AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ દેશના લોકો પાસે હશે ‘ઈચ્છામૃત્યુ’ પસંદ કરવાનો અધિકાર, કાયદો બનાવા સરકારે રજૂ કર્યો પ્રસ્તાવ

યુરોપમાં, નેધરલેન્ડ અને બેલ્જિયમમાં ઈચ્છામૃત્યુ કાયદેસર છે, પરંતુ પરંપરાગત રીતે કેથોલિક દેશો જેમ કે આયર્લેન્ડ અને પોલેન્ડ તેની વિરુદ્ધ છે.

આ દેશના લોકો પાસે હશે 'ઈચ્છામૃત્યુ' પસંદ કરવાનો અધિકાર, કાયદો બનાવા સરકારે રજૂ કર્યો પ્રસ્તાવ
'Euthanasia' to be made legal in Austria
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 9:05 PM
Share

ઓસ્ટ્રિયા(Austria)માં ઈચ્છામૃત્યુ મેળવવાનો કાયદો બનાવાની તૈયારીઓ થઈ રહી છે. સરકારે ગંભીર રીતે બીમાર પુખ્તવયના લોકો માટે ઈચ્છામૃત્યુ (Euthanasia)નો કાયદો બનાવા એક ડ્રાફ્ટ કાયદો રજૂ કર્યો છે. સંઘીય ચાન્સલરે શનિવારે એક નિવેદનમાં કાયદા વિશે જાણકારી આપી. નવા કાયદા દ્વારા એ શરતોની જાણકારી આપવામાં આવી છે જે હેઠળ ભવિષ્યમાં આત્મહત્યા માટે મદદ અથવા એમ કહી શકાય કે, ‘ઈચ્છામૃત્યુ’ શક્ય બનશે.

ગત વર્ષ ઑસ્ટ્રિયાની સંવૈધાનિક અદાલતે ઈચ્છામૃત્યુ પર પ્રતિબંધ લગાવ્યો હતો, કારણ કે, અદાલતનું માનવું હતું કે, આ ગેરબંધારણીય હતું. એવું એટલા માટે કે, તે કોઈ પણ વ્યક્તિના આત્મનિર્ણયના અધિકારનો ઉલ્લંઘન કરે છે. સંઘીય ચાંસલરે એક નિવેદનમાં કહ્યું કે, ગંભીર રીતે બીમાર લોકોને ઈચ્છામૃત્યુ સુધી પહોંચ હોવી જોઈએ, નવો કાયદો લાંબા સમયથી અથવા માનસિક રૂપથી બીમાર પુખ્તવયના લોકોને ઈચ્છામૃત્યુની જોગવાઈની મંજૂરી આપે છે.

જે હેઠળ દર્દીએ બે ડોક્ટરો સાથે પરામર્શ (Counseling)કરવાનું રહેશે. જેઓ એ પ્રમાણિત કરશે કે, વ્યક્તિ પોતાનો નિર્ણય લેવામાં સક્ષમ છે. ઉપરાંત, કામચલાઉ તકલીફને કારણે ઈચ્છામૃત્યુની માંગ કરવામાં આવી રહી નથી તેની પણ ખાતરી કરશે. ઈચ્છામૃત્યુ પ્રાપ્ત કરતા પહેલા દર્દીએ ઓછામાં ઓછા 12 અઠવાડિયા સુધી રાહ જોવી પડશે.

આ પ્રસ્તાવને મળી શકે છે સાંસદોની મંજૂરી

ઈચ્છામૃત્યુ માટે વેઈટીંગની અવધી 12 અઠવાડીયાથી ઘટાડીને બે અઠવાડીયા સુધી પણ થઈ શકે છે. પરંતુ તેના માટે દર્દી બીમારીના કારણે તેના અંતિમ ક્ષણોમાં હોવો જોઈએ, આ પ્રસ્તાવને હવે સંસદમાં મોકલતા પહેલા નિષ્ણાંતો દ્વારા તપાસ કરવામાં આવશે. જ્યાં સાંસદો પાસેથી વર્ષના અંત પહેલા તેને મંજૂરી મળવાની આશા છે. જો 2021 ના અંત સુધી કોઈ નવા નિયમ લાગૂ ન કરવામાં આવ્યો હોત, તો ઈચ્છામૃત્યુ પર લાગેલ હાલનો પ્રતિબંધ ખતમ થઈ જાત. આ કારણે આ પ્રથા અનિયંત્રિત થઈ જાત અને વગર કોઈ નિયમથી લોકો તેનું પાલન કરવા લાગત.

નેધરલેન્ડ અને બેલ્જીયમ(Belgium)માં કાયદાકીય છે ઈચ્છામૃત્યુ

ઈન્સબ્રુકના બિશપ (Bishop of Innsbruck) હરમન ગેલેટલરે જણાવ્યું કે, આ પ્રસ્તાવ બંધારણીય અદાલતના નિર્ણય મુજબ ઈચ્છામૃત્યુ એક સંવેદનશીલ અને જવાબદાર માર્ગ છે. તેમણે એ હકીકતનું સ્વાગત કર્યું કે ઉપશામક(Palliative) સંભાળ માટે ભંડોળ વધારવાની યોજનાઓ પણ સામેલ છે. જો કે, તેમણે ઉમેર્યું હતું કે દર્દીઓએ જે પ્રક્રિયામાંથી પસાર થવું પડશે તેમાં વધુ સલામતીનાં પગલાં ઉમેરવા જોઈએ. યુરોપમાં, નેધરલેન્ડ અને બેલ્જિયમમાં ઈચ્છામૃત્યુ કાયદેસર છે, પરંતુ પરંપરાગત રીતે કેથોલિક દેશો જેમ કે આયર્લેન્ડ અને પોલેન્ડ તેની વિરુદ્ધ છે.

આ પણ વાંચો:  India-China Border Dispute: ભારત સાથે તણાવ વચ્ચે ચીનની નવી ચાલ, પ્રાદેશિક અખંડતાનો હવાલો આપી પસાર કર્યો ‘જમીન સરહદ કાયદો’

આ પણ વાંચો: મનીષ તિવારીએ કોંગ્રેસના નેતૃત્વ સામે ખુલ્લેઆમ વાત કરી, કહ્યું પંજાબ કોંગ્રેસમાં ‘આ પ્રકારની અરાજકતા ક્યારેય જોઈ નથી’

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
GAPM 2026માં પ્રેસિડેન્ટનો ચોંકાવનારો ખુલાસો - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની બેદરકારી સામે આવી - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">