વિશ્વના ઘનાઢ્ય લોકો માટે ડોનાલ્ડ ટ્રમ્પે ખોલી નાગરિકતા વેચવાની દુકાન, 10 લાખ ડોલર આપો US સિટિઝન બનો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથસોશિયલ પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેમણે 'ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ' ને બધા લાયક અને ચકાસાયેલ વ્યક્તિઓ માટે, અમેરિકાની નાગરિકતા મેળવવાનો સીધો માર્ગ ગણાવ્યો છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, બુધવારે જાહેરાત કરી હતી કે, લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ‘ગોલ્ડ કાર્ડ’ વિઝા કાર્યક્રમ વેબસાઇટ પર શરૂ થયો છે. આ કાર્યક્રમ હેઠળ, 10 લાખ અમેરિકન ડોલર ($1 મિલિયન) ચૂકવનારા વ્યક્તિઓને કાનૂની દરજ્જો અને યુએસ નાગરિકતા મળશે. 50 લાખ ડોલર ($5 મિલિયન) આપનાર માટે માટે પ્લેટિનમ વર્જનનો પણ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.
ટ્રમ્પે બુધવારે વ્હાઇટ હાઉસના રૂઝવેલ્ટ રૂમમાં ‘ગોલ્ડ કાર્ડ’ વિઝા કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી હતી, અને ગોલ્ડ કાર્ડ માટેની અરજીઓ સ્વીકારતી વેબસાઇટ ચાલુ કરવામાં આવી હતી. ‘ગોલ્ડ કાર્ડ’ વિઝા કાર્યક્રમ યુએસ EB-5 વિઝાને સ્થાને અમલમાં લાવવામાં આવ્યો છે. તેની સ્થાપના યુએસ કોંગ્રેસ દ્વારા 1990 માં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી અને તે લોકો માટે ઉપલબ્ધ છે જેઓ ઓછામાં ઓછા 10 લોકોને રોજગારી આપતી કંપનીમાં આશરે 10 લાખ અમેરિકન ડોલક ($1 મિલિયનનું) રોકાણ કરે છે.
ટ્રમ્પનો ‘ગોલ્ડ કાર્ડ’ વિઝા કાર્યક્રમ શું છે?
સોશિયલ મીડિયા ટ્રુથસોશિયલ પરની એક પોસ્ટમાં, અમેરિકાના રાષ્ટ્રપતિએ ‘ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ’ ને બધા લાયક અને ચકાસાયેલ વ્યક્તિઓ માટે નાગરિકતા મેળવવાનો સીધો માર્ગ ગણાવ્યો. રિપબ્લિકન નેતા EB-5 વિઝાના આ નવા સંસ્કરણને યુએસ માટે ટોચની પ્રતિભાઓને આકર્ષવા અને જાળવી રાખવા તેમજ સરકાર માટે આવક ઉત્પન્ન કરવાના માર્ગ તરીકે જુએ છે.
ટ્રમ્પ છેલ્લા ઘણા મહિનાઓથી ‘ગોલ્ડ કાર્ડ’ વિઝા કાર્યક્રમનો પ્રચાર કરી રહ્યા છે, શરૂઆતમાં સૂચવ્યું હતું કે તેનો ખર્ચ 50 લાખ અમેરિકન ડોલર ($5 મિલિયન) થશે પરંતુ બાદમાં તેને ઘટાડીને 10 લાખ અમેરિકન ડોલર ($1 મિલિયન) અને 20 લાખ અમેરિકન ડોલર ( $2 મિલિયન) કરવામાં આવ્યો.
દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.