AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Navy: ‘બેલેટ’ અને ‘મેડ ઈન ચાઈના’ના ભરોસે પાકિસ્તાન નેવી, ચીનના યુદ્ધ જહાજો અને હેલિકોપ્ટરનો કર્યો સમાવેશ

પાકિસ્તાન નૌકાદળમાં (Pakistan Navy) સામેલ કરાયેલા ચીનના બહુહેતુક ફ્રિગેટનું નામ તુર્કમાન સરદાર તુગ્રીલના નામ પરથી રાખવામાં આવ્યું છે.

Pakistan Navy: 'બેલેટ' અને 'મેડ ઈન ચાઈના'ના ભરોસે પાકિસ્તાન નેવી, ચીનના યુદ્ધ જહાજો અને હેલિકોપ્ટરનો કર્યો  સમાવેશ
tughril-frigate ( PS: Twitter)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 12:01 PM
Share

પાકિસ્તાને સોમવારે કતાર દ્વારા પૂરા પાડવામાં આવેલ ચીની નિર્મિત મલ્ટી-રોલ ફ્રિગેટ અને 10 હેલિકોપ્ટરનો નૌકાદળમાં (Pakistan Navy) સમાવેશ કર્યો છે. પાકિસ્તાન નૌકાદળ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર કરાચીના ‘ડોકયાર્ડ’ ખાતે આયોજિત એક સમારોહમાં PNS તુગરિલ ફ્રિગેટ (PNS Tughril) અને 10 સી કિંગ હેલિકોપ્ટર (Sea King helicopters) નેવીના કાફલાને આપવામાં આવ્યા હતા. તાજેતરના સમયમાં પાકિસ્તાની નૌકાદળના મોટાભાગના શસ્ત્રો અને જહાજો ચીનથી સપ્લાય કરવામાં આવ્યા છે.

પાકિસ્તાન અને ચીન વચ્ચે જૂન 2018માં પાકિસ્તાન નેવી માટે ચાર ફ્રિગેટ્સનો કરાર થયો હતો. તે જ સમયે, પાકિસ્તાનને કતાર દ્વારા સી કિંગ હેલિકોપ્ટર ભેટમાં આપવામાં આવ્યું છે. PNS તુગ્રીલ શાંઘાઈમાં શિપયાર્ડમાં બાંધવામાં આવેલી પ્રથમ છે. તે મલ્ટી-મિશન જહાજ છે, જે સરફેસ-ટુ-એર (SAM) અને સુપરસોનિક સરફેસ-ટુ-સર્ફેસ મિસાઈલ (SSM) જેવા હથિયારોથી સજ્જ છે. પાકિસ્તાની નૌકાદળના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હથિયારો અને સેન્સર દ્વારા આ અત્યાધુનિક જહાજ અનેક સમુદ્રી ઓપરેશનને પાર પાડી શકે છે.

તુર્કમાન સરદારના નામ પરથી યુદ્ધ જહાજનું નામ તુગ્રીલ પડ્યું

ચાઈનીઝ મલ્ટી-રોલ ફ્રિગેટનું નામ તુર્કોમન સરદાર તુગ્રીલના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે 11મી અને 14મી સદી વચ્ચે આધુનિક ઈરાન, ઈરાક, સીરિયા અને તુર્કી પર શાસન કરનાર સેલજુક સામ્રાજ્યની સ્થાપના કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે તુગરિલ યુધપોલ પાકિસ્તાન નેવીનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ યુદ્ધ જહાજ છે. તેના દ્વારા પાકિસ્તાન દરિયાઈ સરહદ અને તેના સાથી દેશોના હિતોનું રક્ષણ કરશે. સાથીઓના હિતોનું રક્ષણએ ચીન દ્વારા જાળવવામાં આવેલ ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો સંદર્ભ આપે છે.

ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર શું છે?

ચાઇના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)માં પાકિસ્તાનમાં 53 અરબના સોદા સાથે ભારે રોકાણ કર્યું છે. તે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI)નો એક ભાગ છે. આ અંતર્ગત ચીને શિનજિયાંગ ક્ષેત્ર અને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટને જોડવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર લાઈનોને અપગ્રેડ કરી છે. જોકે, સ્થાનિક બલૂચ લોકોમાં ચીનના પ્રોજેક્ટ સામે વ્યાપક રોષ છે. CPEC પ્રોજેક્ટ્સ પર પણ હુમલા થયા છે. જેના કારણે અહીં પાકિસ્તાની સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Wardha road accident: વર્ધા પાસે અકસ્માતમાં બીજેપી ધારાસભ્ય વિજય રહંદલેના પુત્ર સહીત 7 મેડિકલ સ્ટુડન્ટના મોત

આ પણ વાંચો : Budget 2022: બજેટ રજૂ કરવાની પ્રથા 300 વર્ષ જૂની છે! જાણો વિશ્વમાં પહેલું બજેટ ક્યાં અને કેમ રજૂ કરાયું હતું, જાણો રસપ્રદ કિસ્સો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">