Rishi Sunak : ચર્ચિલની ભારતીયો નબળા નેતા હોવાની ટિપ્પણીને આખરે જવાબ મળી જ ગયો, UKમાં બળવાન નેતા તરીકે ઉભરીને આવ્યા ઋષિ સુનક

બ્રિટનના વડાપ્રધાન (Prime Minister of Britain) તરીકે ભારતીય મૂળના નાગરિકની પસંદગી કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. સુનકને અડધાથી વધુ બ્રિટિશ સાંસદોએ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટ્યા છે.

Rishi Sunak : ચર્ચિલની ભારતીયો નબળા નેતા હોવાની ટિપ્પણીને આખરે જવાબ મળી જ ગયો, UKમાં બળવાન નેતા તરીકે ઉભરીને આવ્યા ઋષિ સુનક
Rishi Sunak
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 8:21 AM

દિવાળીના અવસર પર ભારતને વધુ એક મોટી દિવાળીની ભેટ મળી છે. ઋષિ સુનક (Rishi Sunak) બ્રિટનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. બ્રિટનના વડાપ્રધાન તરીકે ભારતીય મૂળના નાગરિકની પસંદગી કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. સુનકને અડધાથી વધુ બ્રિટિશ સાંસદોએ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટ્યા છે. બોરિસ જોન્સનના રાજીનામાથી સુનક વડાપ્રધાન પદની રેસમાં હતા, પરંતુ તેમને લિઝ ટ્રસના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં ટ્રસને રાજીનામું આપવું પડ્યું અને ત્યારબાદ સુનકે ફરીથી પીએમ પદ માટે દાવો રજૂ કર્યો.

ચર્ચિલે  ભારતીયો વિશે કંઈક આવું કહ્યું

‘જો ભારતને આઝાદ કરવામાં આવશે તો સત્તા ગુંડાઓ અને મફતિયાઓના હાથમાં આવી જશે. બધા ભારતીય નેતાઓ ભુસાના પુતળા જેવા ખૂબ જ નબળા હશે.’ આવા શબ્દો ક્યારેક બ્રિટિશના પ્રધાનમંત્રી વિંસ્ટન ચર્ચિલે ભારતની આઝાદીના વિરોધમાં કહ્યા હતા. ચર્ચિલે આવું કહ્યું હતું પણ પણ આજની સ્થિતિ જોવો. આજે ભારતીય બ્રિટનના પીએમ છે. હવે વડાપ્રધાન તરીકે બ્રિટિશનો કાર્યભાર ઋષિ સુનક સંભાળશે.

આજે તે જ પ્રધાનમંત્રી વિંસ્ટન ચર્ચિલના UKના પ્રધાનમંત્રી એક ભારતીય મુળના વ્યક્તિ બની ગયા છે. એટલે કે ઋષિ સુનક (Rishi Sunak) બ્રિટનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે અને તે હવે વડાપ્રધાન તરીકે બ્રિટિશનો કાર્યભાર સંભાળશે. અંગ્રેજોના દેશમાં ભારતીયોનું વર્ચસ્વ વધી રહ્યું છે. જેમણે ભારતને પોતાની વસાહત (કોલોની) બનાવીને 200 વર્ષ સુધી આપણા પર શાસન કર્યું. ભારતની બહાર રહેતા ભારતીયોની વસ્તીના સંદર્ભમાં, યુકે રિવર્સ કોલોનાઇઝેશનમાંથી પસાર થઈ રહ્યું છે.

અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
  1. આખા બ્રિટિશમાં જેટલા ભુરિયાઓ ભારતમાં રહે છે..આજ તેના 10 ગણા ભારતીય UKમાં રહે છે. 1941ની વસ્તી ગણતરી મુજબ તે વખતે ભારતમાં 1.44 લાખ યુરોપિયનો (બ્રિટિશ) રહેતા હતા. આજે બ્રિટનમાં ભારતીય મૂળના લોકોની વસ્તી 16 લાખથી વધુ છે.
  2. UKમાં સ્થાયી થયેલી આ ભારતીય વસ્તી તેમના શિક્ષણ, વ્યવસાયો, રાજકારણ દરેક ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવે છે. આ દબદબાની અસર એ છે કે, હવે બ્રિટનમાં લગભગ દરેક સરકાર કેબિનેટમાં ભારતીય ચહેરો ધરાવે છે.
  3. ભારતીયોની ઓળખ અને વિશ્વસનીયતા માત્ર ભારતીયોમાં જ નહીં, પરંતુ UKમાં સ્થાયી થયેલા બ્રિટિશ અને અન્ય વંશીય જૂથોમાં પણ ઘણી ઊંચી છે. આ જ કારણ છે કે લોકો ઋષિ સુનકની લોકપ્રિયતાની તુલના ટોની બ્લેયર સાથે કરે છે.

UKમાં આ કારણેથી લોકો ઋષિ સુનકને કરે છે પસંદ

  1. ઋષિ કન્ઝર્વેટિવ પાર્ટીમાં ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. ત્યારબાદ 2015માં તેમને યોર્ક્સની રિચમંડ સીટ પરથી સાંસદની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા હતા. આ સીટ કન્ઝર્વેટિવ્સ માટે સૌથી સુરક્ષિત સીટોમાંથી એક માનવામાં આવે છે. કંઝર્વેટિવ જ અહીં 100 વર્ષથી વધુ સમયથી જીતી રહ્યાં છે. ત્યારથી ઋષિ સતત આ બેઠક પરથી સાંસદ છે.
  2. બોરિસ જ્હોન્સને તેમને 2019માં ચીફ ઓફ ટ્રેઝરી બનાવ્યા હતા. તેમના આગલા જ દિવસે તેને પ્રિવિ કાઉન્સિલના સભ્ય પણ બનાવી દીધા હતા. 13 ફેબ્રુઆરી, 2022ના ના કેબિનેટ ફેરબદલમાં તેમને નાણાં પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
  3. આ સમય કોરોના મહામારીનો હતો. આ સમયગાળા દરમિયાન, રોગચાળાની આર્થિક અસર ઘટાડવા, નોકરીઓ બચાવવા અને સહાયક કંપનીઓની તેમની નીતિઓ લોકોમાં ખૂબ લોકપ્રિય હતી.

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">