AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Rate: આંખે અંધારા આવશે! ‘પારલે જી’ થી લઈને ‘મસૂર દાળ’… અમેરિકામાં ઈન્ડિયન સ્નેક્સના ભાવ તો જુઓ

મોટાભાગના રેસ્ટોરન્ટમાં બિરયાની અને બટર ચિકન તો મળી આવે છે પરંતુ ખરી ખુશી ત્યારે થાય, જ્યારે પારલે-જી અથવા ચા સાથે હલ્દીરામના આલૂ ભુજિયા જેવા દેશી નાસ્તા નજરે પડે. હવે આ સ્નેક્સનો ભાવ અમેરિકામાં શું છે, જો આ વાતની ખબર પડશે તો તમને પણ નવાઈ લાગશે.

US Rate: આંખે અંધારા આવશે! 'પારલે જી' થી લઈને 'મસૂર દાળ'... અમેરિકામાં ઈન્ડિયન સ્નેક્સના ભાવ તો જુઓ
Image Credit source: Image Credit source: Social Media
| Updated on: Aug 26, 2025 | 5:58 PM
Share

સોશિયલ મીડિયા પર રોજબરોજ અવનવા વીડિયો વાયરલ થતાં હોય છે. એવામાં તાજેતરમાં યુએસએના ડલ્લાસ શહેરમાં આવેલા વોલમાર્ટમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેણે ભારતીયોને ચોંકાવી દીધા છે.

મસૂર દાળ અને મગ દાળની કિંમત કેટલી?

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ડલ્લાસમાં વોલમાર્ટના શેલ્ફ પર ઈન્ડિયન ફૂડ્સ અને પેકેજ્ડ ફૂડ્સ જોવા મળી રહ્યા છે. બિસ્કિટ, ફરસાણ, ખાવા માટે તૈયાર પેકેટ, નમકીન અને મસાલા બધું જ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં કન્ટેન્ટ ક્રિએટરે પહેલા રોયલ મસૂર દાળ અને મગ દાળ બતાવી, જેની કિંમત 4 ડોલર એટલે કે લગભગ 350 રૂપિયા હતી. બીજીબાજુ નાસ્તા અને આલૂ ભુજિયા પણ એ જ રેન્જમાં જોવા મળ્યા હતા.

‘પારલે જી’ના 400 રૂપિયા!

આશ્ચર્યજનક વાત એ છે કે, પારલે હાઇડ એન્ડ સીક બિસ્કિટનો ભાવ $4.50 (આશરે રૂ. 400) છે. આ સિવાય શાન બિરયાની મસાલા, તંદૂરી મસાલા, ફ્રાઇડ ફિશ મસાલા અને બટર ચિકન સોસ જેવી વસ્તુઓ પણ જોવા મળી હતી. ‘રેડી ટુ ઈટ’ બિરયાનીનો ભાવ $3 (આશરે રૂ. 260) જેટલો છે.

લોકોએ આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયા આપી. કોઈએ લખ્યું, “વાહ, કેટલું મોંઘુ.” બીજા યુઝરે મજાકમાં લખ્યું કે, “અહીંયા તો બધું બમણા ભાવે વેચાઈ રહ્યું છે.” અન્ય એક યુઝરે કહ્યું, “ભારતમાં 500 રૂપિયામાં કંઈ ખાસ મળતું નથી પરંતુ અમેરિકામાં 96 ડોલરથી ઘણું બધું ખરીદી શકાય છે.” કેટલાકે લખ્યું કે, કેનેડાની તુલનામાં આ કિંમતો વધારે લાગી રહી છે.

અમેરિકામાં લઘુત્તમ વેતન કેટલું?

જણાવી દઈએ કે, અમેરિકા જેવા દેશોમાં લઘુત્તમ વેતન $7.25 (લગભગ રૂ. 580 પ્રતિ કલાક) છે. આવી સ્થિતિમાં, ત્યાં રહેતા લોકો સરળતાથી ઈન્ડિયન સ્નેક્સ ખરીદી શકે છે.

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">