AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફ્રાન્સથી બેલ્જિયમ સુધી… હેકર્સે યુરોપના 4 દેશોમાં સેંકડો ફ્રિજ કર્યા હેક, પેરિસમાં 150 રેફ્રિજરેટરમાં લાગી આગ

ફ્રાન્સ, બેલ્જિયમ, ડેનમાર્ક અને નેધરલેન્ડ્સમાં સુપરમાર્કેટ સિસ્ટમ હેક કરીને સાયબર હુમલાખોરોએ રેફ્રિજરેટર્સને ઓવન બનાવી દીધા. તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચતા પેરિસમાં 150 ફ્રિજમાં આગ લાગી, આ સાયબર હુમલા પાછળ રશિયાનો હાથ હોવાની આશંકા વચ્ચે તપાસ શરૂ.

ફ્રાન્સથી બેલ્જિયમ સુધી… હેકર્સે યુરોપના 4 દેશોમાં સેંકડો ફ્રિજ કર્યા હેક, પેરિસમાં 150 રેફ્રિજરેટરમાં લાગી આગ
| Updated on: Oct 13, 2026 | 10:15 PM
Share

ફ્રાન્સમાં સાયબર હેકર્સે એક સુપરમાર્કેટના આખા સિસ્ટમને હેક કરી લીધું અને રાતોરાત ત્યાં રાખેલા અનેક ફ્રિજના તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી વધુ વધારી દીધા હતા. હેકિંગની આ ચોંકાવનારી ઘટનાને કારણે વિવિધ સુપરમાર્કેટ્સના આશરે 150 જેટલા ફ્રિજમાં આગ લાગી ગઈ હતી. પેરિસ પ્રોસિક્યુટર ઓફિસનું કહેવું છે કે હેકર્સના આ હુમલાને કારણે સમગ્ર ફ્રાન્સમાં અગ્રણી ફૂડ રિટેલર્સના સ્માર્ટ અને કનેક્ટેડ રેફ્રિજરેટર્સ પ્રભાવિત થયા છે.

ફ્રાન્સ ઉપરાંત ડેનમાર્ક, નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં પણ આવી જ ફ્રિજ હેકિંગની ઘટનાઓ સામે આવી છે. આ તમામ દેશો હાલ તપાસ કરી રહ્યા છે કે શું આ મોટા સાયબર હુમલા પાછળ રશિયાનો હાથ છે?

સ્થાનિક મીડિયા અનુસાર, ફ્રાન્સના વડાપ્રધાન કાર્યાલયે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને યુરોપના અન્ય દેશો સાથે પણ સંપર્ક સાધ્યો છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, ઇન્ટરમાર્ચે રિટેલરની માલિકી ધરાવતી કંપની લેસ મોસ્કેટીયર્સે જણાવ્યું હતું કે તમામ ફ્રિજ આશરે 6 કલાક સુધી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ રહ્યા હતા.

6 મોટી સુપરમાર્કેટ્સને નિશાન બનાવાઈ

અહેવાલો મુજબ, હેકર્સે ફ્રાન્સની 6 મુખ્ય સુપરમાર્કેટ્સને નિશાન બનાવી હતી, જેમાં કેરેફોર, મોનોપ્રિક્સ, ઓચાન, ઇન્ટરમાર્ચે અને ઈ-લેક્લર્ક સામેલ છે. ઈ-લેક્લર્ક ફ્રાન્સની સૌથી મોટી સુપરમાર્કેટ ચેઈન છે અને ત્યાં પણ એકસાથે અનેક રેફ્રિજરેટર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જોકે, મોટાભાગની સુપરમાર્કેટ કંપનીઓએ હજુ સુધી સત્તાવાર નિવેદન આપવાનું ટાળ્યું છે.

કેવી રીતે હેક થયા ફ્રિજ?

હેકર્સે સુપરમાર્કેટના સેન્ટ્રલ સિસ્ટમને હેક કરીને સ્ટોર્સના રેફ્રિજરેશન સિસ્ટમને જબરદસ્તી ડીફ્રોસ્ટ (Defrost) મોડ પર મૂકી દીધી હતી. તેનાથી ફ્રિજનું તાપમાન એકા એક વધવા લાગ્યું અને જોતજોતામાં સેંકડો ફ્રિજનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને પાર થઈ ગયું. હેકર્સનો મુખ્ય ઇરાદો ફ્રિજને ભઠ્ઠી (ઓવન) બનાવવાનો હતો.

કંપનીઓના તમામ પ્રયાસો છતાં આખી રેફ્રિજરેશન સિસ્ટમ લગભગ 6 કલાક સુધી હેકર્સના નિયંત્રણમાં રહી હતી. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ કંપનીઓએ ખરાબ થયેલો તમામ ખાદ્યપદાર્થોનો જથ્થો કચરામાં ફેંકી દેવો પડ્યો હતો. ડેનમાર્કની કંપની ડેનફોસે સ્પષ્ટતા કરી છે કે જે ફ્રિજ જૂના ફર્મવેર વર્ઝન પર ચાલતા હતા તેને જ નિશાન બનાવવામાં આવ્યા છે અને તેમણે ગ્રાહકોને સુરક્ષા અપડેટ્સ માટે પહેલેથી જ ચેતવણી આપી હતી.

Business Ideas: ₹5 લાખથી ઓછા બજેટમાં શરૂ કરો આ 5 સુપરહિટ બિઝનેસ- દર મહિને થશે લાખોની કમાણી, જાણો તમામ વિગતો !

Follow Us
પૂર્વ VC નીરજા ગુપ્તા વિવાદમાં- સોના-ચાંદી અને સાડીના બિલ પાસ કરાવ્યા
પૂર્વ VC નીરજા ગુપ્તા વિવાદમાં- સોના-ચાંદી અને સાડીના બિલ પાસ કરાવ્યા
સાંસદ મુકેશ રાઠવાના વિપક્ષ સામેના નિવેદનથી રાજકીય ગરમાવો
સાંસદ મુકેશ રાઠવાના વિપક્ષ સામેના નિવેદનથી રાજકીય ગરમાવો
ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ
ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ
જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ
જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ
કોંગ્રેસની બાગડોર રાહુલે સંભાળી ત્યારથી તેઓ દેશમાં હારે છેઃ અમિત શાહ
કોંગ્રેસની બાગડોર રાહુલે સંભાળી ત્યારથી તેઓ દેશમાં હારે છેઃ અમિત શાહ
બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
બાળકે તુકારામ મુંઢેને કહ્યું:
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
g clip-path="url(#clip0_868_265)">