Russia-Ukraine Crisis: યુદ્ધના સંકટ વચ્ચે ‘મદદ’ માટે આગળ આવ્યું ડેનમાર્ક, યુક્રેનના લોકોને આપશે આશરો
ડેનિશ વડા પ્રધાન મેટે ફ્રેડરિકસેને કહ્યું છે કે તેઓ યુક્રેનથી આવનારા લોકોને આશ્રય આપશે પરંતુ તે સંખ્યા કેટલી હશે તે કહેવું હમણા ઉતાવળ ગણાશે.
ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિકસેને (Mette Frederiksen) કહ્યું છે કે ડેનમાર્ક યુક્રેનથી આવતા લોકોને આશ્રય આપશે. તેમણે યુક્રેન અને તેના પડોશીઓને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે પણ પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે કહ્યું કે આંતરિક રીતે વિસ્થાપિત શરણાર્થીઓને મદદ કરવામાં આવશે. અલબત્ત, પોલેન્ડ જેવા દેશ પર દબાણ હશે, પરંતુ મોલ્ડોવા અને અન્ય દેશો પર પણ ઘણું દબાણ હશે. શરણાર્થીઓના જૂથો યુરોપમાં પ્રવેશી શકે છે. ડેનમાર્ક વિસ્થાપિતોને આશ્રય આપશે. જોકે તેમણે કહ્યું કે યુક્રેનથી આવનારા કેટલા લોકોને અમે આશ્રય આપીશું તે અંગે કંઈપણ કહેવું હાલમાં જલ્દી હશે.
સંકટની આ ઘડીમાં સંયુક્ત રાષ્ટ્રએ યુક્રેનની માનવતાવાદી સહાય માટે $20 મિલિયન આપ્યા છે. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે કહ્યું કે અમે યુક્રેનના દરેક ખૂણે ડર, દર્દ અને આતંકના દ્રશ્યો જોઈ રહ્યા છીએ. રાજધાની કિવની નજીકથી સતત બ્લાસ્ટના અહેવાલો આવી રહ્યા છે.
યુએન માનવતાવાદી કામગીરીના વડા, માર્ટિન ગ્રિફિથ્સે જણાવ્યું હતું કે યુનાઇટેડ નેશન્સ સેન્ટ્રલ ઇમરજન્સી રિસ્પોન્સ ફંડમાંથી $20 મિલિયન પૂર્વીય ડોનેટ્સક અને લુહાન્સ્ક અને દેશના અન્ય પ્રદેશોમાં કટોકટીની કામગીરીમાં મદદ કરશે અને સંઘર્ષથી પ્રભાવિત લોકોને આરોગ્ય સંભાળ, આશ્રય, ખોરાક પ્રદાન કરશે. આનાથી પાણી વગેરે આપવામાં પણ મદદ મળશે.
રશિયા સામે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનની સાંસદ સોફિયા ફેડિનાએ ભારતને મદદની અપીલ કરી છે. “યુક્રેનને માત્ર શસ્ત્રોની જરૂર નથી, તેના બદલે મનોવૈજ્ઞાનિક મદદની પણ જરૂર છે અને આપણે હુમલાખોરને સજા કરવાની જરૂર છે. તેઓ શાંતિ પ્રેમી યુક્રેનના લોકોની હત્યા કરી રહ્યા છે. ઈન્ડિયા ટુડે સાથેના ઈન્ટરવ્યુમાં સાંસદ સોફિયાએ કહ્યું, ‘હું તમામ ભારતીય રાજનેતાઓને વિનંતી કરું છું કે તેઓ એક સાર્વભૌમ દેશના માનવ અધિકારોનું રક્ષણ કરે.’
આ પણ વાંચો –
Russia-Ukraine War : રશિયા સામે UNSCનો નિંદાનો પ્રસ્તાવ, યુક્રેનમાંથી સૈનિકો પાછા ખેંચવાની માંગ
આ પણ વાંચો –
પુતિનના વિરોધમાં વિશ્વ થઇ રહ્યુ છે એક, રશિયાના લોકોએ પણ વિરોધમાં કર્યા સૂત્રોચ્ચાર, જુઓ ‘આક્રોશ’થી ભરેલી તસવીરો
આ પણ વાંચો –