51 વર્ષ બાદ અમેરિકાએ બહાર કાઢ્યુ ડુમ્સ ડે ન્યુક્લિયર પ્લેન, શું અમેરિકા પર થશે ન્યુક્લિયર એટેક? જાણો શું છે આ પ્લેનની ખાસિયત
શું દુનિયાના તમામ દેશો સાથે દુશ્મની કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો જીવ જોખમમાં છે? શું માત્ર ટ્રમ્પ જ નહીં પરંતુ યુએસની 34 કરોડની વસ્તી પર થવાનો છે પરમાણુ હુમલો થવાનો છે ? આ સવાલ આ સમયે સમગ્ર દુનિયામાં પૂછાઈ રહ્યો છે કારણ કે બીજા વિશ્વ યુદ્ધ બાદ 1971માં એક એવુ જહાજ બનાવવામાં આવ્યુ હતુ જેમા છુપાઈને અમેરિકી રાષ્ટ્રપતિ, ન્યુક્લિયર હુમલાની સ્થિતિમાં પોતાનો જીવ બચાવી ભાગી શકે છે.

ડુમ્સ ડે નામનુ એક જહાજ 2001 બાદ છેલ્લા 25 વર્ષમાં પહેલીવાર ટ્રમ્પની સુરક્ષા માટે બહાર લવાયુ છે. જેનાથી દુનિયાભરમાં અમેરિકા પર થનારા હુમલાનો સવાલ પૂછાવા લાગ્યો છે. તેની પાછળના અનેક કારણો છે, પરંતુ કારણ જાણતા પહેલા આ જહાજની કેટલીક વિશેષતા જાણી લઈએ જેથી સમજમાં આવી શકે કે આ જહાજનો દુનિયા સામે 51 વર્ષ બાદ બહાર આવવાનો મતલબ અમેરિકા પર સૌથી મોટા હુમલાનો અંદેશો છે.
શું છે ડુમ્સ ડે પ્લેનની ખાસિયત
સામાન્ય સંજોગોમાં અમેરિકી રાષ્ટ્રપતિ દુનિયાના સૌથી વધુ સુરક્ષિત અને હાઈટેક ગણાતા ઍરફોર્સ 1નો ઉપયોગ કરે છે, ઍરફોર્સ 1માં એ તમામ સુવિધા ઉપલબ્ધ છે જે અમેરિકી રાષ્ટ્રપતિને હવામાં રહેતા દેશ ચલાવવા માટે જરૂરી હોય છે. આને તમે ઉડતુ વ્હાઈટ હાઉસ પણ કહી શકો છો. પરંતુ આ જહાજ પરમાણુ હુમલાની સ્થિતિમાં રેડિયેશનથી અમેરિકી રાષ્ટ્રપતિને બચાવી શક્તુ નથી. આવી સ્થિતિમાં 20મી સદીમાં 1917 આસપાસ જ્યારે સમગ્ર દુનિયામાં અમેરિકા અને પૂર્વ USSR (સોવિયેત સંઘ) વચ્ચે સુપર પાવરની શક્તિ બતાવવાને કારણે કોલ્ડવોર ચાલી રહ્યુ હતુ. ત્યારે અમેરિકાને ડર હતો કે રશિયાવાળુ USSR જો ક્યારેક અમેરિકા પર પરમાણુ હુમલો કરે તો દેશના રાષ્ટ્રપતિને કેવી રીતે બચાવી શકાય.?
- એવામાં 1975માં ડુમ્સડે નામનું જહાજ એક એવુ સર્વશક્તિશાળી જહાજ બનાવવામાં આવ્યુ જેમા ન્યુક્લિયર એટેક થવાની સ્થિતિમાં અમેરિકી રાષ્ટ્રપતિ બેસીને તુરંત જીવ બચાવીને ભાગી શકે છે.
- આ જહાજમાં રહીને ન્યુક્લિયર બોંબ બ્લાસ્ટથી થનારા રેડિયેશનથી ખુદને બચાવી શકે છે.
- ડુમ્સ ડે જહાજની ખાસિયત એ છે કે તે કોઈ જ બ્રેક વિના એક સેકન્ડ માટે પણ જમીન પર આવ્યા વિના સતત 72 કલાક સુધી હવામાં રહી શકે છે.

- આ જહાજની મુખ્ય ખાસિયત એ છે કે તે તેમા ફાઈટર જેટની જેમ હવામાં ઉડતા ઉડતા જ ફ્યુલ ભરી શકાય છે.
- ચોથી ખાસિયત એ છે કે તેમા ન્યુક્લિયર એટેકની સ્થિતિમાં આ જહાજમાં હોવા છતા અમેરિકી રાષ્ટ્રપતિ સમગ્ર અમેરિકાને ન માત્ર જોઈ શકે છે પરંતુ કોઈપણ અધિકારી, વિભાગ કે વ્યક્તિ સાથે સંપર્ક પણ કરી શકે છે.
- પાંચમી ખાસિયત એ છે કે આ જહાજને કોઈ રડાર ટ્રેક નથી કરી શક્તુ.
Presidential Doomsday Plane is spotted leaving LA International
This is essentially a Nuclear proof undetectable Airborne Command Unit.
Probably not a good sign. pic.twitter.com/shh9aH1bWB
— Concerned Citizen (@BGatesIsaPyscho) January 9, 2026
WATCH: DOOMSDAY PLANE AIRBORNE – IS WAR COMING?
For the first time in its 51-year operational history, the Boeing E-4B Nightwatch – the U.S. “Doomsday Plane” – was seen departing LAX around 2:30pm PST, followed shortly by a C-17.
First such movement in five decades … pic.twitter.com/aKwEbWuio2
— British Intel (@TheBritishIntel) January 10, 2026
ડુમ્સડે પ્લેનનો 51 વર્ષનો ઈતિહાસ
આ જહાજને કોલ્ડવોરના સમયમાં 1975માં પૂર્વ સોવિયેત સંઘના સંભવિત પરમાણુ હુમલાથી બચાવવા માટે બનાવવામાં આવ્યુ હતુ.એટલે કે આજથી 51 વર્ષ પહેલા. આજના સમયમાં તેની કિંમત 4000 કરોડ છે. પરંતુ આ જહાજના બન્યા બાદ માત્ર એકવાર તેને આજથી 25 વર્ષ પહેલા 2001માં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કારણે જ મીડિયા ના અલગ-અલગ રિપોર્ટ્સમાં તમને ક્યારેક 51 વર્ષની અને ક્યારેક 25 વર્ષની અવધિનો ઉલ્લેખ જોવા મળે છે
અમેરિકા પર મોટા હુમલાનો અંદેશો હોય ત્યારેજ ડુમ્સડે ન્યુક્લિયર પ્લેનને બહા કાઢવામાં આવે છે
વર્તમાન જોખમો વિશે જણાવતા પહેલા આપને જણાવી દઈએ કે 2001માં 9/11 નો અમેરિકાના ઈતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો જ્યારે થયો હતો ત્યારે છેલ્લીવાર તેને બહાર લાવવામાં આવ્યુ હતુ અને આતંકી હુમલો થયા બાદ આ જ જહાજમાં તત્કાલિન પ્રેસિડેન્ટ જ્યોર્જ ડબલ્યુ બુશને (George W. Bush) બેસાડી સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા. હવે 25 વર્ષ બાદ પહેલી વાર તેને ફરી બહાર લાવવામાં આવ્યુ છે. એવામાં દુનિયા સામે એ સવાલ થવો સ્વાભાવિક છે કે શું ફરીથી અમેરિકા પર કોઈ મોટો હુમલો થવાનો છે?
હવે જોઈએ કે ક્યાં કારણો છે જેના કારણે ટ્રમ્પને ન્યુક્લિયર એટેકથી બચાવનારા આ જહાજને બહાર લાવવાની ફરજ પડી
કારણ 1 ટેરિફ વોર બાદ ડોનાલ્ડ ટ્રમ્પે જે પ્રકારે વિશ્વભરના મોટા દેશો અને યુરોપિયન યુનિયનને દુશ્મન બનાવી લીધુ છે તેનાથી સમગ્ર દુનિયા એકતરફ અને અમેરિકા એકતરફ થઈ રહ્યુ છે. પરમાણુ સંપન્ન બે દેશો ચીન-રશિયાના મિત્ર વેનેજુએલાએ પર ટ્રમ્પે જે પ્રકારે કબજો કર્યો છે તેનાથી તેને ડર છે અમેરિકા પર નજીકના ભવિષ્યમાં ઈતિહાસનો સૌથી મોટો હુમલો થઈ શકે છે.
કારણ 2
ટ્રમ્પે અમેરિકાને નાટોમાંથી બહાર નીકળવાની યુરોપિયનને ધમકી આપી છે, તેનાથી શક્ય છે કે જો નાટો તૂટી ગયુ તો રશિયા વધુ શક્તિશાળી બની જાય અને તે નજીકના ભવિષ્યમાં અમેરિકા સામે સીધુ યુદ્ધ લડતા ન્યુક્લિયર એટેક કરી દે.
કારણ 3
ત્રીજુ કારણ બીજા કારણ સાથે એ પ્રકારે જોડાયેલુ છે કે ટ્રમ્પ ડેન્માર્કના મોટા આઈલેન્ડ ગ્રીનલેન્ડ઼ને અમેરિકામાં જોડી દેવા ઈચ્છે છે. જો ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર સેના મોકલી કબજો કર્યો તો એવી સ્થિતિમાં યુરોપિયન યુનિયન રશિયાની સાથે જઈ શકે છે અને રશિયા ન્યુક્લિયર હુમલો કરી શકે છે.
કારણ 4 ચોથુ કારણ પણ એટલુ મહત્વપૂર્ણ છે કારણ કે બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં સરકારો પાડી દીધા બાદ ટ્રમ્પ હવે ઈરાનમાં સત્તા પરિવર્તન માટે ખુલ્લંખુલ્લા વિદ્રોહ કરાવી રહ્યા છે. ઈરાન પહેલેથી જ પરમાણુ બોંબ બનાવવાના મિશન પર કામ કરી રહ્યુ છે. શક્ય છે કે ઈરાને પરમાણુ બોંબ બનાવી પણ લીધો હોય પરંતુ તેની ઘોષણા હજુ સુધી ન કરી હોય. એવામાં, ટ્રમ્પ ને ડર હોઈ શકે છે કે ઈરાન ગમે ત્યારે અમેરિકા પર આવો કોઈ હુમલો કરી દે, કારણ કે અમેરિકાએ પણ જ્યારે પહેલીવાર 1945માં તેનો પરમાણુ બોંબ બનાવ્યો હતો, ત્યારે દુનિયાને બતાવ્યા વિના જ જાપાનના બે શહેરો પર ઓગસ્ટ 1945માં બે ન્યુક્લિયર બોંબ ફેંક્યા હતા.
કારણ 5
વેનેઝુએલા પર જે પ્રકારે અમેરિકાએ કબજો કર્યો છે, તે પ્રકારનો કબજો 14મી થી લઈને બીજા વિશ્વયુદ્ધ સુધી જાપાન, ઈટાલી, સ્પેન, બ્રિટન, ફ્રાંસ જેવા દેશોએ દુનિયાભરના દેશો પર આવી જ રીતે કબજો કરતા હતા. આ દેશો કોઈ દેશના રાજા કે મુખ્ય વ્યક્તિને (Pm, President) મારીને કે કિડનેપ કરીને દેશને ગુલામ બનાવી દેતા હતા અને તેની સંપત્તિને પોતાના ખુદના ફાયદા માટે ઉપયોગ કરતા હતા. વેનેઝુએલામાં પણ ટ્રમ્પે બરાબર આવુ જ કર્યુ છે. 1945 માં બીજુ વિશ્વયુદ્ધ પુરુ થયા બાદ કોઈપણ એક દેશે બીજા દેશ અને તેની સંપત્તિ પર આવો કબજો નથી કર્યો. આને સામ્રાજ્યવાદી વિચારધારા અને કામ કહેવામાં આવે છે. ટ્રમ્પે તાજેતરમાં જ ખુદને વેનેઝુએલાનો એક્ટિંગ પ્રેસિડેન્ટ પણ જાહેર કરી દીધા છે. આ બરાબર એવુ જ છે જેમ બ્રિટનની મહારાણીએ ભારત પર કબજો કરી ખુદને ભારતની મહારાણી ઘોષિત કરી દીધી હતી એટલે કે ગુલામ બનાવી લીધુ હતુ. એવામાં હવે અમેરિકાને ડર સતાવી રહ્યો છે કે ક્યાંક કોઈ વેનેઝુએલાનું દેશભક્ત સંગઠન કે કોઈ પરમાણુ સંપન્ન દેશની મદદથી વેનેઝુએલા અમેરિકા પર કોઈ હુમલો ન કરી દે. કારણ કે વેનેઝુએલાને રશિયા અને ચીનનો સંપૂર્ણ સહયોગ છે.
કારણ 6
અમેરિકાને દુનિયાની સૌથી મોટી અને સૌથી શક્તિશાળી સેના માનવામાં આવે છે પરંતુ આ સેનાને બે એવી જગ્યા પર કરારી હારનો સામનો કરવો પડ્યો જેનુ નામ સાંભળીને જ અમેરિકીઓની બોલતી બંધ થઈ જાય છે. એક છે 1960ના દાયકાનું વિયેતનામ વોર અને બીજુ છે ક્યુબાની ક્રાંતિ. 50 વર્ષથી વધુ સમય થઈ ગયો પરંતુ અમેરિકા જેવો સુપરપાવર દેશ ક્યુબાને ઝુકાવી ન શક્યો. ટ્રમ્પે હવે ગ્રીનલેન્ડ મિશન બાદ ક્યુબા મિશનની પણ ઘોષણા કરી દીધી છે. એવામાં ટ્રમ્પને ડર છે કે ક્યુબાના સૈનિકો કંઈક મોટો હુમલો ન કરી દે.
કારણ 7
ટ્રમ્પનું પનામા મિશન મુખ્યત્વે પનામા નહેર (Panama Canal) ને લઈને છે. તે પનામા પર અર્થતંત્ર અને રાષ્ટ્રીય સુરક્ષા દ્રષ્ટિકોણથી વધુ નિયંત્રણ મેળવવાની વાતો કરે છે. તેનુ કારણ તે આપે છે કે અમેરિકન જહાજો પસાર થાય છે તો તેના માટે વધુ ફી વસુલવામાં આવે છે, જે અનુકૂળ નથી, તેમજ તેમણે ચીનના પ્રભાવ વિશે ચિંતા વ્યક્ત કરી છે. ટ્રમ્પએ એવુ કહી ચુક્યા છે કે જો પનામા આ મુદ્દે ન્યાયસંગત વ્યવહાર નહીં કરે, તો અમેરિકા પનામાં પાસેથી પનામા નહેર પરનું નિયંત્રણ પાછું લઈ શકે છે કે, જેથી નહેરાની નીતિ નિયમોમાં પરિવર્તન થાય. આ દાવા અંગે પનામા અને સ્થાનિક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે કાયદાકીય અને રાજકીય સંકટની ચર્ચા ચાલી રહી છે.
