China Skiing Robot: ચીને બનાવ્યો 6 પગવાળો વિચિત્ર રોબોટ, સરહદ પર તૈનાત રહી કરશે આ કામ

ચીને એક એવો રોબોટ તૈયાર કર્યો છે જે બરફ પર પણ ચાલી શકે છે. આ રોબોટ સરહદ પર તૈનાત હોવાનું જણાવવામાં આવ્યું છે. તે ભવિષ્યમાં 5G ટેક્નોલોજીથી પણ સજ્જ હશે.

China Skiing Robot: ચીને બનાવ્યો 6 પગવાળો વિચિત્ર રોબોટ, સરહદ પર તૈનાત રહી કરશે આ કામ
China builds 6 legged weird robot to work in ice
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 6:31 PM

ચીને એક વિચિત્ર રોબોટ (China Skiing Robot) બનાવીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. અન્ય રોબોટ્સથી વિપરીત, તે બરફ પર ચાલે છે. ચીનના શેનયાંગથી આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં રોબોટ ઝડપથી આગળ વધી રહ્યો છે. ચીનનો દાવો છે કે રોબોટ ભવિષ્યમાં 5G ટેક્નોલોજીથી સજ્જ હશે. અને પછી તે બોર્ડર પર પેટ્રોલિંગ કરશે. આટલું જ નહીં, તેનો એવો પણ દાવો છે કે બરફથી ઢંકાયેલા પહાડો પર આ રોબોટ દ્વારા રાહત અને બચાવ કાર્ય હાથ ધરવાનું સરળ બનશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ રોબોટ ચીનની શાંઘાઈ જિયાઓ ટોંગ યુનિવર્સિટીએ તૈયાર કર્યો છે. તે સ્કીઅરની ટેકનિકને સમજવાની ક્ષમતાથી સજ્જ છે. આશ્ચર્યજનક રીતે, રોબોટ એ પણ અનુકરણ કરી શકે છે કે માણસ કેવી રીતે સ્કી કરે છે. આ કારણોસર, તેની પકડ મજબૂત કરવા માટે તેમાં સ્કી પોલ લગાવવામાં આવ્યા છે. રોબોટ બનાવતી ટીમે આનું નિદર્શન કર્યું. રોબોટ ભીડવાળા અને ઉતાર-ચઢાવવાળા વિસ્તારોમાં સ્કી કરવા સક્ષમ છે. તેના પર લગાવવામાં આવેલા ઉપકરણો તેને કોઈપણ વસ્તુ સાથે અથડાવાથી બચાવે છે. રોબોટ 18 ડિગ્રીના ઢાળ પર 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે સ્કી કરી શકે છે.

સંશોધકોનો દાવો છે કે રોબોટ આવનારા સમયમાં ઘણી સ્કીઇંગ સ્પર્ધાઓમાં ભાગ લેશે. તે પર્વતીય વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ કરી શકશે. સંશોધકે કહ્યું, ‘આ રોબોટે દોડવાનું, ચાલવાનું, રસ્તો બનાવવાનું અને માણસો સાથે વાતચીત કરવાનું કામ પૂરું કર્યું છે. પરીક્ષણ દરમિયાન તે ખૂબ જ ઝડપી જોવા મળ્યો હતો.’ આ સમગ્ર પ્રોજેક્ટને ચીનના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયનો સહયોગ મળ્યો છે. આ પહેલા ચીને દાવો કર્યો હતો કે તેણે ચાર પગવાળો વિશ્વનો સૌથી મોટો રોબોટ યાક બનાવ્યો છે. ચીની મીડિયાએ કહ્યું કે તે 160 કિલોગ્રામ વજન ઉપાડી શકે છે અને એક કલાકમાં 10 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે.

આ પણ વાંચો –

Russia Ukraine crisis : યુરોપમાં ઉર્જા કટોકટી વધુ ઘેરી બનવાની આશંકા વચ્ચે યુએસ પ્રમુખ જો બાયડેન કતારના નેતા સાથે કરશે મુલાકાત

આ પણ વાંચો –

5 કરોડ લોકોના જીવ પર જોખમ, અફઘાનિસ્તાનથી લઇને યમન સુધી સંકટમાં દુનિયા – UN

આ પણ વાંચો –

Blackout: મધ્ય એશિયામાં વીજળીનું મોટું સંકટ, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાન, એક સાથે ત્રણ દેશમાં અંધારપટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">