AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Hits Brazil:ચક્રવાતે બ્રાઝિલમાં તબાહી મચાવી, અત્યાર સુધીમાં 11ના મોત, 20 ગુમ

રિયો ગ્રાન્ડે દો સુલના ગવર્નર એડ્યુઆર્ડો લેઈટે કહ્યું કે 8,000થી વધુની વસ્તી ધરાવતું કારા શહેર ચક્રવાતથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે. તેમણે કહ્યું કે જેલની સ્થિતિ ખૂબ જ ભયાનક છે.

Cyclone Hits Brazil:ચક્રવાતે બ્રાઝિલમાં તબાહી મચાવી, અત્યાર સુધીમાં 11ના મોત, 20 ગુમ
બ્રાઝિલમાં વાવાઝોડાનો કહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2023 | 8:06 AM
Share

Cyclone Hits Brazil: શિયાળુ વાવાઝોડું હાલમાં બ્રાઝિલના રિયો ગ્રાન્ડે દો સુલમાં તબાહી મચાવી રહ્યું છે. શુક્રવારે આ વાવાઝોડામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા, જ્યારે 20 હજુ પણ ગુમ હોવાનું જાણવા મળે છે. ત્યાંની સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આ વાવાઝોડાને કારણે મુશળધાર વરસાદ થયો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

તેમણે જણાવ્યું કે 20 લોકો હજુ પણ ગુમ છે. હેલિકોપ્ટર દ્વારા તેમને શોધવાની કામગીરી ચાલી રહી છે. આ ચક્રવાતી તોફાનના કારણે 8000થી વધુ વસ્તી ધરાવતું કારા શહેર ખરાબ રીતે પ્રભાવિત થયું છે. રિયો ગ્રાન્ડે દો સુલના ગવર્નર એડ્યુઆર્ડો લેઈટે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે જેલની સ્થિતિ ખૂબ જ ભયાનક છે.

મેક્વિનમાં એક ફૂટ સુધી વરસાદ પડ્યો હતો

લેઈટે કહ્યું કે અમારી પ્રાથમિકતા ગુમ થયેલા લોકોને શોધવાની છે, જેઓ પૂરના કારણે મુશ્કેલીમાં છે અને મદદની રાહ જોઈ રહ્યા છે. તેણે કહ્યું કે મેક્વિનમાં લગભગ એક ફૂટ વરસાદ પડ્યો. અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનનો ભય છે. આ માટે ચેતવણી જારી કરવામાં આવી છે. અવિરત વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ છે. રિયો ગ્રાન્ડે દો સુલમાં તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

આ પણ વાંચો : PM Modi US Visit: PM મોદીના અમેરિકી પ્રવાસને લઇને અમેરિકી સાંસદોમાં ઉત્સાહ, કહ્યું- અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ

બે દિવસમાં 2400 લોકોને બચાવ્યા

ગવર્નર લેઇટે કહ્યું કે રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ કટોકટીનો સામનો કરવા માટે સંઘીય સહાયની ઓફર કરી છે. તેમણે કહ્યું કે અધિકારીઓએ છેલ્લા બે દિવસમાં 2400 લોકોને બચાવ્યા છે. લેઈટે કહ્યું કે આ સમયે અમારો મુખ્ય ઉદ્દેશ્ય માનવ જીવનનું રક્ષણ અને બચાવ કરવાનો છે. અમે ફસાયેલા લોકોને બચાવી રહ્યા છીએ, ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છીએ અને પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યા છીએ. નોંધનીય છેકે ભારતના પશ્ચિમ કાંઠે ગુજરાતના અરબ સાગરમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાએ પણ ગુજરાતના દરિયાકાંઠે અને રાજસ્થાનમાં કહેર મચાવ્યો છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">