Breaking News: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં લાગી ભીષણ આગ, અત્યાર સુધીમાં 44 લોકોના મોત, 20ની હાલત ગંભીર

|

Mar 01, 2024 | 7:43 AM

ઘટના બાદ ફાયર બ્રિગેડે ખતરનાક બચાવ કામગીરી હાથ ધરી હતી જેમાં સાત માળની ગ્રીન કોઝી કોટેજમાંથી 70 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા જેમાંથી 42 બેભાન મળી આવ્યા હતા. આરોગ્ય પ્રધાન સામંત લાલ સેન, ઢાકા-8ના ધારાસભ્ય એએફએમ બહાઉદ્દીન નસીમ અને વરિષ્ઠ કાયદા અમલીકરણ અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા સ્થળ પર પહોંચ્યા હતા.

Breaking News: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં લાગી ભીષણ આગ, અત્યાર સુધીમાં 44 લોકોના મોત, 20ની હાલત ગંભીર

Follow us on

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં 29 ફેબ્રુઆરીના ગુરુવારે રાત્રે એક મોટી દુર્ઘટના બની હતી.બેઈલી રોડ પર આવેલી એક કોમર્શિયલ ઈમારતમાં લાગેલી ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 44 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

પ્રથમ માળે આવેલી કચ્છીભાઈ રેસ્ટોરન્ટમાં રાત્રે લગભગ 9:45 વાગ્યે આગ ફાટી નીકળી હતી, જે ઝડપથી ગ્રાહકો જ્યાં જમતા હતા ત્યાં સુધી ફેલાઈ ગઈ હતી.આ ઘટના બાદ ફાયર બ્રિગેડે ખતરનાક બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં સાત માળની ગ્રીન કોઝી કોટેજમાંથી 70 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી 42 બેભાન મળી આવ્યા હતા.

આગને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કરી રહેલા અગ્નિશામકોએ જણાવ્યું હતું કે, મોટાભાગના લોકોના મોત ઇમારત પરથી છલાંગ માર્યા પછી અથવા દાઝી જવાથી અને ગૂંગળામણને કારણે થયેલી ઇજાઓ થયા હતા.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

અત્યાર સુધીમાં 44 લોકોના મોત થયા છે

સવારે 2 વાગ્યે મીડિયાને સંબોધતા આરોગ્ય પ્રધાન સામંત લાલ સેને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 33 અને શેખ હસીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરીમાં 10 વધારાના મૃત્યુની જાણ કરી હતી. પોલીસ મહાનિરીક્ષકે પાછળથી સેન્ટ્રલ પોલીસ હોસ્પિટલમાં વધુ એક મૃત્યુની પુષ્ટિ કરી, મૃત્યુની કુલ સંખ્યા 44 પર પહોંચી છે.

આ ગંભીર ઘટનાની જાણ થતા જ આરોગ્ય પ્રધાન સામંત લાલ સેન, ઢાકા-8ના ધારાસભ્ય એએફએમ બહાઉદ્દીન નસીમ અને વરિષ્ઠ કાયદા અમલીકરણ અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા સ્થળ પર પહોંચ્યા હતા.

75 લોકોને બચાવી લેવાયા

ઢાકા ટ્રિબ્યુન અનુસાર, એક પ્રેસ બ્રીફિંગમાં, આઈજીપી ચૌધરી અબ્દુલ્લા અલ મામુને ખુલાસો કર્યો કે, 75 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકને સુરક્ષિત રીતે ઘરે પાછા ફરતા પહેલા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આગને કાબૂમાં લેવા માટે સંઘર્ષ કરી રહેલા અગ્નિશામકોએ જણાવ્યું હતું કે મોટાભાગના ભોગ બનેલા લોકોનું મૃત્યુ ઇમારત પરથી કૂદકો માર્યા પછી અથવા દાઝી જવાથી અને ગૂંગળામણને કારણે થયેલી ઇજાઓથી થયું હતું. ઈમારતમાંથી મૃતદેહોને રાહ જોઈ રહેલી ટ્રકમાં ખસેડવાની પ્રક્રિયા સવારે 1 વાગ્યાથી શરૂ થઈ હતી.

કાચીભાઈ રેસ્ટોરન્ટમાં આગ લાગી

પ્રથમ માળે આવેલી કચ્છીભાઈ રેસ્ટોરન્ટમાં રાત્રે લગભગ 9:45 વાગ્યે આગ ફાટી નીકળી હતી, જે ઝડપથી ગ્રાહકો જ્યાં જમતા હતા ત્યાં સુધી ફેલાઈ ગઈ હતી. બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી), રેપિડ એક્શન બટાલિયન (આરએબી), જનરલ અંસાર અને અંસાર ગાર્ડ બટાલિયન (એજીબી) ના સહયોગથી 13 ફાયર સર્વિસ યુનિટોએ આગ ઓલવવા માટે અથાક મહેનત કરી હતી.

ફાયર અધિકારીઓએ રેસ્ટોરન્ટના રસોડામાં કેટલાક માળ પર રહેલા ગેસ સિલિન્ડરોને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, દાદરમાં ગાઢ ધુમાડાના કારણે લોકો તાત્કાલિક બિલ્ડિંગમાંથી બહાર નીકળી શકતા ન હતા, જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી.

આ પણ વાંચો- 1 માર્ચના મહત્વના સમાચારઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડ અને પશ્ચિમ બંગાળના પ્રવાસે

 

Published On - 7:27 am, Fri, 1 March 24

Next Article