આંગણામાં સૂકવેલા કપડા બન્યા ઓસામા બિન લાદેનનો ‘કાળ’! જાણો CIAએ કેવી રીતે દુનિયાનો સૌથી ખતરનાક આતંકવાદી શોધી કાઢ્યો

વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદીઓમાંનો એક ઓસામા બિન લાદેન અમેરિકાના ન્યૂયોર્કમાં 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. શું તમે જાણો છો કે અમેરિકાને તેની હાજરી વિશે કેવી રીતે ખબર પડી? કેવી રીતે તેને શોધી કાઢ્યો?

આંગણામાં સૂકવેલા કપડા બન્યા ઓસામા બિન લાદેનનો 'કાળ'! જાણો CIAએ કેવી રીતે દુનિયાનો સૌથી ખતરનાક આતંકવાદી શોધી કાઢ્યો
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 4:40 PM

વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદીઓમાંનો એક ઓસામા બિન લાદેન (Osama Bin Laden) અમેરિકાના (America) ન્યૂયોર્કમાં 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. 9/11ના હુમલા બાદ અમેરિકાએ પ્રતિજ્ઞા લીધી હતી કે, તે ઓસામાને ઠેકાણે પાડીને જ રાહેશે અને તેણે તે કરી બતાવ્યું. અમેરિકન સૈનિકોએ મે 2011માં પાકિસ્તાનના (Pakistan) એબોટાબાદમાં (Abbottabad) ઓસામાની હત્યા કરી હતી. અલ-કાયદાનો (Al-Qaeda) ભૂતપૂર્વ વડા અહીં એક ગુપ્ત ઘરમાં રહેતો હતો. પરંતુ શું તમે જાણો છો કે અમેરિકાને તેની હાજરી વિશે કેવી રીતે ખબર પડી? કેવી રીતે તેને શોધી કાઢ્યો?

સીએનએનના ભૂતપૂર્વ પ્રોડ્યૂસર પીટર બર્ગને (Peter Bergen) ‘ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ ઓસામા બિન લાદેન’ (The Rise and Fall of Osama bin Laden) નામનું પુસ્તક લખ્યું છે. પીટર બર્ગન રાષ્ટ્રીય સુરક્ષા વિશ્લેષક પણ છે. આ નવા પુસ્તક મુજબ, લાદેનના ઘરના આંગણામાં સુકાતા કપડાંની સંખ્યાએ યુએસ ગુપ્તચર એજન્સી CIAને તેની ઓળખ કરવામાં અને તેને મારવામાં મદદ કરી. 11 સપ્ટેમ્બરના હુમલા બાદ બિન લાદેનની ત્રણ પત્નીઓ અને તેનો પરિવાર અલગ થઈ ગયો હતો. બિન લાદેન પોતે અફઘાનિસ્તાન અને ઉત્તરી પાકિસ્તાનના પર્વતોમાં છુપાયો હતો.

ઓસામાનું ગુપ્ત ઘર કંઈક આ પ્રકારનું હતું

ઓસામા બિન લાદેન તેના પરિવારના વિઘટનથી ખૂબ જ દુ:ખી હતો. આ જ કારણ હતું કે, તેણે પોતાના પરિવારને ફરીથી જોડવાનું વચન આપ્યું હતું. આ કારણોસર લાદેને તેના અંગરક્ષક ઇબ્રાહિમ સઇદ અહમદ અબ્દ અલ-હમીદને જમીન ખરીદવા અને પાકિસ્તાનના એબોટાબાદમાં એક ગુપ્ત મકાન બનાવવાનું કહ્યું હતું. બિન લાદેનની વિનંતી પર એબોટાબાદમાં ત્રણ માળનું મકાન બનાવવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ અને બીજા માળે ચાર બેડરૂમ અને દરેક પર બાથરૂમ હતું. ઉપરના માળે બેડરૂમ, બાથરૂમ, બિન લાદેનના અંગત ઉપયોગ માટે ઓફિસ હતી.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

સીઆઈએ બોડીગાર્ડની કાર દ્વારા ગુપ્તચર ઘર સુધી પહોંચી

એવું કહેવાય છે કે, પરિવારના સભ્યોએ 2005માં આ ઘરમાં રહેવાનું શરૂ કર્યું હતું. અંગરક્ષક અને તેના પરિવારના સભ્યો દરરોજ આ ઘરમાં આવતા હતા પરંતુ રહેવા માટે બીજા ઘરમાં જતા હતા. 2010માં એક દિવસ CIAના બાતમીદારે પેશાવરમાં ભીડમાં બોડીગાર્ડ ઇબ્રાહિમને જોયો. પુસ્તક અનુસાર ઇબ્રાહિમની કારને અનુસરીને બિન લાદેનના ગુપ્ત ઘર સુધી પહોંચવામાં આવ્યું હતું. અહીં બિન લાદેન ત્રણ પત્નીઓ, આઠ બાળકો અને ચાર પૌત્રો સાથે રહેતો હતો. આ ઘરમાં આવી ઘણી વસ્તુઓ હતી જેના કારણે CIAને શંકા ગઈ. ઘરમાં ફોન લાઈન અને ઈન્ટરનેટ હતું નહિ. અને આ ઘરમાં બહુ ઓછી બારીઓ બનાવવામાં આવી હતી.

ઘર સૂકવવાનાં આવતા કપડાં બન્યા ‘કાળ’

આ ઘર પર નજર રાખવા માટે CIAએ તેની નજીક એક બેઝ બનાવ્યો હતો. આ દરમિયાન, ગુપ્તચર એજન્સીને ઘરમાં કપડાં સૂકવવા અંગે શંકા થવા લાગી. CIAએ જોયું કે, દરરોજ સવારે ઘરના આંગણામાં મહિલાઓના કપડા, પુરુષોના પરંપરાગત પાકિસ્તાની કપડા, બાળકોના ડાયપર અને અન્ય ઘણા કપડા સુકાઈ રહ્યા છે. એવું લાગતું હતું કે, અહીં 11થી વધુ લોકો રહે છે. અધિકારીઓએ અનુમાન લગાવ્યું હતું કે, ઘરમાં એક પુરુષ, ઘણી સ્ત્રીઓ અને ઓછામાં ઓછા નવ બાળકો હતા. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પુરાવાઓ બતાવામાં આવ્યા હતા. બાદમાં તેમણે હુમલાનો આદેશ આપ્યો હતો. આ રીતે લાદેન મે 2011માં માર્યો ગયો હતો.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 live : ભારતીય મહિલા હૉકી ટીમે રચ્યો ઇતિહાસ, ઑસ્ટ્રેલિયાને આપી જોરદાર પછડાટ,હૉકી ટીમનો પહેલીવાર સેમીફાઇનલમાં પ્રવેશ

આ પણ વાંચો: Raj Kundra Case: પુરાવાનો નાશ કરી રહ્યો હતો રાજ કુંદ્રા, સરકારી વકીલે મુંબઈ હાઈકોર્ટમાં ધરપકડ માટેનું આપ્યુ કારણ

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">