ચીનના વુહાનમાં ફરી નોંધાયા કોરોનાના કેસ, શહેરભરની વસ્તીનું કરાશે ટેસ્ટિંગ

ચીનના વુહાનમાં કોરોનાના નવા કેસ સામે આવતા સ્થાનિક પ્રશાસને આખી વસ્તીનું કોરોના ટેસ્ટીંગ (Corona Testing) કરાવવાનો નિર્ણય કર્યો છે. લગભગ એક વર્ષ પછી વુહાનમાં કોરોનાના નવા કેસ જોવા મળતા પ્રશાસન ચિંતામાં મુકાયુ છે.

ચીનના વુહાનમાં ફરી નોંધાયા કોરોનાના કેસ, શહેરભરની વસ્તીનું કરાશે ટેસ્ટિંગ
File Image

કોરોના સંક્રમણની શરૂઆત ચીનથી થઈ હતી અને ચીનના (China) વુહાનમાં (Wuhan) કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. આખી દુનિયામાં કોરોના વાયરસ ફેલાયા બાદ ચીને કોરોના વાયરસ પર નિયંત્રણ મેળવી લીધુ હતુ. સમગ્ર દુનિયામાં લૉકડાઉન અને પ્રતિબંધો હતા, તે સમયે ચીનના લોકો ચિંતામુક્ત થઈને ફરી રહ્યા હતા. મ્યુઝિક કોન્સર્ટમાં હજારો લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર ભેગા થઈ રહ્યા હતા. પરંતુ ચીનના વુહાનમાં હવે ફરીથી કોરોનાના (Corona Virus) કેસ નોંધાયા છે.

 

 

ચીનના વુહાનમાં કોરોનાના નવા કેસ સામે આવતા સ્થાનિક પ્રશાસને આખી વસ્તીનું કોરોના ટેસ્ટીંગ (Corona Testing) કરાવવાનો નિર્ણય કર્યો છે. લગભગ એક વર્ષ પછી વુહાનમાં કોરોનાના નવા કેસ જોવા મળતા પ્રશાસન ચિંતામાં મુકાયુ છે. સ્થાનિક પ્રશાસનના અધિકારી લી તાઓએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને બધા જ લોકોને ઝડપથી ન્યૂક્લિયક એસિડ ટેસ્ટ કરાવવા માટે અભિયાન શરૂ કર્યુ છે.

 

 

વુહાન શહેરની વસ્તીને જો જોઈએ તો એ લગભગ 1 કરોડથી પણ વધારે છે. આની પહેલા વુહાનના અધિકારીએ જાહેર કર્યુ હતુ કે શહેરના પ્રવાસી મજૂરોમાંથી કોરોનાના 7 જેટલા કેસ મળી આવ્યા છે. વુહાનમાં ફરીથી કોરોનાના કેસ નોંધાયા બાદ ત્યાંના લોકો ફરીથી પોતાના ઘરમાં કેદ થઈ ગયા છે. ચીનમાં મંગળવારે કોરોના વાયરસના 61 કેસ નોંધાયા છે. કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ પણ ચીનના નાનઝિંગ એરપોર્ટના સફાઈકર્મી દ્વારા કેટલાક શહેરોમાં ફેલાઈ ચૂક્યો છે.

 

 

આ પણ વાંચો – Bell Bottom Trailer Launch Photos: અક્ષય કુમાર સહિત ‘બેલ બોટમ’ની ટીમે ટ્રેલર લોન્ચિંગ પર મચાવી ધમાલ

 

આ પણ વાંચો – ઓસામા બિન લાદેનના ભાઇની આલિશાન વિલા વેચાશે 28 મિલિયન ડૉલરમાં, 26/11 ના હુમલા બાદથી હતી ખાલી

Click on your DTH Provider to Add TV9 Gujarati