Corona Cases in China: ચીનમાં કેસ ઓછા નથી થઈ રહ્યા, માત્ર હાઈપ્રોફાઈલ શહેર ચાઓયાંગમાં જ 35 લાખ લોકોની તપાસ
ચીનના (China) નેશનલ હેલ્થ કમિશનના રિપોર્ટ મુજબ રાજધાની બેઈજિંગમાં રવિવારે 14 કેસ નોંધાયા હતા, જેમાંથી 11 કેસ ચાઓયાંગ જિલ્લામાં હતા, જે શહેરનો મધ્ય ભાગ છે અને જ્યાં ચીનના ટોચના નેતાઓ રહે છે.
ચીનમાં કોરોના વાઈરસના (Corona virus) સંક્રમણના કેસ ઝડપથી ફેલાઈ રહ્યા છે અને દેશના સૌથી મહત્વપૂર્ણ શહેરો પૈકીના એક શાંઘાઈમાં ચેપને કારણે 51 લોકોના મોત થયા બાદ સ્થાનિક પ્રશાસને વધુ કેસવાળા જિલ્લા ચાઓયાંગ (Chaoyang)માં 35 લાખ લોકોની તપાસ કરી છે. ચાઓયાંગની ગણતરી ચીનના (China) હાઈપ્રોફાઈલ શહેરોમાં થાય છે.
દેશના સત્તાવાર મીડિયા મુજબ રાજધાની બેઈજિંગની સ્થાનિક સરકારે સોમવારથી ત્રણ દિવસ માટે ચાઓયાંગ જિલ્લામાં 35 લાખથી વધુ લોકોની તપાસ કરવાનો આદેશ આપ્યો છે, જિલ્લામાં ચેપના ઘણા કેસ નોંધાયા છે. ચાઓયાંગ ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ટીમે રવિવારે જાહેર કરેલી નોટિસમાં જણાવ્યું હતું કે જિલ્લામાં રહેતા અને કામ કરતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
ચીનના નેશનલ હેલ્થ કમિશનના અહેવાલ મુજબ બેઈજિંગમાં રવિવારે 14 કેસ નોંધાયા હતા, જેમાંથી 11 કેસ ચાઓયાંગ જિલ્લામાં હતા, જે શહેરનો મધ્ય ભાગ છે અને જ્યાં ચીનના ટોચના નેતૃત્વ રહે છે. બીજી તરફ ચીની મુખ્ય ભૂમિમાં રવિવારે 20,190થી વધુ કેસ નોંધાયા હતા, જેમાંથી મોટાભાગના લોકોમાં ચેપના કોઈ લક્ષણો નહોતા.
સરકારી કર્મચારીઓએ રોકવા માટે મેટલ બેરીકેટ્સ મૂક્યા
સ્વયંસેવકો અને નિમ્ન કક્ષાના સરકારી કર્મચારીઓએ ચીનના શહેર શંઘાઈમાં કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે ઘણા જિલ્લાઓમાં નાની શેરીઓ અને એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં પ્રવેશને રોકવા માટે મેટલ અવરોધો ઉભા કર્યા છે. આ અંગે ચીની મીડિયા સંસ્થા કૈક્સિને જણાવ્યું હતું કે જે ઈમારતોમાં સંક્રમણના કેસ મળ્યા છે તેના મુખ્ય પ્રવેશદ્વારોને સીલ કરી દેવામાં આવ્યા છે અને માત્ર રોગચાળા નિવારણ કર્મચારીઓને જ જવાની મંજૂરી આપવામાં આવી છે.
રવિવારે ચીનમાં કોરોના વાઈરસના ચેપના 21,796 નવા કેસ નોંધાયા હતા, જેમાંથી મોટાભાગના ચેપગ્રસ્ત શહેર શાંઘાઈના છે અને તેમનામાં રોગના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. દેશભરના ઘણા શહેરો અને પ્રાંતોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે અમુક પ્રકારનું લોકડાઉન લાગુ કર્યું છે.
અમેરિકામાં ફરી માસ્ક ફરજિયાત
અમેરિકામાં કોરોના ચેપના કેસોમાં વધારો થતાં યુનિવર્સિટીઓમાં ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ ફરીથી લાગુ કરવામાં આવ્યો છે. વોશિંગ્ટન, ન્યૂયોર્ક, પેન્સિલવેનિયા, મેસાચ્યુસેટ્સ, કનેક્ટિકટ અને ટેક્સાસની કોલેજોમાં ચેપને ટાળવા માટે ફરીથી નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં ચેપના કેસોમાં વધારાને ધ્યાનમાં રાખીને, હાવર્ડ યુનિવર્સિટીએ ઑનલાઈન માધ્યમથી અભ્યાસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. સતત ત્રીજું શૈક્ષણિક વર્ષ જ્યારે કોવિડ-19ને કારણે શિક્ષણ પ્રભાવિત થયું છે.
આ પણ વાંચો: Nigeria Oil Refinery Blast: નાઈજીરિયામાં મોટી દુર્ઘટના, ઓઈલ રિફાઈનરીમાં વિસ્ફોટ, 100 લોકોના મોતની આશંકા