AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2.5 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાનો ટાર્ગેટ થયો પૂરો, ખેડૂતોને થશે આ લાભ- જાણો વિગતે

Kisan Credit Card: પીએમ કિસાન યોજના દ્વારા કેસીસી બનાવવું સરળ થયું છે. સરકાર ઇચ્છે છે કે ખેડૂતો લોન માટે શાહુકારોની પકડમાં ન આવે. જો કે, કૃષિ લોન અંગે બેન્કિંગ ક્ષેત્રની ખેડૂત વિરોધી માનસિકતા બદલવી સરળ નથી.

2.5 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાનો ટાર્ગેટ થયો પૂરો, ખેડૂતોને થશે આ લાભ- જાણો વિગતે
kisan credit card
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 6:36 AM
Share

કેન્દ્ર સરકારની અનેક યોજના ચાલી રહી છે જે ખેડૂતોની (Farmers) આવક બમણી કરતી હોય. મોદી સરકારે ફ્ક્ત 20 મહિનામાં જ 2.5 કરોડ ખેડૂતોના કિસાન ક્રેડીટ કાર્ડ (KCC-Kisan Credit Card) બનાવવાનો ટાર્ગેટ પૂરો કર્યો છે. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2020ના અંતિમ દીવસે પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમના લાભાર્થીઓ સહીત બધા ખેડૂતો સુધી આ યોજના પહોંચાડવા માટે એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે, આ અભિયાન હેઠળ 2.51 કરોડથી વધુ KCCકરવામાં આવ્યા છે. જેની મંજૂર ક્રેડિટ મર્યાદા 2,64,528 કરોડ છે. સરકાર ઇચ્છે છે કે તમામ ખેડૂતો કેસીસીનો લાભ લે, જેથી તેમને શાહુકારો પાસેથી લોન ન લેવી પડે.

હજુ પણ દેશના ઘણા રાજ્યોમાં ખેડૂતો ઊંચા વ્યાજે શાહુકારો પાસેથી લોન લે છે. NSSO અનુસાર, આંધ્રપ્રદેશમાં સૌથી વધુ સરેરાશ 61,032 રૂપિયા પ્રતિ ખેડૂત પાસેથી લોન છે. તેલંગણા 56,362 રૂપિયાની સરેરાશ સાથે બીજા નંબરે અને રાજસ્થાન 30,921 રૂપિયા સાથે ત્રીજા નંબરે છે. એટલા માટે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડને ઝડપી બનાવવાનો પ્રયાસ કરી રહી છે, જેથી કૃષિ માટે સૌથી સસ્તી લોન ઉપલબ્ધ થાય. જોકે, બેન્કિંગ ક્ષેત્રની માનસિકતા ખેડૂત વિરોધી છે. તેથી ખેડૂતોને સરકારી દબાણ છતાં કૃષિ લોન સરળતાથી મળતી નથી.

કેવી રીતે આસાન થયું ખેડૂતનું કામ ? ખેડૂત નેતા બિનોદ આનંદ કહે છે કે વાસ્તવમાં સરકારે ખેડૂતોની દેવા સંબંધિત સમસ્યાને ઘટાડવા માટે ક્રેડિટ કાર્ડ યોજનાને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડી દીધી હતી.

PM કિસાન યોજના અંતર્ગત દેશના 11.45 કરોડ ખેડૂતોના આધાર કાર્ડ, રેવન્યુ રેકોર્ડ અને બેંક એકાઉન્ટ નંબરનો ડેટાબેઝ કેન્દ્ર સરકાર પાસે આવ્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે 6000 રૂપિયાની યોજનાનો લાભ મેળવનારા ખેડૂતોના આ રેકોર્ડને પહેલાથી જ મંજૂરી આપી દીધી છે. જો પીએમ કિસાન યોજનાના લાભાર્થી કેસીસી માટે અરજદાર બનાવે છે. તો બેંકમાં ફરિયાદ કરવા માટે કંઈ જ બાકી નથી. તે આવા અરજદાર ખેડૂતને હેરાન કરી શકે નહીં. ખેડૂત બેંકને કહી શકે છે કે તેને પીએમ કિસાન યોજનાનો લાભ મળી રહ્યો છે અને તેના દરેક રેકોર્ડની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચકાસણી કરવામાં આવી છે.

કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં શું ફેરફાર થયો આટલા ઓછા સમયમાં 2.5 કરોડથી વધુ ખેડૂતોને કેસીસી આપવી સરકાર માટે સરળ નહોતી. આ માટે સરકારે બેંકો પર ઘણું દબાણ કર્યું છે. કેસીસી આપવાનું સરળ બનાવવા માટે સરકારે તેના નિયમોમાં ઘણા ફેરફાર કર્યા છે.

પ્રોસેસિંગ ફી માફી કેન્દ્ર સરકારે 3 લાખ રૂપિયા સુધીની કૃષિ લોનની સર્વિસ ફી અને પ્રોસેસિંગ ફી નાબૂદ કરી છે. અગાઉ, કેસીસી બનાવવા માટે ઇન્સ્પેક્શન અને લેસર ફોલિયો ચાર્જ લેવામાં આવતો હતો. તેના પર 3-4 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થતો હતો. જો બેંક હજુ પણ ખેડૂત પાસેથી આ ચાર્જ વસૂલ કરે છે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે.

ગેરંટી વગર લોનની મર્યાદામાં વધારો કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ કૃષિ માટે ગેરંટી વગર ખેડૂતોને 1.60 લાખ રૂપિયાની લોન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉ આ મર્યાદા માત્ર 1 લાખ રૂપિયા સુધીની હતી. સરકાર ગેરંટી વગર લોન આપી રહી છે જેથી ખેડૂતો શાહુકારોની પકડમાં ન ફસાય.

બે સપ્તાહમાં પસાર કરવાનો આદેશ કેન્દ્ર સરકારે બેંકોને આદેશ આપ્યો છે કે કેસીસી અરજી સ્વીકાર્યાના 14 દિવસની અંદર બનાવીને આપવાનું રહેશે. જો આ અંગેની ફરિયાદ મળશે તો બેંકના સંબંધિત કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવશે. સરકારે કહ્યું છે કે કેસીસી બનાવવા માટે માત્ર ઓળખ કાર્ડ, રહેઠાણ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, જમીન રેકોર્ડ અને ફોટો આપવો પડશે. ત્યારે જ બેન્કે કેસીસી બનાવશે.

સૌથી સસ્તી લોન કિસાન ક્રેડિટ કાર્ડ પર મળેલી લોન પર વ્યાજ દર 9 ટકા છે. પરંતુ સરકાર આમાં 2% ની સબસિડી આપે છે. તેથી તેનો દર 7 ટકા રહે છે. જેઓ સમયસર નાણાં પરત કરે છે તેમને 3 ટકા વધુ ડિસ્કાઉન્ટ મળે છે. એકંદરે, જો તમે સમયસર બેંકમાં પૈસા પરત કરી રહ્યા છો. તો 4 ટકાથી વધુ વ્યાજ લેવામાં આવતું નથી.

કૃષિ ધિરાણનું લક્ષ્ય શું છે? કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22માં 16.5 લાખ કરોડની કૃષિ લોનનું વિતરણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. જેથી ખેડૂતોને સરળતાથી લોન મળી શકે. ખાસ કરીને ડેરી અને માછલીની ખેતી સાથે સંકળાયેલા લોકો માટે પણ આ યોજના ફાયદાકારક છે. સરકાર ઇચ્છે છે કે પીએમ કિસાન યોજનાના તમામ લાભાર્થીઓ કેસીસી યોજનાનો લાભ લે. જેથી તેઓ ખેતી માટે ઊંચા વ્યાજ પર શાહુકારો પાસેથી લોન લેવામાં છુટકારો મેળવે.

કેટલી લોન આપવામાં આવી છે કૃષિ મંત્રી તોમરના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં ખેડૂતોને કેસીસી દ્વારા 14 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી ચૂકી છે. ભારત સરકાર કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. જેમાં કિસાન ક્રેડિટ કાર્ડની ભૂમિકા મહત્વની છે. કારણ કે આ દ્વારા પડકારજનક સમયમાં ખેડૂતોને રાહત દરે લોનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે.

આ પણ વાંચો : PMJAY : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો વ્યાપ વધારી રહી છે કેન્દ્ર સરકાર, હેલ્થ બજેટમાં પણ વધારો કરાશે

આ પણ વાંચો :CM યોગી આદિત્યનાથની સુરક્ષામાં મોટી ચૂક, 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા, જાણો સમગ્ર મામલો

g clip-path="url(#clip0_868_265)">