AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લો બોલો, આ શહેરમાં બાલ્કનીમાં કપડાં સુકાવવા પર લાગશે દંડ, આ કામ ઉપર છે પણ મનાઈ, જાણો શું છે આ પાછળનું કારણ

શહેરને સ્વચ્છ બનાવવા માટે અમુક શહેર દ્વારા અમુક પ્રકારના નિયમો બનાવવામાં આવતા હોય છે. પરંતુ  આ ગામમાં જો તમે બાલ્કનીમાં કપડાં આસુકવો છો તો તમારે દંડ ભરવો પડશે.

લો બોલો, આ શહેરમાં બાલ્કનીમાં કપડાં સુકાવવા પર લાગશે દંડ, આ કામ ઉપર છે પણ મનાઈ, જાણો શું છે આ પાછળનું કારણ
દુબઈ નગરપાલિકાએ કર્યા અમુક પ્રતિબંધ (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 7:40 AM
Share

દુબઇને (Dubai) સ્વચ્છ રાખવા માટે અમુક નિયમો બનાવવામાં આવ્યા છે. દુબઈ નગરપાલિકાએ (Dubai Municipality) તેના નાગરિકો માટે એવા નિયમો બનાવ્યા છે કે ભારતના લોકો માટે વિચિત્ર હોઈ શકે છે. દુબઈમાં જો કોઈ વ્યક્તિ તેની બાલ્કનીમાં કપડા સુકવે તો તેને દંડ ભરવો પડશે. એટલું જ નહીં, જો દુબઈના લોકો તેમની બાલ્કનીમાં ઉભા રહીને સિગારેટ પીતી વખતે તેમની રાખ બાલ્કનીમાંથી ફેંકી દે તો પણ તેમને ભારે દંડ ભરવો પડશે.નગરપાલિકાનું કહેવું છે કે શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે આવા પગલા લેવામાં આવી રહ્યા છે.

નગરપાલિકાએ લોકોને વિનંતી કરી છે કે તેઓ તેમના એપાર્ટમેન્ટની બાલ્કનીનો ‘દુરુપયોગ’ ન કરે. દુબઈ નગરપાલિકાએ તેના સોશિયલ મીડિયા દ્વારા લોકોને એવી વસ્તુઓ ન કરવા સૂચના આપી છે જેનાથી તેમની બાલ્કનીઓ કદરૂપી દેખાય અને સમસ્યા બની જાય.

નગરપાલિકાએ એક ટ્વિટમાં લખ્યું હતું કે, “પર્યાવરણની જરૂરિયાતો અને ધોરણો વિશે સમુદાયની જાગૃતિ વધારવા માટે દુબઈ મ્યુનિસિપાલિટી યુએઈના તમામ રહેવાસીઓને વિનંતી કરે છે કે તેઓ શહેરના સૌંદર્યલક્ષી અને સંસ્કારી પ્રકૃતિને ખલેલ પહોંચાડવાથી દૂર રહે.”

દુબઈ નગરપાલિકાએ પોતાના ટ્વિટમાં બાલ્કનીના ‘દુરુપયોગ’ વિશે માહિતી આપી છે, જેના પર દંડ ફટકારવામાં આવશે.

બાલ્કનીમાં અથવા બારી પર કપડા સૂકવવા. બચેલી સિગારેટ કે સિગારેટની રાખ બાલ્કનીમાંથી ફેંકી દેવી. બાલ્કનીમાં કચરો ફેંકવો. બાલ્કની ધોતી વખતે પાણી નીચે પડવું અથવા AC નું પાણી ટપકવું. પક્ષીઓને ખવડાવવા માટે પણ દંડ થશે, કારણ કે તેઓ તેમની ગંદકી તે જ જગ્યાએ છોડી દે છે. જેનાથી તે જગ્યા ગંદી લાગે છે. બાલ્કનીમાં સેટેલાઇટ ડીશ અથવા કોઈપણ પ્રકારનું એન્ટેના લગાવવું.

જો તમે નિયમોનો ભંગ કરશો તો તમારે આટલો દંડ ભરવો પડશે જો કોઈ નગરપાલિકાના નવા નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો તેને 500 થી 1,500 દિરહામ ચૂકવવા પડી શકે છે. ભારતીય રૂપિયાના હિસાબે નિયમો તોડનારાઓને 10 હજારથી 30 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.

આવા નિયમો ઘણા અન્ય ખાડી દેશોમાં પહેલાથી જ છે.

વર્ષ 2018માં ખાડી દેશ કુવૈતે પણ પોતાના નાગરિકો માટે આવો જ નિયમ બનાવ્યો હતો. કુવૈતે સ્વચ્છતા અને શિષ્ટાચારને ટાંકીને કડક નિયમો બનાવ્યા છે. નિયમોનો ભંગ કરનારાઓ પર ભારે દંડ પણ વસૂલવામાં આવે છે. કેટલાક રહેવાસીઓએ ફરિયાદ કરી હતી કે બાલ્કનીમાં અન્ડરવેર અને સુક્વવુંએ ઉશ્કેરણીજનક, અપમાનજનક અને શરમજનક છે તે પછી દક્ષિણના રાજ્ય બહેરીને ગયા વર્ષે આ પ્રકારનો પ્રતિબંધ લાદ્યો હતો.

આ પણ વાંચો : Happy Birthday Twinkle Khanna : પહેલી ફિલ્મ હિટ થયા બાદ ટ્વીંકલની એક્ટિંગ કરિયર પર લાગી હતી બ્રેક, કહ્યું હતું કે, મારી ફિલ્મો પર પ્રતિબંધ લગાવો

આ પણ વાંચો : Turmeric Farming : હળદરના વાવતેરમાં વધારો છતાં ઉત્પાદનમાં થયો ધરખમ ઘટાડો, શું રસોઈનો રંગ પડશે ફિક્કો ?

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">