સતત પાંચ દિવસથી કોરોનાના કેસ આવતા ગભરાયુ ચીન, પહેલા કરતા પણ વધુ ધાતક સાબિત થઈ શકે છે કોરોના વેરિએન્ટ

કોરોના સંક્ર્મણનો પહેલો કેસ ચીનના (China) વુહાનમાં સામે આવ્યો હતો. જે ત્રણ મહિનાની અંદર સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. કોરોનાને વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા મહામારી જાહેર કરવામાં આવી હતી. હવે જ્યારે કેસ ઘટી રહ્યા છે ત્યારે ફરી એકવાર ચીનમાં કોરોનાએ માથું ઊંચક્યું છે.

સતત પાંચ દિવસથી કોરોનાના કેસ આવતા ગભરાયુ ચીન, પહેલા કરતા પણ વધુ ધાતક સાબિત થઈ શકે છે કોરોના વેરિએન્ટ
Corona in china (File photo)

રશિયા અને ઈંગ્લેન્ડની સાથે ચીનમાં (China) ફરી કોરોના (Corona) સંક્ર્મણ વધવાની સંભાવના છે. કોરોનાના વધતા કેસને જોતા અહીં શાળાઓ અને હવાઈ સેવા બંધ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી સ્થાનિક સ્તરે કોરોના સંક્ર્મણ કાબુમાં આવી ગયું હતું. પરંતુ સતત પાંચમા દિવસે આવતા નવા કેસે ચિંતા વધારી છે. 

આ વખતે ચાઇના ઓથોરિટીએ દેશમાં આવતા કોરોના ચેપના નવા કેસો માટે પર્યટક ગ્રુપને જવાબદાર ઠેરવ્યું છે. નોંધનીય છે કે, આ પૈકી મોટાભાગના કેસ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ પ્રાંતોમાં નોંધાયા છે.

રશિયામાં કોવિડ-19 ના ડેલ્ટા વેરિઅન્ટના સબવેરિઅન્ટ સાથે જોડાયેલા ઘણા કેસ સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વેરિઅન્ટ પહેલા કરતા વધુ ચેપી અને ઘાતક સાબિત થઈ શકે છે. AY.4.2 સબવેરિઅન્ટના કેસો પણ ઇંગ્લેન્ડમાં વધી રહ્યા છે.

બુધવારે ચીનમાં ખાનગી મીડિયા દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી હતી. જેમાં મંગોલિયામાં મળેલા નવા કેસને કારણે કોલસાની આયાત પ્રભાવિત થશે અને સપ્લાઈ ચેનને નોંધપાત્ર અસર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ગુરુવાર સુધી ચીનમાં 13 નવા કેસ નોંધાયા છે.

નવા કેસો જોઈને સચેત અને સતર્ક ચીને ફરી એકવાર દેશમાં પ્રતિબંધો વધારી દીધા છે. કોરોના સંક્ર્મણ ફેલાવવા પાછળ પર્યટન ગ્રુપના એક વૃદ્ધ દંપતી જવાબદાર હોવાનું કહેવામાં આવ્યું છે. શાંઘાઈથી દંપતી ગાનસુ પ્રાંતના સિયાન અને મંગોલિયા ગયા. જે પણ કેસ સામે આવી રહ્યા છે તે બધા કોઈને કોઈ રીતે આ દંપતીના સંપર્કમાં આવ્યા છે.

કોરોનાના વધતા કેસને જોતા સરકારોએ મોટા પાયે ટેસ્ટિંગ શરૂ કર્યા છે અને અહીંના પ્રવાસન સ્થળોને બંધ કરી દીધા છે. આ સિવાય અસરગ્રસ્ત વિસ્તારોમાં શાળાઓ અને તમામ મનોરંજન સ્થળો બંધ કરી દીધા છે. આવાસ સંયોજનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે 2019 ના અંતમાં ચીનના વુહાનમાં કોરોના સંક્ર્મણનો પ્રથમ કેસ નોંધાયો હતો. જેણે માર્ચ 2020 સુધીમાં મહામારીનું સ્વરૂપ લઈ લીધું હતું. 11 માર્ચ 2020 ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વને આ સંક્રમણનો વધતો પ્રભાવ જોતા મહામારી જાહેર કરી દીધી હતી.

આ પણ વાંચો : 2.5 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાનો ટાર્ગેટ થયો પૂરો, ખેડૂતોને થશે આ લાભ- જાણો વિગતે

આ પણ વાંચો CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિણર્ય: રૂપાણી કાર્યકાળમાં જનતાને ઘર આંગણે લાભ આપનારો આ કાર્યક્રમ ફરી યોજાશે, જાણો વિગત

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati