Covid 19 Vaccine: જાણો વેક્સિન સર્ટિફિકેટની ભૂલ કેવી રીતે સુધારવી? તેને કેવી રીતે Verify કરવું?

TV9 GUJARATI

|

Updated on: Jun 26, 2021 | 11:10 AM

તમે વેક્સિન લીધી હશે તો તમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હશે. પરંતુ જો તમારા વેક્સિન સર્ટિફિકેટમાં ભૂલ હોય તો તમે આસાન સ્ટેપથી તેને એડિટ કરી શકો છો. જાણો કેવી રીતે.

Covid 19 Vaccine: જાણો વેક્સિન સર્ટિફિકેટની ભૂલ કેવી રીતે સુધારવી? તેને કેવી રીતે Verify કરવું?
કોરોના વેક્સિન (પ્રતિકાત્મક તસ્વીર)

કોરોના વેક્સિન લીધા બાદ વેક્સિન સર્ટિફિકેટ મળતું હોય છે. પરંતુ જો તમારા સર્ટિફિકેટમાં આપેલી ડીટેઈલ્સમાં ભૂલ કે Error હોય તો ગભરાવવાની કોઈ જરૂર નથી. જી હા થોડાક સ્ટેપ ફોલોવ કરીને તમે આ Error સુધારી શકો છો. CoWIN પોર્ટલની મદદથી તમે તમારા સર્ટિફિકેટમાં આપેલી પર્સનલ ડીટેઈલ્સમાં રહેલી ભૂલ સુધારી શકો છો.

તાજેતરમાં કેન્દ્ર સરકારે CoWIN રસીકરણના પ્રમાણપત્ર પર નામ, ફોટો ID નંબર, જન્મ વર્ષ અને જાતિમાં કરેક્શન અંગે એક જાહેરાત કરી છે. આરોગ્ય સેતુ એપના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી પણ આ માહિતી શેર કરવામાં આવી છે.

આરોગ્ય સેતુના ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, “જો અજાણ્યા કોઈ Errors થઇ છે તો તમે તમારા Cowin વેક્સિનેશન સર્ટીફીકેટમાં સુધારો કરી શકો છો.”

આ સ્ટેપ્સ અનુસરો અને Covid 19 વેક્સિનેશન સર્ટિફિકેટમાં ભૂલ સુધારો

CoWIN ની ઓફિશિયલ વેબ્સાઈટ પર જાઓ, અથવા આ વેબસાઈટ ઓપન કરો. – https://www.cowin.gov.in/home

તમારા રજીસ્ટ્રર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને તેમાં લોગીન કરો.

તમારા નંબર પર આવેલો OTP તેમાં એડ કરો.

તમને ઉપરના જમણા ખૂણા પર ‘Raise and issue’ વિકલ્પ મળશે

જેમાં ‘Correction in vaccine certificate’ પર ક્લિક કરો

હવે તમારી વિગતોમાં જરૂરી સુધારાઓ કરો અને ‘Continue’ પર ક્લિક કરો

તમે કરેલા સુધારાને દર્શાવતા એક ચકાસણી ટેબ પર જશો. જો બધી ડીટેઈલ્સ સાચી છે તો ‘સબમિટ’ પર ક્લિક કરો

તમને જણાવી દઈએ કે આ એડિટ ધ્યાનથી કરવું પડશે. કેમ કે તમે પ્રમાણપત્રને ફક્ત એક જ વાર એડિટ કરી શકશો. તેથી તમારે તમારી બધી વિગતોનો ઉલ્લેખ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે.

તમારું વેક્સિનેશન સર્ટિફિકેટ કેવી રીતે ચકાસવું?

એકવાર COVID-19 રસીકરણ પૂર્ણ થયા પછી, નાગરિકોને રસીકરણના પુરાવા માટે પ્રમાણપત્ર આપવામાં આવે છે. કોઈપણ પ્રકારની ભૂલથી બચવા માટે સુરક્ષિત ક્યુઆર આપવામાં આવે છે.

CoWIN ની ઓફિશિયલ વેબ્સાઈટ પર જાઓ, અથવા આ વેબસાઈટ ઓપન કરો. – https://www.cowin.gov.in/home

Verify Certificate પર ક્લિક કરો

આ બાદ, “Scan QR code” ઓપ્શન પર ક્લિક કરો

તમારા ડિવાઇસના કેમેરાને એક્ટીવેટ કરવાનું નોટીફિકેશન આવશે. તમને જાહેર કરેલા સર્ટીફીકેટને સ્કેન કરવા માટેની એક સૂચના આવશે

એકવાર વેરિફિકેશન થઈ ગયા પછી , “Certificate Successfully Verified”નો એક મેસેજ સ્ક્રીન પર આવશે. જેમાં તમારું નામ, વય, લિંગ, આઈડી, ડોઝની તારીખ, certificate issued: Provisional/Final જેવી તમામ વિગતો જોવા મળશે.

જો તમારું પ્રમાણપત્ર યોગ્ય નથી, તો પછી “Certificate Invalid” નો Pop-Up નો મેસેજ દેખાશે.

આ પણ વાંચો: રાહતના સમાચાર: બીજી લહેર જેટલી ભયાનક નહીં હોય ત્રીજી લહેર, જાણો શું કહે છે ICMR નો અભ્યાસ

આ પણ વાંચો: ‘મા તુઝે સલામ’ સોંગને લઈને બંધ કરવામાં આવ્યું હતું રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ, જાણો સમગ્ર વિગત

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati