્યાર્થી હતો જેના પર તેણે ગોળીબાર કર્યો હતો. પોલીસે જણાવ્યું કે આરોપીની ઉંમર લગભગ 14 વર્ષની છે. તેની શાળાના પ્રાંગણમાંથી ધરપકડ કરવામાં આવી છે.

પ્રાથમિક શાળામાં ગોળીબારની ઘટના

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે સવારે લગભગ 8:40 વાગ્યે, તેમને માહિતી મળી હતી કે વ્લાદિસ્લાવ રિબનીકર પ્રાથમિક શાળામાં ગોળીબારની ઘટના બની છે. પ્રાથમિક શાળામાં ગોળીબારની આ ઘટના અંગે મિલાન મિલોસેવિકે N1 ટેલિવિઝનને જણાવ્યું કે શાળામાં ગોળીબારની ઘટના બની ત્યારે તેની પુત્રી ઇતિહાસના વર્ગમાં હતી.

પહેલા શિક્ષકને ગોળી મારી અને પછી બાળકોને નિશાન બનાવવામાં આવ્યા

તેણે કહ્યું કે જ્યારે મેં મારી દીકરી વિશે પૂછ્યું તો કોઈએ કંઈ કહ્યું નહીં. મિલાને કહ્યું કે શૂટરે પહેલા શિક્ષક પર ફાયરિંગ કર્યું અને પછી બાળકોને નિશાન બનાવ્યા. જણાવી દઈએ કે સર્બિયામાં સામૂહિક ગોળીબારની આ પહેલી ઘટના નથી.

આ પણ વાંચો : SCO Meeting: એસ જયશંકર સીમા વિવાદ વચ્ચે ચીનના વિદેશ મંત્રીને મળશે, પરંતુ પાકિસ્તાનને નજર અંદાજ કરશે

સર્બિયામાં સામૂહિક ગોળીબારની આ પહેલી ઘટના નથી

આ પહેલા પણ અહી આવી ઘટનાઓ બની ચુકી છે. આજથી 10 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2013માં સેન્ટ્રલ સર્બિયન ગામમાં સામૂહિક ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી હતી. ફાયરિંગની આ ઘટનામાં 13 લોકોના મોત થયા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">