AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેતરમાં કામ કરતી વખતે મજૂર પર પડ્યા કેળાં તો કોર્ટે માલિકને 4 કરોડ રૂપિયાનું વળતર ચુકવવા આદેશ કર્યા

કેસની સુનાવણી કર્યા બાદ જજે મજૂરના દાવાને સમર્થન આપ્યું. તેના પક્ષમાં નિર્ણય આપતા ન્યાયાધીશે તેના એમ્પ્લોયર (માલિક) ને $ 502,740 એટલે કે 3,77,15,630 રૂપિયાનું વળતર કામદારને ચૂકવવા કહ્યું.

ખેતરમાં કામ કરતી વખતે મજૂર પર પડ્યા કેળાં તો કોર્ટે માલિકને 4 કરોડ રૂપિયાનું વળતર ચુકવવા આદેશ કર્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 9:32 AM
Share

જો તમને કોર્ટ કચેરી સાથે જોડાયેલા સમાચારોમાં રસ હોય તો ચોક્કસપણે તમે ઘણી વખત રસપ્રદ ઘટનાઓ વિશે સાંભળ્યુ હશે. ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાંથી હાલમાં એક ખૂબ જ વિચિત્ર સમાચાર બહાર આવી રહ્યા છે. હકીકતમાં, એવું બન્યું કે અહીં કેળાના ખેતરમાં કામ કરતી વ્યક્તિએ કેળા પડવાથી ઘાયલ થયા બાદ તેના માલિક પર 5 લાખ ડોલરનો દાવો કર્યો. તેથી જ હવે આ સમાચાર સમગ્ર વિશ્વમાં હેડલાઇન્સ બનાવી રહ્યા છે.

એક અહેવાલ મુજબ, કૂકટાઉન નજીકના ખેતરમાં કામ કરતા જૈમ લોંગબોટમ નામના માણસ પર એક વૃક્ષ અને તેના પર રહેલા કેળા પડ્યા હતા. આ વૃક્ષ જૈમના માથા પર ત્યારે પડ્યુ જ્યારે તે ખેતરમાં કામ કરી રહ્યો હતો. જૂન 2016 માં, તે એલ એન્ડ આર કોલિન્સના ક્ષેત્રમાં કેળાની લણણી દરમિયાન ઘાયલ થયો હતો. પરંતુ આ કેસમાં કોર્ટનો નિર્ણય તાજેતરમાં આવ્યો છે. મજૂરે વળતર માટે દલીલ કરી હતી કે કંપની ખૂબ જ બેદરકાર હતી, તેથી તેની સાથે આ અકસ્માત થયો.

આ બાબત અંગે જસ્ટિસ કેથરિન હોમ્સે કોર્ટમાં જણાવ્યું હતું કે, કેળાનું વૃક્ષ અસામાન્ય રીતે ઉંચુ હતું અને કેળા અસામાન્ય રીતે વધુ પડતી ઉંચાઇ પર હતા. જૈમના જમણા ખભા પર કેળાનો ગુચ્છો અને ઝાડ પડ્યુ અને જમીન પર પડ્યો. અકસ્માત પછી, તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું, ત્યારબાદ તે કામ પર પાછો ફરી શક્યો નથી. કોર્ટ અનુસાર, કેળાના ઝાડનું વજન લગભગ 70 કિલો હતું. તે માણસ આ ઘટના બાદથી કામ નથી કરી શક્યો કારણ કે તેને ઘણી ઉંડી ઇજાઓ થઇ હતી.

કેસની સુનાવણી કર્યા બાદ જજે મજૂરના દાવાને સમર્થન આપ્યું. તેના પક્ષમાં નિર્ણય આપતા ન્યાયાધીશે તેના એમ્પ્લોયર (માલિક) ને કામદારને $ 502,740 એટલે કે 3,77,15,630 રૂપિયાનું વળતર ચૂકવવા કહ્યું. આ સમાચાર સાંભળ્યા બાદ ઘણા લોકોને આશ્ચર્ય થયું. તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે કોઈ વ્યક્તિ સાથે આવી ઘટના બની હોય. પરંતુ એવું ભાગ્યે જ જોવા મળે છે કે કોઈને નુક્સાની માટે આટલી મોટી રકમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હોય.

આ પણ વાંચો –

Terror in Kashmir : બોરિયા બિસ્તરા લઈને કાશ્મીર છોડવા અનેકને ધમકી ! કાશ્મીરમાં 1990ની સ્થિતિ ફરીથી સર્જવાના કાવત્રુ

આ પણ વાંચો –

પોલીસ પકડવા આવી તો ઝાડ પર ચઢી ગયો આરોપી, 24 કલાક સુધી પોલીસ નીચે ઉતારવા પ્રયત્નો કરતી રહી

આ પણ વાંચો –

OMG !! મહિલાને પાર્કમાંથી મળ્યો 4 કેરેટનો હીરો, પાર્કમાંથી હમણાં સુધી 75 હજાર હીરા મળી ચૂક્યા છે, જાણો સમગ્ર વિગત

g clip-path="url(#clip0_868_265)">