બાઈડેને રશિયન રાષ્ટ્રપતિ પુતિન પર લગાવ્યો ‘નરસંહાર’નો આરોપ, ઝેલેન્સકીએ કહ્યું- સાચા નેતાના સાચા શબ્દો

અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેને મંગળવારે કહ્યું કે, યુક્રેનમાં રશિયાનું યુદ્ધ નરસંહાર સમાન છે. તેણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (President Vladimir Putin) પર યુક્રેનિયન હોવાના વિચારને પણ ભૂંસી નાખવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો.

બાઈડેને રશિયન રાષ્ટ્રપતિ પુતિન પર લગાવ્યો 'નરસંહાર'નો આરોપ, ઝેલેન્સકીએ કહ્યું- સાચા નેતાના સાચા શબ્દો
US President Joe Biden ( File photo )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 3:56 PM

અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેને (Joe Biden) મંગળવારે કહ્યું કે, યુક્રેનમાં રશિયાનું યુદ્ધ નરસંહાર સમાન છે. તેણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (President Vladimir Putin) પર યુક્રેનિયન હોવાના વિચારને પણ ભૂંસી નાખવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. વોશિંગ્ટન પરત ફરવા માટે એરફોર્સ વન પ્લેનમાં સવાર થતાં પહેલાં આયોવામાં પત્રકારો સાથે વાત કરતાં બિડેને કહ્યું, “હા, મેં તેને નરસંહાર કહ્યું છે.” તે સ્પષ્ટ છે કે, પુતિન યુક્રેનિયન હોવાના વિચારને પણ નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુદ્ધના કારણે બળતણની વધતી કિંમતો વિશે મેન્લો, આયોવામાં એક કાર્યક્રમમાં બોલતા, બાઈડેને કહ્યું કે, તેમને લાગે છે કે પુતિન યુક્રેન વિરુદ્ધ નરસંહાર કરી રહ્યા છે. જો કે અમેરિકી રાષ્ટ્રપતિએ વધુ કોઈ માહિતી આપી નથી. બાઈડેનના નવા મૂલ્યાંકન વચ્ચે તેણે કે તેના વહીવટીતંત્રે રશિયા પર નવા પ્રતિબંધો અથવા યુક્રેનને વધારાની સહાયની જાહેરાત કરી નથી.

50થી વધુ લોકોના મોત પર બાઈડેનનું નિવેદન

બાયડેનનું નિવેદન બુચામાં રશિયન સૈનિકો દ્વારા લગભગ 300 લોકોના નરસંહાર અને ક્રામટોર્સ્કમાં એક ટ્રેન સ્ટેશન પર હુમલા જેવી મોટી ઘટનાઓ પછી આવ્યું છે જેમાં 50થી વધુ લોકો માર્યા ગયા હતા. તમામ આંતરરાષ્ટ્રીય પ્રયાસો છતાં, યુક્રેનમાં રશિયન યુદ્ધ અટકતું જણાતું નથી. પુતિને મંગળવારે કહ્યું હતું કે, જ્યાં સુધી તેમના લક્ષ્યો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેઓ યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી ચાલુ રાખશે. તેઓ ઝડપથી આગળ વધી રહ્યા નથી કારણ કે, તેઓ નુકસાન ઘટાડવા માંગે છે. તેણે કહ્યું હતું કે, તેની પાસે યુક્રેન પર લશ્કરી કાર્યવાહી કરવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી.

50 થી વધુ લોકોના મોત પર બાઈડેનનું નિવેદન

બાઈડેનનું નિવેદન બુચામાં રશિયન સૈનિકો દ્વારા લગભગ 300 લોકોના નરસંહાર અને ક્રામટોર્સ્કમાં એક ટ્રેન સ્ટેશન પર હુમલા જેવી મોટી ઘટનાઓ પછી આવ્યું છે જેમાં 50 થી વધુ લોકો માર્યા ગયા હતા. તમામ આંતરરાષ્ટ્રીય પ્રયાસો છતાં, યુક્રેનમાં રશિયન યુદ્ધ અટકતું જણાતું નથી. પુતિને મંગળવારે કહ્યું હતું કે, જ્યાં સુધી તેમના લક્ષ્યો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેઓ યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી ચાલુ રાખશે. તેઓ ઝડપથી આગળ વધી રહ્યા નથી કારણ કે, તેઓ નુકસાન ઘટાડવા માંગે છે. તેણે કહ્યું હતું કે, તેની પાસે યુક્રેન પર લશ્કરી કાર્યવાહી કરવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદીમિર ઝેલેન્સકીએ બાઈડેનની ટિપ્પણીની પ્રશંસા કરી. તેણે ટ્વીટ કર્યું, સાચા નેતાના સાચા શબ્દો. અનિષ્ટનો સામનો કરવા માટે વસ્તુઓને તેમના નામથી બોલાવવી જરૂરી છે. અમને અત્યાર સુધી મળેલી મદદ માટે અમે અમેરિકાના આભારી છીએ. અમને રશિયન અત્યાચારોનો સામનો કરવા માટે વધુ ભારે શસ્ત્રોની જરૂર છે.

‘વકીલોનું કામ સત્ય શોધવાનું છે’

અમેરિકી રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું છે કે, રશિયાની કાર્યવાહી નરસંહાર સંબંધિત આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે મેળ ખાય છે કે કેમ તે નક્કી કરવાનું વકીલોનું છે. તેમણે કહ્યું કે, રશિયાએ યુક્રેનમાં જે ભયંકર કૃત્યો કર્યા છે તેનાથી સંબંધિત વધુ પુરાવાઓ સામે આવી રહ્યા છે. અમે વિનાશ વિશે વધુ માહિતી મેળવી રહ્યા છીએ. વકીલોને નક્કી કરવા દો કે તે નરસંહાર સંબંધિત આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર છે કે નહીં. નોંધપાત્ર રીતે, બિડેને ગયા અઠવાડિયે રશિયાની કાર્યવાહીને માત્ર યુદ્ધ અપરાધ ગણાવ્યો હતો, નરસંહાર નહીં.

આ પણ વાંચો: Meesho Layoffs: મીશોએ 150 કર્મચારીઓની છટણી કરી, વધી શકે છે સંખ્યા

આ પણ વાંચો: હવે કોલેજોમાં શિક્ષણ પણ થશે મોંઘુ : નર્મદ યુનિવર્સીટીની ટ્યુશન ફીમાં 10 ટકાનો વધારો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">