AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID-19 XE Variant : કોરોનાના XE વેરિઅન્ટે ચીનમાં મચાવ્યો હાહાકાર, લોકડાઉનથી લોકોની હાલત કફોડી, એક ટંક ખાવાના પણ સાસા

China New XE Variant Cases: ચીનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1500 થી વધુ નવા કેસ નોંધાયા છે. ચીનમાં સૌથી વધુ કેસ શાંઘાઈમાં જોવા મળી રહ્યા છે. શાંઘાઈમાં કોરોનાના 1,189 કેસ નોંધાયા છે જ્યારે જિલિનમાં 233, ગ્વાંગડોંગમાં 22, હૈનાનમાં 14 અને ઝેજિયાંગમાં 12 કેસ નોંધાયા છે.

COVID-19 XE Variant : કોરોનાના XE વેરિઅન્ટે ચીનમાં મચાવ્યો હાહાકાર, લોકડાઉનથી લોકોની હાલત કફોડી, એક ટંક ખાવાના પણ સાસા
Covid 19 xe variant (Symbolic Image)Image Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 11:58 PM
Share

કોરોનાના (Corona) નવા XE વેરિઅન્ટે (XE Variant) સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે. ભારતના બે રાજ્યોમાં પણ કોરોનાના નવા કેસ નોંધાયા છે, જે પછી દેશમાં કોરોનાની ચોથી લહેરે દસ્તક દીધી છે કે કેમ તે અંગે ચર્ચા શરૂ થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પણ ફરી એકવાર તમામ રાજ્યોને કોરોના પર યોગ્ય પગલાં ભરવાની સૂચના આપી છે. ભારતમાં ભલે કોરોનાના આંકડા અત્યારે બહુ ઓછા દેખાઈ રહ્યા છે, પરંતુ ચીનની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. ચીનની સાથે બ્રિટનમાં પણ કોરોનાના આંકડા હવે ડરાવે તેવા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1500 થી વધુ નવા કેસ નોંધાયા છે. ચીનમાં સૌથી વધુ કેસ શાંઘાઈમાં જોવા મળી રહ્યા છે. શાંઘાઈમાં કોરોનાના 1,189 કેસ નોંધાયા છે જ્યારે જિલિનમાં 233, ગ્વાંગડોંગમાં 22, હૈનાનમાં 14 અને ઝેજિયાંગમાં 12 કેસ નોંધાયા છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા ચીનમાં કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

લોકો  સુપરમાર્કેટની આસપાસ લૂંટ ચલાવતા જોવા મળે છે

કોરોના બાદ ચીને જે રીતે કડક લોકડાઉન લાગુ કર્યું છે તેના કારણે સામાન્ય લોકોને જરૂરી વસ્તુઓ પણ ઉપલબ્ધ નથી. ચીનના શાંઘાઈમાં 5 એપ્રિલથી સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓ પહોંચવી મુશ્કેલ બની ગઈ છે. સ્થિતિ એવી છે કે કડક લોકડાઉનને કારણે લોકોને ખાવાનું પણ નથી મળી રહ્યું. જિયાંગસુ, ચાંગઝોઉ, શાંઘાઈથી પણ કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે લોકોને જરૂરી ચીજવસ્તુઓ મેળવવા માટે સુરક્ષા વર્તુળ તોડવાની ફરજ પડી રહી છે. લોકો  જરૂરી ચીજવસ્તુઓ મેળવવા માટે મેડિકલ સેન્ટરો અને સુપરમાર્કેટની આસપાસ લૂંટ ચલાવતા જોવા મળે છે.

વૃદ્ધો અને રસી વગરના લોકોમાં વધ્યું જોખમ

હોંગકોંગ પોસ્ટ અનુસાર, કડક લોકડાઉનથી આવશ્યક ચીજ વસ્તુઓનો અભાવ થઈ રહ્યો છે. આ જ કારણ છે કે લોકો દિવસમાં માત્ર એક જ વાર ભોજન લઈ રહ્યા છે.  મહામારીને કારણે શાંઘાઈમાં સ્થિતિ ઝડપથી બગડવા લાગી છે. અધિકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી શાંઘાઈમાં સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી શહેરમાં આવું જ લોકડાઉન રહેશે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોરોનાનું નવું સ્વરૂપ એવા લોકો પર ઝડપથી હુમલો કરી રહ્યું છે જેમને રસી આપવામાં આવી નથી. આ સાથે, વૃદ્ધો અને રસીકરણ વિનાના લોકોમાં તેનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. શાંઘાઈમાં છેલ્લા 40 દિવસમાં 1.30 લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">