ડેલ્ટા વેરિએન્ટનો પ્રકોપ: વિશ્વનું સાથી ઝડપી વેક્સિનેશન છતાં ઈઝરાયલમાં બદલાયો માસ્કને લઈને નિયમ, જાણો

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Gautam Prajapati

Updated on: Jun 27, 2021 | 10:41 AM

ઘણા અઠવાડિયા પછી ઈઝરાઈલમાં કોરોનાના કેસ વધતા હવે ફરી માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું છે. થોડાક દિવસો પહેલા માસ્ક ફરજીયાતનો નિયમ કાઢી દેવામાં આવ્યો હતો.

ડેલ્ટા વેરિએન્ટનો પ્રકોપ: વિશ્વનું સાથી ઝડપી વેક્સિનેશન છતાં ઈઝરાયલમાં બદલાયો માસ્કને લઈને નિયમ, જાણો
પ્રતિકાત્મક તસ્વીર

વિશ્વભરમાં વેક્સિનેશનમાં સૌથી આગળ રહેલા ઈઝરાયલ (Israel)માં ફરી એક વાર માસ્ક ફરજીયાર કરવામાં આવ્યા છે. જી હા થોડા સમય પહેલા અહેવાલ આવ્યા હતા કે ઈઝરાયલમાં માસ્ક હવે ફરજીયાત નથી. પરંતુ કોરોના વાયરસનાં નવા વેરિએન્ટ (Variant) સામે આવ્યા બાદ હવે સાર્વજનિક સ્થાનો પર માસ્ક અનિવાર્ય કરવામાં આવ્યા છે. ઈઝરાયલનું વેક્સિનેશન વિશ્વના સફળ અભિયાનમાં માનવામાં આવે છે. જેમાં લગભગ 85% વયસ્ક વસ્તીને વેક્સિન આપી દેવામાં આવી છે.

ઇઝરાઇલી મીડિયાના અહેવાલ મુજબ, ઘણા અઠવાડિયા પછી તાજેતરના દિવસોમાં કેસોમાં ફરી વધારો જોવા મળ્યો છે. ઇઝરાઇલી મીડિયાએ કોરોના વાયરસ પ્રતિક્રિયા અભિયાનનું પ્રતિનિધિત્વ કરી રહેલા ડો. નચમન એશના હવાલાથી જણાવ્યું છે કે ગુરુવારે આ રોગચાળાના 227 નવા કેસની પુષ્ટિ થઈ છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે શુક્રવારે બપોરથી જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

બાળકોમાં પણ ઝડપી સંક્રમણ ફેલાવાની શક્યતા

અહેવાલો અનુસાર કેસોમાં વધારો એ ખૂબ જ ચેપી ડેલ્ટા વેરિઅન્ટને આભારી છે, જે બાળકો સહિત વેક્સિન ના લીધી હોય તેવા વ્યક્તિઓમાં ઝડપથી ફેલાય છે. ઇઝરાઇલમાં વેક્સિન અપાયેલા નાગરિકોને પણ ચેપ લાગ્યો હોવાના અહેવાલ છે. પરંતુ તેમનામાં ફક્ત સામાન્ય લક્ષણો જોવા મળે છે. નોંધપાત્ર વાત એ છે કે રોગચાળાની શરૂઆતથી ઇઝરાઇલમાં આ વાયરસને કારણે 6,429 લોકોનાં મોત નીપજ્યાં છે.

85 દેશોમાં પહોંચ્યો ડેલ્ટા વેરિઅન્ટ

કોરોના વાયરસનો ડેલ્ટા વેરિઅન્ટ વધુ ચેપી છે અને ઝડપથી ફેલાય છે. હજી સુધી 85 દેશો સુધી પહોંચવાની માહિતી આવી છે. જેના કારણે વિશ્વ આરોગ્ય સંગઠને આ અંગે ચેતવણી આપી છે. 22 જૂને કોવિડ -19 ના સાપ્તાહિક રોગચાળાની અપડેટ મુજબ, આલ્ફા વેરિઅન્ટ 170 દેશોમાં પહોંચી ગયો છે. જ્યારે બીટા વેરિએન્ટના કેસો 119 દેશોમાં જોવા મળ્યા છે, જ્યારે ગામાના કેસો 71 દેશોમાં અને 85 દેશોમાં ડેલ્ટાના કેસો મળી આવ્યા છે.

આ પણ વાંચો: Covid 19 Vaccine: જાણો વેક્સિન સર્ટિફિકેટની ભૂલ કેવી રીતે સુધારવી? તેને કેવી રીતે Verify કરવું?

આ પણ વાંચો: રાહતના સમાચાર: બીજી લહેર જેટલી ભયાનક નહીં હોય ત્રીજી લહેર, જાણો શું કહે છે ICMR નો અભ્યાસ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati