રાહતના સમાચાર: બીજી લહેર જેટલી ભયાનક નહીં હોય ત્રીજી લહેર, જાણો શું કહે છે ICMR નો અભ્યાસ

બીજી લહેર બાદ ત્રીજી લહેરને લઈને ચિંતા વધી રહી છે. આવામાં એક રાહત આપે તેવો અભ્યાસ આમે આવ્યો છે. ICMR ના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ત્રીજી લહેર બીજી લહેર જેટલી ખતરનાક નહીં હોય.

રાહતના સમાચાર: બીજી લહેર જેટલી ભયાનક નહીં હોય ત્રીજી લહેર, જાણો શું કહે છે ICMR નો અભ્યાસ
બીજી લહેર જેટલી ભયાનક નહીં હોય ત્રીજી લહેર (FIle Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2021 | 10:06 AM

ભારત માંડ માંડ હજુ તો બીજી લહેરની અસરમાંથી બહાર આવી રહ્યું છે. આવામાં ત્રીજી લહેરની આશંકાઓને લઈને ચિંતાઓ પણ વધી ચેહ. જો કે એક અભ્યાસમાં રાહતના સમાચાર બહાર આવ્યા છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર જો આવે છે તો તે બીલી લહેર જેટલી જોખમી હોવાની કોઈ આશંકા નથી.

ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં (IJMR) પ્રકાશિત ગણિતશાસ્ત્રના ‘મોડેલિંગ’ વિશ્લેષણ પર આધારિત આ અધ્યયને પ્રકાશિત કર્યુ છે કે વેક્સિનેશન અવકાશમાં વિસ્તરણ કરીને કોરોના વાયરસની ત્રીજી લહેરને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. ‘ભારતમાં COVID-19 ની ત્રીજી લહેરની સંભાવના: એક ગાણિતિક મોડેલિંગ આધારિત વિશ્લેષણ’ શીર્ષકનો આ અભ્યાસ શુક્રવારે પીઅર-રીવ્યુ ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલમાં સામે આવ્યો છે.

આ અભ્યાસની વાત કરીએ તો, તેમાં એવા દ્રશ્યની વાત કરવામાં આવી છે, જેમાં 40 ટકા વસ્તીએ બીજી લહેરના ત્રણ મહિનાની અંદર બંને ડોઝ લીધા હતા. તેમાં જણાવ્યું છે કે રસીકરણની અસર સંક્રમણની ગંભીરતાને 60 ટકા સુધી ઘટાડવા સુધીની છે. અધ્યયન અનુસાર, આ બતાવે છે કે શક્ય ત્રીજી લહેર દરમિયાન રસીકરણ કોરોનાની ગંભીરતાને ખૂબ હદ સુધી ઘટાડી શકે છે. સંશોધનકારોએ એમ પણ ધ્યાન દોર્યું હતું કે અંદાજો અનિશ્ચિતતાઓને આધિન છે અને રસીકરણ વધારવું એ ‘કોરોનાની તીવ્રતા ઘટાડવાનો’ એકમાત્ર રસ્તો હોઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

કોણે કર્યો છે આ અભ્યાસ

આ અભ્યાસ પાછળ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના સંદીપ મંડળ, બલરામ ભાર્ગવ અને સમીરન પાન્ડા, તેમજ ઈમ્પીરીયલ કોલેજ લંડનના નિમલન અરિનામિનાપતીની મહેનત હતી. ત્રીજી તરંગને લગતી ચાર પૂર્વધારણાઓને ધ્યાનમાં લેતા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, ચેપ આધારિત રોગપ્રતિકારકતા સમય જતાં ઘટી શકે છે, પહેલાથી ચેપગ્રસ્ત લોકોને વર્તમાન વાયરસ ન બદલાય તો પણ ફરીથી સંક્રમણ થઇ શકશે. અધ્યયનમાં સંશોધનકારોએ COVID-19 ની ત્રીજી લહેર પાછળની ચાર સંભવિત પદ્ધતિઓની તપાસ માટે કોરોના ટ્રાન્સમિશનના કમ્પાર્ટમેન્ટ મોડેલનો ઉપયોગ કર્યો.

આ પણ વાંચો: ‘મા તુઝે સલામ’ સોંગને લઈને બંધ કરવામાં આવ્યું હતું રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: India Corona Update : કોરોનાના કેસમાં સતત ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 48,618 કેસ નોંધાયા અને 1,182 દર્દીઓનાં મોત

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">